fbpx

જીવનભર ઉપયોગી થઈ શકે એવી બ્રેઇન ગેમ

By Content Editor

3

સફળ થવું હોય તો કંઈક અલગ વિચારતાં શીખવું પડે – આ વાત કહેવામાં જેટલી સહેલી છે, એટલી અમલમાં મૂકવી મુશ્કેલ છે. દિમાગને જુદી જુદી સમસ્યાના જુદા જુદા ઉકેલ શોધવાની ટેવ પાડવી હોય તો આ ગેમ રમવા જેવી છે.

આગળ શું વાંચશો?

  • શું છે આ ફ્લેક્સિબલ થીંકિંગ?

ઘણાં મા-બાપ અવારનવાર પોતાના સંતાન વિશે ફરિયાદ કરતાં હોય છે કે “હાથમાંથી સ્માર્ટફોન મૂકતો (કે મૂકતી!) જ નથી. અતિરેક કોઈ પણ બાબતનો ખોટો છે, એટલે આ ફરિયાદમાં તથ્ય ખરું, પણ ક્યારેક એ પણ વિચારવું જોઈએ કે દીકરો કે દીકરી સ્માર્ટફોનમાં કરે છે શું?

કેટલીક ગેમ એવી પણ હોય છે જે જાણે-અજાણે એને આખા જીવનમાં કામ લાગે એવું ભાથું બાંધી આપે, એ પણ બિલકુલ રમત રમતમાં.

જાપાનની ટ્રાન્સલિમિટ નામની એક કંપનીએ બનાવેલી એક ગેમ આ જ કેટેગરીમાં આવે છે. ‘બ્રેઇન ડોટ’ નામની આ ગેમ એન્ડ્રોઇડ અને આઇઓએસમાં ચાલી શકે છે. ટૂંકા ગાળામાં આ ગેમ એક કરોડ જેટલા લોકોના દિમાગમાં ઘર કરી ગઈ છે.

પહેલી નજરે ગેમ બિલકુલ સિમ્પલ છે. સ્ક્રીન પર બે જુદા જુદા રંગના દડા જોવા મળે. આપણે સ્ક્રીન પર આંગળીના લસરકાથી જુદા જુદા પાથ દોરવાના – જેમ કે ઢાળ, જેના પર દડો લસરી શકે. આપણું ધ્યેય બંને દડાને એકબીજા સાથે અથડાવી દેવાનું છે. એ કામ પતે એટલે બીજું લેવલ મળે. શરૂઆતમાં આપણે કેવા કેવા પાથ દોરી શકે એ સમજાવવામાં આવે, પછી આપણે પોતે મગજ દોડાવવાનું. ગેમની ભાષા હિન્દી પણ રાખી શકાય છે. આ તો થઈ આ ગેમ કેવી રીતે રમવી એની વાત. હવે વાત કરીએ આ ગેમના ફાયદાની.

તમે આ ગેમ રમવાનું શરૂ કરશો એટલે સમજાશે કે એમાં વધુમાં વધુ લેવલ પાર કરવાં હોય તો દિમાગને જુદી જુદી દિશામાં દોડાવવું પડે છે, એટલે કે ફ્લેક્સિબલ થિંકિંગ કરવું પડે છે.

હકીકતમાં, આ ગેમ રમતાં રમતાં અનાયાસે જ ફ્લેક્સિબલ થીંકિંગની ક્ષમતા વિકસતી જાય છે, જે લાંબા ગાળા સુધી કામ લાગી શકે છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!