સવાલ લખી મોકલનારઃ જિતેન્દ્ર ચાવડા
આ વિશે આ મેગેઝિન તેમ જ અખબારની કોલમમાં અવારનવાર લખાયું છે, તેમ છતાં અહીં થોડું પુનરાવર્તન કરી લઈએ કેમ કે આ સવાલમાં અનેક લોકોને હોય છે.
આપણે જુદી જુદી વેબસાઇટ કે બ્લોગ પર જે જાહેરાતો જોઈએ છીએ તેમાંની ઘણી ખરી ગૂગલ દ્વારા આવેલી હોય છે. ગૂગલ દ્વારા થતી જાહેરાતના મુખ્ય બે ભાગ છેઃ
- ગૂગલ એડવર્ડ્ઝ
- ગૂગલ એડસેન્સ
જે કંપની પોતાની પ્રોડક્ટ માટે વિવિધ વેબસાઇટ કે બ્લોગ પર ગૂગલ દ્વારા જાહેરાત મૂકવા માગતી હોય તે ગૂગલની એડવર્ડ્ઝ સર્વિસનો લાભ લઈ શકે છે.
બીજી તરફ, પોતાની વેબસાઇટ કે બ્લોગમાંની કેટલીક જગ્યા આવી જાહેરાતો માટે ગૂગલને ‘ભાડે આપીને’ જે તે વેબસાઇટ કે બ્લોગના માલિકો કમાણી કરી શકે છે. ગૂગલ જાહેરાત આપનાર પાસેથી ચાર્જ લે છે અને તેમાંનો કેટલોક હિસ્સો, જે એ જાહેરાત જે વેબસાઇટ કે બ્લોગ પર દેખાઈ હોય તેના માલિકને આપે છે. વેબસાઇટ કે બ્લોગધારક આ માટે ગૂગલ એડસેન્સ સર્વિસનો લાભ લે છે.