કોલેજમાં યોજાતા રોબોફેસ્ટિવલ્સની વાતો વાંચીને તમને પણ કંઈક નવીન મોડેલ્સ બનાવવાનું મન થાય છે? તો તમારી મનપસંદ રેસિંગ બાઈકના પેપર મોડેલ બનાવીને શરુઆત કરી શકો. પણ યાદ રહે, આ બચ્ચાંના ખેલ નથી!
ગયા મહિને નેપાળના ભૂકંપની સાથોસાથ દિલ બે-ચાર ધબકારા ચૂકી જાય એવા પણ એક સમાચાર હતા આ વર્ષે ગુજરાતમાં એન્જિનીયરિંગની સીટ્સ એટલી વધી ગઈ છે કે બારમા ધોરણમાં ૪૫ ટકા લાવનારને પણ એન્જિનીયરિંગમાં એડમિશન મળી જશે!
શિક્ષણનું શું થવા બેઠું છે? એવી ચિંતા કરવાનો કોઈ અર્થ નથી, અત્યારે એન્જિનીયરિંગ ભણી રહેલા કે ગમે તેટલા ટકાએ એડમિશન લઈને એન્જિનીયર થવા માટે થનગની રહેલા લોકોએ એટલો જ વિચાર કરવાનો છે કે અભ્યાસ પૂરો કર્યા પછી જ્યારે કારકિર્દી શરુ કરવાનો સમય આવશે ત્યારે પોતાના અસંખ્ય હરીફોથી આગળ કેમ રહેવું?