ભારતની સૌથી મોટી ખાનગી બેંક – આઈસીઆઈસીઆઈ ટ્વીટર પર બેન્કિંગ વ્યવહારો શરૂ કર્યા છે. આ સેવા આઇસીઆઇસીઆઇબેન્કપે નામે ઓળખાશે. આ સેવાથી ગ્રાહકો પૈસા ટ્રાન્સફર કરી શકશે, પ્રીપેઇડ મોબાઇલ રીચાર્જ કરાવી શકશે, બેંક એકાઉન્ટ ચેક કરી શકશે અને છેલ્લા ત્રણ બેન્કિંગ વ્યવહારો પણ ચકાસી શકશે. ટ્વીટરના માધ્યમથી ગ્રાહક ભારતમાં ગમે તે સ્થળે નાણાં ટ્રાન્સફર કરી શકશે, પછી ભલે સામેના વ્યક્તિનું આઇસીઆઇસીઆઇ બેન્કમાં બચત ખાતું ન હોય.