સવાલ લખી મોકલનારઃ સુનિલ મકવાણા
આગળ શું વાંચશો?
- પાવરયુઝર શું છે? પાવરયુઝર કેવી રીતે બની શકાય?
એકદમ ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે બુકમાર્કલેટ એટલે સામાન્ય રીતે જાવાસ્ક્રીપ્ટમાં લખાયેલા એકદમ ટચૂકડા પ્રોગ્રામ્સ, જેને આપણે આપણા બ્રાઉઝરના બુકમાર્ક બારમાં ઉમેરી શકીએ અને કોઈ પણ વેબપેજ પરથી કોઈ ચોક્કસ પગલું લેવું હોય તો આ બુકમાર્કલેટને ફક્ત એક ક્લિકનો આદેશ આપવો પડે.
ક્રોમ, ફાયરફોક્સ, ઓપેરા અને સફારી જેવા સામાન્ય બધા બ્રાઉઝર્સમાં બુકમાર્કલેટ્સનો ઉપયોગ કરી શકાય છે, ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં તેને ઓછો સપોર્ટ મળે છે.
જેમ આપણે બ્રાઉઝરમાં જુદાં જુદાં એક્સટેન્શન્સ ઉમેરીને બ્રાઉઝરમાં જુદી જુદી સુવિધા ઉમેરી શકીએ છીએ, કંઈક એવી જ સગવડ આ બુકમાર્કલેટ પણ આપે છે.
આ બુકમાર્કલેટની સાદા શબ્દોમાં કહેવાયેલી પણ અંતે તો ટેકનિકલ અને ગૂંચવાડો ઊભો કરે એવી વ્યાખ્યા થઈ!
આપણે સાવ સાદા ઉદાહરણથી બુકમાર્કલેટની ખૂબી સમજીએ.