વોટ્સએપને રાખો તમારા કાબુમાં

તમે વોટ્સએપનો જોરદાર ઉપયોગ કરતા હશો, પણ સાથોસાથ તેમાંના મજાના કે ખરેખર કામના મેસેજ કેવી રીતે અલગ તારવવા અને સાચવવા તેની મથામણ અનુભવતા હશો. આવો જાણીએ, આ માટે કામની વોટ્સએપની કેટલીક લેટેસ્ટ સુવિધાઓ.

જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમે વોટ્સએપનો ઉપયોગ કરતા જ હશો. વોટ્સએપ એક એવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે કે તેનાથી લોકો એસએમએસ કરવાની આદત જ ભૂલી ગયા છે. વોટ્સએપમાં ઇન્ટરનેટ ડેટા વપરાય, પણ દરેકે દરેક મેસેજે ફોનકંપનીનું બિલ ચઢતું ન હોવાથી આપણને એ મફત જ લાગે. ઉપરાંત, વોટ્સએપ જેવી એપમાં ઇમેજની આપલે કરવાની સગવડ પણ ખરી અને સ્વજનો, પરિચિતોનાં ગ્રૂપ બનાવીને સૌ સાથે એક સાથે ચેટ કરવાની મજા જુદી જ છે.

સ્માર્ટફોનના નવા નવા પરિચયમાં આવેલી વ્યક્તિને પણ કોઈ વોટ્સએપ ઇન્સ્ટોલ કરી આપે, પરિચિતોના કોઈ ગ્રૂપમાં સામેલ કરી આપે અને આવેલા મેસેજ કેમ વાંચવા અને કેમ એનો જવાબ આપવો એટલું સમજાવી દે એટલે વાત પછી! એટલે જ તો હવે કેટલાય પરિવારોમાં દાદા-દાદી  અને નાના-નાનીઓ પણ વોટ્સએપ પર એક્ટિવ થવા લાગ્યાં છે.

જોકે જો તમારો ફોન જરા જૂનો હોય, તેમાં સ્પેસ અને રેમ ઓછી હોય અને વોટ્સએપમાં મેસેજનો ભરાવો થવા લાગે તો આ મજાની એપ ધીમે ધીમે માથાનો દુખાવો બનવા લાગે. તેના ઉપયોગની એવી આદત પડી હોય કે એને બંધ કરવાની ઇચ્છા ન થાય અને ફોનમાં સ્ટોરેજની મુશ્કેલી ઊભી થતી જાય.

એમાંય જ્યારે વોટ્સએપમાંના ઘણા મેસેજ ગમી જાય અને એને કાયમ માટે સાચવી રાખવાની ઈચ્છા થાય ત્યારે મૂંઝવણ વધે. સાચું કહેજો, તમને વોટ્સએપમાં અવિરત આવ્યે રાખતા મેસેજને કેમ મેનેજ કરવા એની મૂંઝવણ થાય છે? ગમતા, કામના અને નકામા મેસેજને અલગ કેમ તારવવા એની મૂંઝવણ તમે અનુભવો છો? અને ખાસ તો વોટ્સએપનો બેકઅપ લો છો ખરા?

આમ તો, આ બધા સવાલના જવાબ તમે વોટ્સએપનો કઈ રીતે ઉપયોગ કરો છો તેના પર આધાર રાખે છે.

આગળ શું વાંચશો?

  • તમે વોટ્સએપનો કેવો ઉપયોગ કરો છો?
  • વોટ્સએપ મેસેજ ક્યાં સ્ટોર કરે છે?
  • બેકઅપ લેવાના જુદા જુદા પ્રકાર
  • લેટેસ્ટ વર્ઝન કેવી રીતે મેળવશો?
  • વોટ્સએપનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ

Please to view this content. (Not a member? Join Today!)
December-2015

[display-posts tag=”046_december-2015″ display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here