વર્તમાન કેન્દ્ર સરકારે એક વર્ષ પૂરું કર્યું. ભારતીય સંસદની ઇમારતમાં સુશાસન અને સારા શાસકો વિશે કેટલાંક સુવાક્યો અંકિત છે, જે આપણે આશા રાખીએ કે અહીં એક વર્ષથી હાજરી આપી રહેલા આપણા નવા પ્રતિનિધિઓએ જરુર વાંચ્યાં હશે!
દ્વાર ખોલી નાખો, લોકોના હિતની કરાવી દો ઝાંખી, જેથી અહીં પ્રાપ્ત થઈ જાય સાર્વભૌમ પ્રભુતા.
(મુખ્ય દ્વાર પર, મૂળ સંસ્કૃતમાં)