Home Tags Word spark

Tag: word spark

વર્ડસ્પાર્ક

આ અંકની કવર સ્ટોરીના વિષય ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ના અનુસંધાને, માનવમગજની સ્ટોરેજ કેપેસિટી કેટલી એ જાણીએ!  ઘણી વાર આપણે વાતવાતમાં કહીએ છીએ, ‘મગજ બિલકુલ ભરાઈ ગયું, ખાલી કરવું પડશે.’ પણ માનવ મગજ એમ સહેલાઈથી ભરાય તેમ નથી. આપણી એક જિંદગીમાં તો નહીં જ. માનવમગજમાંના ન્યૂરોન્સ સાથે મળીને એક ટ્રિલિયન જેટલાં કનેક્શન્સ બનાવે છે. જો દરેક ન્યૂરોન ફક્ત એક મેમરી સ્ટોર કરી શકતો હોત તો પીસી કે સ્માર્ટફોનની જેમ માનવમજગમાં પણ સ્ટોરેજની લિમિટ આવતી હોત. પરંતુ દરેક ન્યૂરોન એકમેક સાથે જોડાયેલા હોવાથી મગજની સ્ટોરેજ કેપેસિટિ અસાધારણ રીતે...

વર્ડસ્પાર્ક

ભારતની આઇટી કંપનીઝની વાત નીકળે એટલે આપણે મોટા ભાગે ઇન્ફોસિસ, ટીસીએસ કે વિપ્રો જેવી કંપનીને જ ઓળખીએ, પણ માઇન્ડટ્રી નામની એક કંપની પણ પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. આ કંપનીના સ્થાપક સુબ્રતો બાગચી ઉદ્યોગસાહસિકતા વિશેનાં પુસ્તકોના લેખક તરીકે પણ બહુ નામના ધરાવે છે. વાંચો એમના કેટલાક વિચારો... "તમારું મોં ખોલો, એ પહેલાં તમારું મગજ ખોલો. "મોટા ભાગના લોકો પોતે જિંદગીને આપે તેના કરતાં વધુ જિંદગી પાસેથી લે છે. બહુ થોડા લોકો પોતે મેળવે તેના કરતાં વધુ જિંદગીને આપે છે. દુનિયા આવા થોડા લોકોથી જ...

વર્ડસ્પાર્ક

કલાસર્જન કરવું એટલે...  "જ્યાં કુદરત અટકે ત્યાંથી કલાની શરૂઆત થાય છે.’’ "કલા સર્જવા વિશે કશું વિચારો નહીં. ફક્ત સર્જન કરતા રહો. તમે જે સર્જન કર્યું એ સારું છે કે ખરાબ તે બીજાને નક્કી કરવા દો અને એ લોકો જ્યારે નક્કી કરતા હોય ત્યારે પણ તમે તમારું કલાસર્જન ચાલુ જ રાખો - કલાસર્જન નિજાનંદ માટે છે,બીજા માટે નહીં.’’ "પોતાની આગવી દુનિયાનું સર્જન કરવું એ બહુ હિંમત માગી લેતું કામ છે.’’ "કલા તમે જે જુઓ છે તેમાં નથી, તમે બીજાને શું જોવા પ્રેરી શકો છો, તેમાં...

વર્ડસ્પાર્ક

ટેક્નોલોજી ટીચરનું સ્થાન લઈ લેશે નહીં, પણ જે ટીચર ટેક્નોલોજીનો ઉપયોગ નથી કરતા એમનું સ્થાન ટેક્નલોજીનો ઉપયોગ કરતા ટીચર જરૂર લઈ લેશે. મોટા પ્રશ્નો ઉકેલવા, એ નાના પ્રશ્નો ઉકેલવા કરતાં સહેલું કામ છે. - સર્ગેઈ બ્રાઇન, ગૂગલ ગઈ કાલે શું બન્યું એની ચિંતા કરવાને બદલે ચાલો, આવતી કાલનું ઘડતર કરીએ. - સ્ટીવ જોબ્સ, એપલ ટેકનોલોજી એક ઉપયોગી નોકર છે, પણ બહુ જોખમી માલિક છે. - ક્રિશ્ચન લોસ લેંગ ટેક્નોલોજી ફક્ત એક સાધન છે. બાળકોને એકઠાં કરવાં અને એ બધાં એક થઈને કશુંક કરે એ માટે પ્રોત્સાહિત કરવા માટે તો શિક્ષકની ભૂમિકા...

વર્ડસ્પાર્ક

મુંબઈના એક વાચકમિત્ર શ્રી રાજેશભાઈ શાહે વોટ્સએપમાં આ મેસેજ ફોરવર્ડ કર્યો છે, જે શાંતિથી વાંચવા જેવો છે : "હમણાં મારે મારા એક વડીલ કાકા સાથે બેન્કમાં જવાનું થયું. એમણે કોઈને રૂપિયા મોકલવાના હતા. અમે એક નાનકડા ગામમાં બેન્કની નાની એવી શાખામાં લગભગ એક કલાક સુધી આ માટે મથામણ કરી. મારાથી રહેવાયું નહીં એટલે મેં કાકાને કહ્યું, "કાકા, તમે ઇન્ટરનેટ બેન્કિંગ કેમ એક્ટિવેટ કરાવી લેતા નથી? વડીલે સામો સવાલ કર્યો, "એનાથી શું થશે? મેં કહ્યું, "કેમ, તમારે રૂપિયા ટ્રાન્સફર કરવા જેવી નજીવી વાત માટે બેન્કમાં કલાક વેડફવો નહીં પડે. તમે...

વર્ડસ્પાર્ક

લોકોને ઉપયોગી એવા એક સાધનની નવી ડિઝાઇન વિક્સાવવા માટે એક સ્પર્ધા યોજાઈ. સ્પર્ધા હેઠળ પૂરા એક લાખ રૂપિયાનું ઇનામ જીતનારે નીચેની શરતો મુજબ એ સાધનની ડિઝાઇન વિક્સાવવી જરૂરી હતી... સાધન વજનમાં બિલકુલ હળવું હોવું જોઈએ, ફક્ત એક હાથ કે પગથી પણ ચલાવી શકાય તેવું હોવું જોઈએ. કોઈ મહિલા તેના પર એક સાથે ૮ કલાક કામ કરે તોય તેને બહુ મહેનત ન પડે એવું હોવું જોઈએ. તેના પર ૮ કલાક કામ કરવામાં આવે તો અમુક નિશ્ચિત ઉત્પાદન મળવું જોઈએ. સાધન એ રીતે ડિઝાઇન થયેલું હોવું...

વર્ડસ્પાર્ક

ટેક્નોલોજી જગતની મહારથી કંપનીઓના મહારથીઓના વિચારો... "તમારા કામને પ્રેમ કરો, પણ ક્યારેક તમારી કંપનીના પ્રેમમાં પડશો નહીં કારણે કંપની ક્યારે તમને પ્રેમ કરવાનું છોડી દેશે એ તમને ક્યારેય ખબર પડશે નહીં. - નારાયણ મૂર્તિ, ઇન્ફોસિસ "જ્યારે આપણું મગજ બિલકુલ મુક્ત બને ત્યારે આપણે સહેલાને બદલે સાચો રસ્તો પસંદ કરી શકીએ. - સુબ્રતો બાગચી, માઇન્ડ ટ્રી     "તમને જ્યારે કોઈ રસ્તો સૂઝનો ન હોય ત્યારે એક ધીમો અવાજ તમને રસ્તો સૂચવતોય હોય છે. જો તમે એ અવાજ સાંભળો, તો તમે જાતમાં વિશ્વાસ મૂકતાં શીખી જશો. - અઝીમ પ્રેમજી, વીપ્રો "મારું ઘડતર એક જ...

વર્ડસ્પાર્ક

ગયા મહિને, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદના એન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેમણે ૨૦૩૦ સુધીમાં વિશ્વના દેશો કેવા હોવા જોઈએ તેનું ચિત્ર રજૂ કર્યું હતું : એવું વિશ્વ, જેમાં ગામડાં અને શહેરો, અમીરો અને ગરીબો, વિકસિત અને વિકાસશીલ વચ્ચેનું અંતર ઘટ્યું હોય. એવું વિશ્વ, જેમાં ઊર્જા અને ગુણવત્તાપૂર્ણ પાણીની સમાન વહેંચણી હોય અને એ સૌને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય. એવું વિશ્વ, જેમાં દરેક દેશોની ચોક્કસ ક્ષમતા નિશ્ચિત હોય. જુદા જુદા દેશોની અલગ અલગ ક્ષેત્રોમાંની ક્ષમતાને એકમેકની પૂરક બનાવીને સમગ્ર વિશ્વના...

વર્ડસ્પાર્ક

વર્તમાન કેન્દ્ર સરકારે એક વર્ષ પૂરું કર્યું. ભારતીય સંસદની ઇમારતમાં સુશાસન અને સારા શાસકો વિશે કેટલાંક સુવાક્યો અંકિત છે, જે આપણે આશા રાખીએ કે અહીં એક વર્ષથી હાજરી આપી રહેલા આપણા નવા પ્રતિનિધિઓએ જરુર વાંચ્યાં હશે! દ્વાર ખોલી નાખો, લોકોના હિતની કરાવી દો ઝાંખી, જેથી અહીં પ્રાપ્ત થઈ જાય સાર્વભૌમ પ્રભુતા. (મુખ્ય દ્વાર પર, મૂળ સંસ્કૃતમાં) ખુદાએ આજ સુધી એ કોમની હાલત બદલી નથી, જેને પોતાની હાલત બદલવાની પરવા જ ન હોય. (સેન્ટ્રલ હોલના ગુંબજ પર, મૂળ અરબીમાં) પોતાના માટે, પોતાના વિશે વિચારવું એ સંકુચિત વિચાર છે. ઉદાર આશયો માટે અખિલ વિશ્વ પરિવાર છે. (કેન્દ્રીય...

વર્ડસ્પાર્ક

આજે વાચન વિશે થોડું, શ્રી પુરુષોત્તમ ગ. માવળંકરની કલમે...  માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે, પણ તેથી કંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. વિચાર કરવામાં વાચન સહાયક નીવડે છે. પણ વિચારશીલ માણસ માટે વાચન અનિવાર્ય જ છે, એવું યે નથી. અનેક સ્ત્રી-પુરુષો વાંચી નથી શકતાં, છતાં તેઓ વિચારી તો શકે જ છે. વાચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતી વધે છે, જીવન વિશેની આપણી સમજણને વાચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય છે, એ વિશેનું અનુભવામૃત આપણે વાચન દ્વારા પામીએ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.