આગળ શું વાંચશો?
- ક્યાંથી આવ્યો આ શબ્દ – સાયબર ટેરરિઝમ
- સૌથી મોટાં બે હથિયાર : કમ્પ્યુટર અને ઇન્ટરનેટ
- સાયબર એટેકના પ્રકારો
- સાયબર ટેરરિઝમનો ઈતિહાસ
- કઈ રીતે કરે છે સાયબર એટેક? ત્રણ મેથડ
- સાયબર ટેરરિઝમના મુખ્ય ટૂલ્સ
- કેટલા સક્ષમ છીએ આપણે?
સાયબર ટેરરિઝમ
‘સાયબર ટેરરિઝમ’ શબ્દ તમે અવારનવાર છાપાં, મેગેઝિનમાં વાંચ્યો કે ટીવી કે સેમિનારમાં સાંભળ્યો હશે. વૈશ્વિક દૃષ્ટિએ ચિંતાનો વિષય બની ગયેલા આ શબ્દ વિષે કોઈ ચોક્કસ વ્યાખ્યા તો નથી, પરંતુ સમજવા માટે સરળ ભાષામાં કહીએ તો જ્યારે ઇન્ટરનેટ, પર્સનલ કમ્પ્યુટર અને અન્ય ટુલ્સ કે ટેક્નોલોજી દ્વારા કોઈ ચોક્કસ હેતુ માટે સામાજિક કે આર્થિક નુકસાન કરી આતંકવાદ ફેલાવવામાં આવે ત્યારે તેને ‘સાયબર ટેરરિઝમ’ કહેવાય છે.
સાયબર ટેરરિઝમ શું છે તે પ્રશ્ન તમે ૧૦ લોકોને પૂછશો તો બની શકે તમને ૯ અલગ અલગ જવાબો મળે. આ જ સવાલ કોઈ કમ્પ્યુટર સિક્યોરિટી એક્સપર્ટને પૂછશો તો ત્યારે તેની સાચી વ્યાખ્યા (કદાચ અલગ શબ્દોમાં) અને તેની ગંભીરતાનો ખ્યાલ આવી શકે. વધુમાં જો તમને રસ જાગે અને ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો જાણવા મળશે કે અલગ અલગ દેશોમાં ગવર્મેન્ટ એજન્સીઓ અને જાસૂસી સંસ્થાઓ માટે પડકારરૂપ સાયબર ટેરરિઝમથી રાષ્ટ્રીય સંપત્તિને અને દેશની સુરક્ષાને કેટલો મોટો ખતરો હોઈ શકે.