“આકાશમાં સાંજે આઇએસએસનાં દર્શન થયાં ત્યારે આખું ગામ કીકીયારીથી જાણે ગુંજી ઊઠ્યું…
છેલ્લા ઘણા સમયથી અમુક યા તમુક કારણોસર વાતર્લિાપ થઈ શક્યો નથી… પણ માર્ચ ૨૦૧૫નો અંક વાંચ્યા પછી રહી શકાયું નહીં. છેલ્લા ઘણા સમયથી ‘સાયબરસફર’ પર એક્સક્લુઝિવ લેખ વાંચવામાં આવ્યો નહોતો, અલબત લેખ ખૂબ જ સારા હતા, પણ ગતાંકમાં “અગાશીએથી અવકાશદર્શનનો લેખ વાંચી ખરેખર રૂવાંડા બેઠાં થયાં!