ટેક્નોલોજીથી આપણું જીવન સહેલું થવું જોઈએ, પણ ઘણી વાર થાય છે તેનાથી ઉલટું! જીવનની મનગમતી ક્ષણોને હંમેશા માટે સાચવી રાખવાનું કામ સ્માર્ટફોન થકી કેમેરા હંમેશા હાથવગા બનતાં તદ્દન સહેલું બન્યું, પરંતુ એ જ કારણે આપણે લીધેલા ફોટોગ્રાફ્સની સંખ્યા એટલી બધી વધી પડી કે તેમને મેનેજ કરવાનું મુશ્કેલ બની ગયું. ભવિષ્યમાં જોવાની મજા પડશે એવો વિચાર કરીને જે ફોટોગ્રાફ્સ લીધા હોય, એ જોઈએ ત્યારે મળી જ ન શકે તો શા કામના?