વીઆર કેમેરાથી માંડીને પવનઊર્જા તરફ…

એપલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક અને ગૂગલ જેવી મહાકાય ટેક કંપનીઓ અનેક રીતે આપણા જીવન પર અસર કરી રહી છે. અહીં આપણે ગૂગલમાંથી સર્જાયેલી આલ્ફાબેટ કંપનીના, એ - ટુ - ઝેડ આલ્ફાબેટમાં પથરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને સર્વિસીઝની માહિતી મેળવી રહ્યા છીએ...

x
Bookmark

આગળ શું વાંચશો?

  • જમ્પ
  • કીપ
  • લૂન
  • મેપ્સ
  • માય બિઝનેસ
  • મકાની
  • નેક્સસ
  • ન્યૂઝ
  • નાઉ

 જમ્પ

આપણા માટે લગભગ અજાણ્યું એવું ગૂગલનું વધુ એક પાસું. ગૂગલે આ વર્ષે મે મહિનામાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી. સપ્ટેમ્બર ૨૦૧૫ અંકમાં આપણે જાયન્ટ ટેક કંપનીઓ વર્ચ્યુઅલ રીયાલિટી ક્ષેત્રે કેવી હરણફાળ ભરી રહી છે એની વાત કરી હતી.

વીઆરની મોટી તકલીફ એ છે કે આ ટેક્નોલોજી વિક્સાવવા માટે મોટી મોટી કંપનીઓ મથી રહી છે, પણ એની મજા માણવા કે આ ટેક્નોલોજીની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકાય એવું કન્ટેન્ટ ક્યાંથી લાવવું? યુટ્યૂબની અપાર લોકપ્રિયતાનાં મૂળ વીડિયો તૈયાર કરવાની ટેક્નોલોજીમાં નથી, પણ અસંખ્ય લોકોએ તૈયાર કરેલા વીડિયોમાં અને તેને એક પ્લેટફોર્મ પર મૂકવાની ક્ષમતામાં છે.

ગૂગલ વર્ચ્યુઅલ રીયલ ક્ન્ટેન્ટ લોકો પોતે સર્જી શકે તેવી વેતરણમાં છે. તેણે ગોપ્રો નામની એક કંપની સાથે મળીને, ‘જમ્પ’ નામે એક ખાસ પ્રકારની ‘કેમેરા રીગ’ (એકથી વધુ કેમેરાની ગોઠવણ) વિકસાવી છે. ૧૬ કેમેરાની બનેલી આ રીગથી ૩૬૦ ડીગ્રીની ફોટોગ્રાફી કરી શકાય છે. ‘જમ્પ’ પ્રોજેક્ટમાં આ કેમેરાથી ફોટોગ્રાફી ઉપરાંત, તેનાથી જે ફૂટેજ એકઠું થાય તેને યોગ્ય રીતે, આપોઆપ એકમેક સાથે જોડવાનું કામ કરતું સોફ્ટવેર અને આ રીતે તૈયાર થયેલા વર્ચ્યુઅલ રીયલ કન્ટેન્ટને જોવા માટેના પ્લેયરનો પણ સમાવેશ છે.

આ પ્લેયર એટલે યુટ્યૂબ! ગૂગલે વર્ચ્યુઅલ રીયલ કન્ટેન્ટ પ્લે કરવા માટે કોઈ નવું પ્લેયર વિક્સાવવાને બદલે યુટ્યૂબનો જ ઉપયોગ કર્યો છે. લોકોએ સર્જેલા આવા વીઆર વીડિયો યુટ્યૂબ પર ઉપલબ્ધ થશે, અલબત્ત તેને જોવા માટે ખાસ પ્રકારનો હેડસેટ જોઈશે. આપણે આ સીરિઝમાં અગાઉ જાણ્યું હતું તેમ લોકો તદ્દન નજીવા ખર્ચે, કાર્ડબોર્ડમાંથી વીઆર હેડસેટ બનાવી શકે છે, તેના બીજા છેડે સ્માર્ટફોન મૂકી, તેમાં ગૂગલ કાર્ડબોર્ડ એપ ઇન્સ્ટોલ કરી, યુટ્યૂબની એપમાં વીઆર વીડિયો ચલાવીને વર્ચ્યુઅલ રીયાલિટીનો આનંદ માણી શકશે!

www.google.com/get/cardboard/jump/

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here