સ્ક્રીન પર આંગળીના હળવા લસરકા કરતાં સ્ક્રીન પર ટાઇપ થવા લાગે તો? તો તો પછી કહેવું જ શું?
હમણાં ગૂગલે આવી એક સુવિધા આપી છે. ગૂગલ હેન્ડરાઇટિંગ ઇનપૂટ ટૂલ. આમ તો સ્માર્ટફોન પર ટચ કરીને લખી શકાય તેવી પેન પણ મળે છે. જેને સ્ટાઇલસ પેન કહેવામાં આવે છે. અમૂક કંપનીના મોબાઇલમાં તો સાથે જ પેન આવે છે. ગૂગલના હેન્ડરાઇટિંગ ટૂલની મદદથી, આવી પેન વિના પણ સ્ક્રીન પર હાથે લખીને લખાણ ટાઇપ કરી શકાય છે. જે ભાષામાં સ્ટાન્ડર્ડ કીબોર્ડથી લખવું મુશ્કેલ હોય તેને માટે આ સુવિધા ઉપયોગી છે.