પ્રશ્ન લખી મોકલનારઃ અભિષેક જોશી, અમરેલી
સામાન્ય રીતે કંઈ પણ નવું શીખવા માટે સારા શિક્ષકની મદદ જરૂરી છે, પણ ઇન્ટરનેટને કારણે કોઈ પણ વિષયની પ્રાથમિક માહિતી મેળવવી હવે ઘણી સરળ બની ગઈ છે. તમારા શહેરમાં એચટીએમએલ કોડિંગ શીખવતા કોઈ સારા કોચિંગ ક્લાસમાં જોડાઈને તમે એ શીખી શકો છો, પણ તેની પહેલાં અથવા તો સાથોસાથ એચટીએમએલની સારી એવી જાણકારી મેળવી લેવી હોય તો ઇન્ટરનેટ પર ઘણી વેબસાઇટ્સ મદદરૂપ થઈ શકે છે.