રોજબરોજના જીવનની તણાવભરી સ્થિતિ અને ઉકળાટભર્યા વાતાવરણમાં રાત્રે શાંત ઊંઘ માણવી હોય તો મંદ મધુર સંગીત ઘણું મદદરુપ થઈ શકે.
પણ એમાં એક તકલીફ હોય છે. આપણે આપણી પસંદગીનાં ગીતો કે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકની સરસ સીડી તૈયાર કરી હોય પણ મ્યુઝિક પ્લેયરમાં એ મૂકીને ઊંઘી જઈએ તો આખી રાત પ્લેયર ચાલુ રહે (અને ક્યારેક તો સીડી પૂરી થયા પછી તેમાં જુદા જુદા અવાજ પણ આવે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડે)! એમ થવા ન દેવું હોય તો સીડી પૂરી થાય કે ઊંઘ આવવા લાગે એ સાથે સીડી પ્લેયર બંધ કરવાનું વિચારીએ તો એ ઉચાટ સંગીત અને ઊંઘ બંનેેની મજા બગાડે.
સ્માર્ટફોને આપણા ફેવરિટ મ્યુઝિક પ્લેયરનું સ્થાન લીધા પછી આ સ્થિતિ થોડી બદલાઈ છે.