નવું વર્ષ હંમેશા નવા વિચારો અને નવો ઉત્સાહ લઈને આવતું હોય છે.
આ વખતની કવરસ્ટોરી એ દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. સામાન્ય રીતે જે સફળ થાય, ટોચ પર પહોંચી જાય, એમાં કોઈ પ્રકારના ફેરફાર કરવાનું જોખમ કોઈ ઊઠાવતું નથી. બોલિવૂડ કે ક્રિકેટ બધએ એક સરખી ફોર્મ્યુલા પકડી રાખવાનો મહિમા છે.ગૂગલે જીમેઇલને ટોચ પર પહોંચાડ્યા પછી તેમાં ધરમૂળથી પરિવર્તન કરવાનું જોખમ લીધું છે (અલબત્ત, જૂના જીમેઇલને જાળવી રાખીને જોખમ લગભગ નાબૂદ કર્યું છે!). આપણે ઇનબોક્સનો ઉપયોગ કરીએ કે ન કરીએ, ઘરેડમાં ચાલવાના બદલે, કંઈક જુદું, કોઈએ વિચાર્યું ન હોય એવું કરવાનો આમાંથી બોધપાઠ જરુર લેવા જેવો છે.