ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રે વિશ્વસ્તરે ભારતનો દબદબો છે. ભારતીય આઇટી કંપનીઓએ આખી દુનિયામાં પોતાની ધાક જમાવી છે અને દુનિયાની મહાકાય ટેક કંપનીઓમાં પણ ટોચના સ્થાને ભારતીયો જોવા મળે છે. તેમ છતાં, ભારતની ‘સરકારી’ વેબસાઇટ્સ જોઈએ તો ભારતની બિલકુલ જુદી જ છાપ ઉપસે!