ભાષાનાં ઘટતાં અંતર

x
Bookmark

ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપની ભાષાંતર ક્ષેત્રે નવીન શોધો થકી, દુનિયાના અલગ અલગ  ભાષા બોલતા લોકોને પરસ્પરની નજીક લાવી રહી છે. હવે સમય આવી પહોંચ્યો છે, ઇન્સ્ટન્ટ ઓટોમેટિક ટ્રાન્સલેશનનો!

ગયા વર્ષે, જૂન મહિનામાં આપણે એક ખાસ પ્રકારની એપ વિશે વાત કરી ત્યારે લખ્યું હતું કે આપણને તેનો તરત લાભ મળવાનો નથી, હવે એ સમય આવી ગયો છે, અલબત્ત પૂરેપૂરો નહીં

વાત એમ છે કે ગયા જૂન મહિનાની આસપાસ ગૂગલે ક્વેસ્ટ વિઝ્યુઅલ્સ નામની એક કંપની ખરીદી હતી. આ કંપનીએ વર્લ્ડ લેન્સ નામની એક મોબાઇલ એપ વિક્સાવી હતી. એ પેઇડ એપ હતી, પણ ગૂગલે કંપની ખરીદ્યા પછી આ એપને થોડો સમય યથાવત સ્વ‚રૂપે અને નામે સૌને મફતમાં ડાઉનલોડ કરવા દીધી. પછી તેની ટેકનોલોજીને ગૂગલ ટ્રાન્સલેટ એપમાં સમાવી લીધી, જે ફ્રી જ છે.

ગૂગલે મેળવેલી આ નવી ટેક્નોલોજીની ખૂબી એ હતી કે તેમાં આપણે ફ્રાન્સ ગયા હોઈએ અને કોઈ હોટેલમાં મેનુ જોતા હોઈએ કે રસ્તા પર ફ્રેન્ચ ભાષામાં લખેલું સાઇન બોર્ડ સમજવું હોય તો સ્માર્ટફોનમાં આ એપ ચાલુ કરી, કેમેરાના આઇકન પર ક્લિક કરી, પેલા ફ્રેન્ચ લખાણનો ફોટોગ્રાફ લઈએ એટલે તરત જ, એ લખાણ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થઈને, લગભગ યથાવત દેખાવ સાથે જ આપણને જોવા મળે!

ગૂગલે શ‚રૂઆત કરી ત્યારે ૭ ભાષાઓ સાથે શરૂ‚આત કરી હતી, હવે તેમાં નવી સુવિધાઓ ઉમેરાઈ છે અને ગયા મહિને તેમાં બીજી ૨૦ ભાષા પણ ઉમેરાઈ છે. આ ૨૭ ભાષાઓમાં ગુજરાતી છે અને નથી!

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here