ડીગ્રી મેળવવા માટે હજી પણ કોલેજમાં એડમિશન લીધા વિના છૂટકો નથી, પણ જ્ઞાન વિસ્તારવું હોય તો ઓનલાઇન એજ્યુકેશનથી અનેક મફત સ્રોત વિકસી રહ્યા છે. જાણો બદલાતા શિક્ષણની તરેહ, એક રસપ્રદ ઇન્ફોગ્રાફિકમાં.
ઇન્ટરનેટના લીધે શિક્ષણક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે. વિશ્વના કોઈ પણ ખૂણાની યુનિવર્સિટીમાં એડમિશન મેળવીને ડીગ્રી મેળવવી હોય કે પછી ઘેરબેઠાં, ફ્રી ઓનલાઇન ક્રોર્સની મદદથી કોઈ પણ વિષયમાં ઊંડા ઊતરવું હોય, તમામ પ્રકારની માહિતી હવે ઇન્ટરનેટ પર સૌ કૌઈ માટે સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે.
આ સંદર્ભમાં, ઇન્ટરનેટથી શિક્ષણમાં કેવી ક્રાંતિ આવી રહી છે, તે સમજાવતા http://www.onlineeducation.net/ નામની એક વેબસાઇટે તૈયાર કરેલા ઇન્ફોગ્રાફિક પર એક નજર નાખવા જેવી છે. આ ઇન્ફોગ્રાફિકનું ફોકસ અમેરિકા પર છે, પણ તેનાથી શિક્ષણનો પ્રવાહ કઈ તરફ છે તેનો અંદાજ મળી શકે છે :