સામાન્ય રીતે ‘સાયબરસફર’નું ફોકસ હંમેશા એવી માહિતી પર હોય છે, જેના પર તમે તરત ને તરત અમલ કરી શકો, પછી વાત ઘેરબેઠાં કાંકરિયા પર પેરાગ્લાઇડિંગની મજા માણવાની હોય કે દુનિયાનાં અનોખાં સ્થળોના અનન્ય એરિયલ પેનોરમા જોવાની હોય કે જીમેઇલની ખૂબીઓ સમજવાની હોય કે પછી ટુ-ડુ લિસ્ટનો ઉપયોગ શરૂ કરવાની વાત હોય – દરેકમાં તરત, અબઘડી અમલ પર ભાર હોય છે.