વોટ્સએપની નવી હરીફ
એક તરફ ટેલિકોમ કંપનીઓ, ઇન્ટરનેટની મદદથી યુઝર્સને બિલકુલ મફતમાં મેસેજિંગ અને કોલિંગની સગવડ આપતી વોટ્સએપ અને સ્કાઇપ જેવી ‘ઓવર ધ ટોપ’ સર્વિસીઝથી નારાજ છે, તો બીજી તરફ આ જ કંપનીઓ મોડેમોડેથી પોતે પણ આવી એપ ડેવલપ કરી રહી છે. ભારતમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગના ક્ષેત્રે ચાઇનીઝ સહિત વિદેશની કંપનીઓનું રાજ રહ્યું છે, પણ ભારતીય કંપની હાઇક ધીમે ધીમે જોર પકડી રહી છે અને હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમે પણ જિયો ચેટ નામે એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને કોલિંગ એપ લોન્ચ કરી છે.