પરિવારના કોઈ સ્વજનનું આકસ્મિક મૃત્યુ આમેય આંચકાજનક અને દુ:ખદ હોય, તેમાં તેમના વિવિધ ઓનલાઇન એકાઉન્ટને સંભાળવાની જવાબદારી કુટુંબીઓ માટે બહુ મુશ્કેલ બની જાય. ફેસબુક પર આ કામ થોડું સહેલું બનશે.
જીવન અનિશ્ચિત છે, ક્યારેય પણ કોઈપણ વ્યક્તિ સાથે કંઈ પણ થઈ શકે છે. કોઈ વ્યક્તિનું અણધાર્યું અવસાન થાય ત્યારે પરિવારના સ્વજનો માટે તે વ્યક્તિની ડિજિટલ લાઇફ મેનેજ કરવી મુશ્કેલ બની જાય છે. એ વ્યક્તિના એકાઉન્ટના પાસવર્ડ જ ખબર ન હોય તો કરવું શું?