ચોમાસામાં મસ્ત મજાનો વરસાદ વરસવાનો શરૂ થયો હોય એ આપણે ઓફિસેથી કે શાકભાજી લઈને ઘેર પાછા ફરી રહ્યા હોઈએ તો પછી વરસાદમાં એ…ઇને મોજથી પલળતાં ફક્ત એક જ ચીજ આપણને રોકી શકે – ના, છત્રી નહીં, આપણો મોબાઇલ! આજે વરસાદ નહીં પડે એવી હવામા ખાતાની આગાહી પર વિશ્વાસ રાખીને આપણે પ્લાસ્ટિક બેગની વ્યવસ્થા રાખ્યા વિના બહાર નીકળ્યા હોઈએ તો ફોનને પાણીથી બચાવવાની પહેલી ચિંતા રહે.
