તમે કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ સેવ કરી હતી, પણ પછી એ ક્યાંક ગાયબ થઈ ગઈ! હકીકતમાં તો આપણે એ ક્યાં સેવ કરી એ ભૂલાઈ ગયું હોય. આવી સ્થિતિ ઊભી થાય ત્યારે, કમ્પ્યુટરની અંદર સર્ચ કરવાની કેટલીક રીત જાણી રાખવા જેવી છે.
હમણાં એક વાચકમિત્રના પ્રશ્નને, આજના હિસાબ પ્રમાણે બહુ જૂના ગણાય એવા દિવસોની યાદ તાજી કરી દીધી. જ્યારે આપણે સૌ મોટા ભાગે વિન્ડોઝ એક્સપી કે તેથી પણ જૂની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા ત્યારે કમ્પ્યુટરમાં આપણે ક્યાંક સ્ટોર કરેલી અને પછી એ ક્યાંકનું ઠેકાણું ભૂલાઈ ગયું હોય એવી ફાઇલ શોધવાની થતી તો કામ સહેલું નહોતું.