Home Tags Search

Tag: search

ક્રોમમાં ‘ડકડકગો’ સર્ચ એન્જિન ઉમેરો

ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર, ઇન્ટરનેટ પર આપણી જાસૂસીના આધારે ચાલે છે. ઇન્ટરનેટ પર આપણે જે કંઈ જોઇએ, વાંચીએ, ખરીદીએ, શેર કરીએ, લાઇક કરીએ એ બધાની રજે રજેની માહિતી સાચવવામાં આવે છે અને પછી એ મુજબ માત્ર આપણને ટાર્ગેટ કરીને જાહેરાતો બતાવવામાં આવે છે. આપણી આવી જાસૂસી કરવાની મોટી જવાબદારી સંભાળે છે સર્ચ એન્જિન. સર્ચ એન્જિન ઇન્ટરનેટના દરવાજા જેવાં છે. મોટા ભાગે આપણે ત્યાંથી જ ઇન્ટરનેટમાં દાખલ થઈએ છીએ અને જુદી જુદી પ્રવૃત્તિ કરીએ છીએ. ગૂગલ સર્ચ એન્જિન સૌથી વધુ લોકપ્રિય છે અને એટલું જ તે આપણી...

ફક્ત સર્ચ કરીને ઇંગ્લિશ વોકેબ્યુલરી વધારો

રોજ આપણી વિવિધ જરૂરિયાતો માટે ગૂગલને શરણે જઈએ ત્યારે ક્યારેક થોડો સમય ચોરીને, ગૂગલ પાસેથી ઇંગ્લિશ પણ શીખવા જેવું છે - જાણો એ માટેની કેટલીક રસપ્રદ રીતો! ઇંગ્લિશ ભાષા પર ખરેખરું પ્રભુત્વ કેળવવું હોય તો ગૂગલને ઇંગ્લિશ કોચ બનાવી જુઓ. જો ગૂગલનું સર્ચ એન્જિન આપણને દુનિયાની કોઈ પણ બાબત શીખવામાં મદદ કરી શકતું હોય તો આજના સમયની ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ શીખવવામાં એ શા માટે પાછળ રહે? ઇંગ્લિશનું શબ્દભંડોળ વધારવામાં અને ઇંગ્લિશના વિવિધ શબ્દોની ઊંડી સમજ કેળવવામાં ગૂગલ સર્ચ આપણને વિવિધ રીતે મદદરૂપ થઇ શકે છે. અહીં આવા...

ગૂગલ તો સ્માર્ટ છે, તમે એનો સ્માર્ટ રીતે ઉપયોગ કરો છો?

સ્માર્ટફોનમાંની ગૂગલ એપ અને ગૂગલ આસિસ્ટન્ટ આપણી ઘણા પ્રશ્નના ઉકેલ, બીજાં કોઈ વેબપેજ પર મોકલવાને બદલે, સીધા સર્ચ રીઝલ્ટ પેજ પર જ આપી દે છે. જાણો આવી સંખ્યાબંધ બાબતો. છેલ્લાં કેટલાંય વર્ષોથી ગૂગલના સર્ચ એન્જિનમાં સતત નોંધપાત્ર ફેરફારો થતા રહ્યા છે. અગાઉ માત્ર શબ્દો પકડીને ગૂગલ જુદાં જુદાં વેબપેજ સર્ચ કરી આપતું હતું, પણ હવે તેની ‘સમજ’ જબરજસ્ત વિકસી છે અને સ્માર્ટફોનને પરિણામે આખી વાતમાં નવાં જ પરિમાણો ઉમેરાયાં છે. ગૂગલની અનેક સર્વિસીઝ હવે સ્માર્ટફોનના હોમ સ્ક્રીન પર રહેલા સર્ચ બોક્સ અને તેમાંના ગૂગલ આસિસ્ટન્ટ...

ફેવરિટ રેસ્ટોરાંમાં અત્યારે કેટલી ભીડ હશે?

રવિવારી સાંજે તમે કોઈ પણ રેસ્ટોરાંમાં જાઓ, એ ભરચક હોય અને રાહ જોતા ઊભા રહેવાની તૈયારી રાખવી જ પડે. હવે એવું બનશે કે તમે સ્માર્ટફોનમાં તમારી ફેવરિટ રેસ્ટોરાં સર્ચ કરો અને જે તે ક્ષણે ત્યાં કેટલીક ભીડ છે, એ લાઇવ જાણી શકશો! નવાઈ લાગી? ગૂગલની ‘માય બિઝનેસ’ સર્વિસને પ્રતાપે, આપણે ગૂગલમાં કોઈ પણ બિઝનેસ વિશે સર્ચ કરીએ ત્યારે સ્માર્ટફોનમાં એ બિઝનેસના એડ્રેસ ઉપરાંત, ત્યાં પહોંચવા માટે ડિરેક્શન, નક્શા પર તેનું સ્થાન, વેબસાઇટ, ફોનની લિંક, ફોટોગ્રાફ્સ, યૂઝર્સના રીવ્યૂ વગેરે ઘણું જોઈ શકાય છે. ગયા વર્ષે, ગૂગલે આ...

કમ્પ્યુટરની અંદર સર્ચ

તમે કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ સેવ કરી હતી, પણ પછી એ ક્યાંક ગાયબ થઈ ગઈ! હકીકતમાં તો આપણે એ ક્યાં સેવ કરી એ ભૂલાઈ ગયું હોય. આવી સ્થિતિ ઊભી થાય ત્યારે, કમ્પ્યુટરની અંદર સર્ચ કરવાની કેટલીક રીત જાણી રાખવા જેવી છે. હમણાં એક વાચકમિત્રના પ્રશ્નને, આજના હિસાબ પ્રમાણે બહુ જૂના ગણાય એવા દિવસોની યાદ તાજી કરી દીધી. જ્યારે આપણે સૌ મોટા ભાગે વિન્ડોઝ એક્સપી કે તેથી પણ જૂની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા ત્યારે કમ્પ્યુટરમાં આપણે ક્યાંક સ્ટોર કરેલી અને પછી એ ક્યાંકનું ઠેકાણું ભૂલાઈ ગયું હોય...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.