સ્માર્ટફોનની વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સ પર વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનો દબદબો વધી રહ્યો છે. એપલની સિરી, ગૂગલી નાઉ અને વિન્ડોઝની કોર્ટના સર્વિસમાં, આપણી જરૂરિયાતો પારખી લેવાની રીતસર હરીફાઇ મચી છે. સિરી અને નાઉનો ઘણા સમયથી ભારતીય યૂઝર્સને લાભ મળી રહ્યો છે, પણ કોર્ટના માટે વિન્ડોઝ ફોન યૂઝર્સે રાહ જોવી પડી છે.