અંગ્રેજી ભાષામાં, દૂરગામી અસર બતાવવા માટે એક સરસ શબ્દપ્રયોગ છે – બટરફ્લાય ઇફેક્ટ. એનો ભાવાર્થ એવો છે કે કોઈ સ્થળે કોઈ પતંગિયું પોતાની પાંખો ફફડાવે, તો તેની અસરથી લાંબા ગાળે, કોઈ દૂરના સ્થળે વાવાઝોડું આવી શકે છે! આ વાત સાચી માનીએ કે નહીં, બેન્કિંગ ક્ષેત્રમાં આવી બટરફ્લાય ઇફેક્ટનો તબક્કો શરૂ થયો હોય એવું લાગે છે.