fbpx

ફિશિંગ એટેકનાં બે ઉદાહરણ

By Himanshu Kikani

3

એક સજાગ વાચકમિત્રે મોકલાવેલા ઈ-મેઇલનાં બે ઉદાહરણ સ્પષ્ટ બતાવે છે કે આપણી માહિતી ચોરવા માટેના આ પ્રયાસ બહુ સહેલાઈથી પારખી શકાય છે, ફક્ત થોડી સાવધાની રાખવાની જરૂર જ હોય છે.

આગળ શું વાંચશો?

  • ‘યાહૂ’નો મેઇલ
  • ‘આઇડીબીઆઇ’નો મેઇલ
  • સવાલ થોડી સજાગતાનો

‘સાયબરસફર’ના એક વાચકમિત્ર, શ્રી કુલીનભાઈ દેસાઈને તેમના ઈ-મેઇલ આઇડી પર એક મેઇલ મળ્યો.

મેઇલમાં ‘ફ્રોમ’માં લખવામાં આવ્યું હતું યાહૂ અને સબ્જેક્ટમાં ૧૩.૦૮.૨૦૧૫ એવી તારીખ હતી. મેઇલમાં લખવામાં આવ્યું હતું કે તમારા મેઇલબોક્સની ૧ જીબીની સ્ટોરેજ લીમિટ પૂરી થઈ ગઈ છે અને તમે તમારું મેઇલ બોક્સ રીવેલિટેડ નહીં કરો ત્યાં સુધી તમે કોઈને નવા મેસેજ મોકલી શકો નહીં કે કોઈના મેસેજ મેળવી શકશો નહીં.

આ લખાણ સાથે મેઇલબોક્સ રીન્યુ કરવા માટે અપડેટ નાઉની લિંક પણ આપવામાં આવી હતી.

કુલીનભાઈ સજાગ હતા એટલે એમને ખ્યાલ આવી ગયો કે આ મેઇલમાં કંઈક ગરબડ છે. વિગતો તપાસવા તેમણે પેલી લિંક પર ક્લિક કર્યું. જે પેજ ખૂલ્યું એ યાહૂ મેઇલના સાઇન-ઇન પેજ જેવું જ હતું અને તેમાં તેમનું મેઇલ એડ્રેસ અને પાસવર્ડ પૂછવામાં આવ્યાં. કુલીનભાઈ અહીં અટકી ગયા, કેમ કે તેમને સ્પષ્ટ થઈ ગયું કે આ બનાવટી મેઇલ હતો અને તેમનું એકાઉન્ટ હેક કરવા માટેનો એક પ્રયાસ હતો.

એ પછી, કુલીનભાઈને ‘આઇડીબીઆઇ બેન્ક તરફથી’ બીજો પણ એક મેઇલ આવ્યો જેમાં તેમના બેન્ક ખાતાની વિગતો પૂછવામાં આવી હતી. તેમનું એ બેન્કમાં ખાતું જ નહોતું!

કુલીનભાઈએ, ‘સાયબરસફર’ના અન્ય વાચકોને ઉપયોગી થાય એ માટે બંને મેઇલ ‘સાયબરસફર’ના તંત્રીને ફોરવર્ડ કર્યા.

આપણે બંને મેઇલનું પોસ્ટમોર્ટમ કરીએ.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!