આખી દુનિયા સ્માર્ટફોનથી કોન્ટેક્ટલેસ પેમેન્ટના મામલે ઘણી આગળ વધી ગઈ છે, ત્યારે આપણે પણ હવે અગ્રણી બેન્ક્સ દ્વારા કોન્ટેક્ટલેસ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની શરુઆત સાથે એ દિશામાં કદમ માંડ્યા છે
આગળ શું વાંચશો
- સ્માર્ટફોનમાં એનએફસીથી પેમેન્ટ સિસ્ટમ
હવે ટૂંક સમયમાં, આપણે પોતાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડને મશીનમાં સ્વાઇપ કર્યા વિના, ફક્ત તેને મશીનની નજીક લઈ જઈને કે મશીન પર કાર્ડથી ટકોરા મારીને નાણાંની ચૂકવણી કરી શકીશું! ગયા મહિને, ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કોન્ટેક્ટલેસ, નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન (એનએફસી) ટેક્નોલોજીથી ચાલતાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યાં.