કોઈ વાહનના ડિઝલ એન્જિન કે હવે ભૂલાવા લાગેલાં ભકછૂક ભકછૂક રેલવે સ્ટીમ એન્જિન કે જેટલ પ્લેના એન્જિનમાં એવી તે શી કરામત હોય છે કે તે મહાકાય વાહનોને આગળ વધવાની જબરજસ્ત ઊર્જા પૂરી પાડે છે? ઓટોમોબાઇલ એન્જિનીયરિંગ તમારા અભ્યાસનો વિષય હોય કે ન હોય, વિવિધ પ્રકારનાં એન્જિન્સની...
કમ્પ્યુટર પર જુદી જુદી અનેક જાતની ગણતરીઓ કરવા માટેનો સૌથી સારો પ્રોગ્રામ એટલે એક્સેલ. એક્સેલ ઉપરાંત ઓપન ઓફિસ, લાઇબર ઓફિસ, કિંગસોફ્ટ ઓફિસ, ગૂગલ શીટ વગેરે મફત કે પ્રમાણમાં સસ્તા અન્ય સ્પ્રેડશીપ પ્રોગ્રામ પણ છે, પરંતુ ગણતરી માટે આપણો એક્સેલ સાથે પ્રેમભર્યો નાતો બંધાઈ ગયો...
વિન્ડોઝમાં કોઈ ને કોઈ પ્રોગ્રામમાં કંઈક સમસ્યા ઊભી થતાં તેને શટ ડાઉનની જરૂર છે એવી નોટિસનો તમે ક્યારેક તો સામનો કર્યો જ હશે. એ સાથે, કંપનીને તેનો એરર રીપોર્ટ મોકલવાનું કે ન મોકલવાનું બટન પણ તમે જોતા હશો. મોટા ભાગે, તમે રીપોર્ટ મોકલવાની જ સલાહ મળી હશે. આમ તો, આવા...
છેલ્લા થોડા સમયથી, ફેસબુકમાં આપણી ફીડ કે ટાઇમલાઇનમાં આવેલા વીડિયો આપોઆપ પ્લે થવા લાગ્યા છે. વીડિયો એડવર્ટાઇઝમેન્ટ આ રીતે ઓટોપ્લે થાય તેમાં જે તે કંપનીને ફાયદો છે, પણ આપણું નુક્સાન છે, ખાસ તો સ્માર્ટફોનમાં ડેટા પ્લાન પર ફેસબુકમાં ફટાફટ નજર ફેરવતા હોઈએ ત્યારે. સદનસીબે,...
ઇન્ટરનેટ પર તમે જરા સતર્ક રહીને બ્રાઉઝિંગ કરતા હશો તો બે બાબતોએ તમારું ધ્યાન ખેંચ્યું હશે : એક, ઘણી વેબસાઇટ ઓપન કરતાં, તેના પર ઉપર કે નીચે, આપણું ધ્યાન ખેંચાય એ રીતે એક નોટિસ આવે છે (જુઓ ઉપરની ઇમેજ). બીજી બાબત જરા વધુ સતર્કતા માગી લે છે. આપણે અમુક વેબસાઇટની પહેલી વાર...
આગળ શું વાંચશો? બેટરી મેનેજમેન્ટ અને એપ સ્ટેન્ડબાય ફાઇલ મેનેજર મેમરી કાર્ડ સપોર્ટ રેમ મેનેજર એપ પરમિશન નાઉ ઓન ટેપ સ્માર્ટ લોક આ દિવાળીએ પહેલો સ્માર્ટફોન કે પછી જૂના કરતાં વધુ સુવિધાવાળો નવો સ્માર્ટફોન ખરીદવાનું તમે વિચાર્યું હોય, પણ કોઈ કારણસર એ ટાર્ગેટ પૂરું ન...
હજી ગયા અંકમાં જ આપણે વાત કરી હતી કે કોઈ અજાણ્યા શહેરમાં જવાનું થાય ત્યારે તેનો નક્શો આપણા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરીને આપણે તેનો ઇન્ટરનેટ કનેક્શન વગર પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારે મર્યાદા એટલી હતી કે સ્માર્ટફોનમાંનો આ ઓફલાઇન નક્શો કાગળના નક્શા જેવું જ કામ આપતો હતો,...
આગળ શું વાંચશો? ગૂગલન્યૂઝ સમાચાર ધ પેપરબોય પ્રેસરીડર આપણી આસપાસની અને આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે એ વિશે સતત માહિતગાર રહેવામાં મદદરૂપ થાય છે અખબાર. ટીવી અને ઇન્ટરનેટના આક્રમણ છતાં હજી પણ અનેક લોકોની સવાર બાલ્કનીમાં કે હિંચકે ચાની ચૂસકી અને અખબાર નજર ફેરવ્યા પછી જ...
ગયા મહિને તમે સ્માર્ટફોન પર ‘હેપ્પી દિવાલી’ કે ‘નૂતન વર્ષાભિનંદન’ના મેસેજ સૌને પાઠવ્યા ત્યારે તેમાં ઇમોજીની છૂટ્ટા હાથે લ્હાણી કરી હતીને? વડીલોને પ્રણામ માટે જોડેલા હાથનું ઇમોજી, મિત્રોને શુભેચ્છા માટેનું ઇમોજી અને નાના હોય એમને આશીર્વાદનું ઇમોજી! એ જ રીતે, આ મહિને...
ફેસબુક પર તમે ફક્ત નજીકના મિત્રો સાથે શેર કરેલી કેટલીક વાતો હવે દુનિયાની કોઈ પણ વ્યક્તિને ફેસબુકના સર્ચ રિઝલ્ટમાં જોવા મળી શકે છે. જો તમને એનાથી કોઈ ફેર ન પડતો હોય તો જુદી વાત છે, પણ જો તમે તમારી પોસ્ટ્સ મિત્રો પૂરતી જ મર્યાદિત રાખવા માગતા હો તો... ફેસબુકમાં...
વર્ષ 1912, એપ્રિલ મહિનાની દસમી તારીખ. સવારના સાડા નવ વાગ્યાથી, ટાઇટેનિક જહાજન પહેલા પ્રવાસમાં જોડાયેલા પ્રવાસીઓએ જહાજ પર ચઢવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે શીપમાં પગ મૂકતાં ખચકાતી એક મહિલા પ્રવાસીને, ટાઇનેટિકના કોઈ અજાણ્યા ખલાસીએ એવું કહ્યું હોવાનું કહેવાય છે કે...
જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમે વોટ્સએપનો ઉપયોગ કરતા જ હશો. વોટ્સએપ એક એવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે કે તેનાથી લોકો એસએમએસ કરવાની આદત જ ભૂલી ગયા છે. વોટ્સએપમાં ઇન્ટરનેટ ડેટા વપરાય, પણ દરેકે દરેક મેસેજે ફોનકંપનીનું બિલ ચઢતું ન હોવાથી આપણને એ મફત જ લાગે. ઉપરાંત,...
તમારા પરિવારમાં નાનાં બાળકો હશે તો તમે ઇચ્છો કે ન ઇચ્છો, તમારા કમ્પ્યુટર અને સ્માર્ટફોનનો કબજો તેમના હાથમાં રહેવાનો જ છે! નવી ટેક્નોલોજીનો એ આપણા કરતાં વધુ ઉપયોગ કરવાનાં છે એટલે એના પરિચયમાં આવે તો એમાં કશું ખોટું નથી, પણ એમને મજા પડે એવી સાઇટ્સ શોધીને આપશો રમત રમતમાં...
તમે કદાચ જાણતા હશો કે વિન્ડોઝ ૧૦ લોન્ચ થયું એ પછી માઇક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે આ વિન્ડોઝનું છેલ્લું વર્ઝન હશે! જેનાં મૂળ ૩૦ વર્ષ પહેલાં, ૧૯૮૫માં છે, તે વિન્ડોઝની આજ સુધીની સફર પર એક નજર નાખવી હોય તો તમને માઇક્રોસોફ્ટટ્રેનિંગ.નેટ નામની એક કંપનીએ બનાવેલું આ...
અમેરિકા અને ચીનની ઇન્ટરનેટ કંપનીઓ એકમેક સાથે બાથ ભીડી રહી છે અને તેમનું રણમેદામ છે ભારત. અમેરિકન ઓનલાઇન શોપિંગ કંપની એમેઝોન ભારતમાં પોતાનું મૂડીરોકાણ સતત વધારી રહી છે, તેની સાથે ચીનની એટલી જ ગંજાવર કંપની અલીબાબાએ, ભારતમાં એમેઝોની હરીફ સ્નેપડીલમાં ૫૦ કરોડ ડોલરું રોકાણ...
ટેક્નોલોજી ટીચરનું સ્થાન લઈ લેશે નહીં, પણ જે ટીચર ટેક્નોલોજીનો ઉપયોગ નથી કરતા એમનું સ્થાન ટેક્નલોજીનો ઉપયોગ કરતા ટીચર જરૂર લઈ લેશે. મોટા પ્રશ્નો ઉકેલવા, એ નાના પ્રશ્નો ઉકેલવા કરતાં સહેલું કામ છે. - સર્ગેઈ બ્રાઇન, ગૂગલ ગઈ કાલે શું બન્યું એની ચિંતા કરવાને બદલે ચાલો,...
‘વોટ્સએપ પર કવરસ્ટોરી? એમાં વળી લખવા જેવું શું છે?’ આ અંકની કવરસ્ટોરી જોઈને તમારો પ્રતિભાવ આવો હોઈ શકે છે. વોટ્સએપ ધીમે ધીમે એટલી કોમન એપ બની ગઈ છે કે હવે સૌ કોઈ સહેલાઈથી તેનો ઉપયોગ કરી લે છે. પરંતુ તેની સરળતાથી જ, આપણા માટે પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને એવા લોકો...
એન્જિન સ્ટાર્ટ કરો, કોકપીટનો દરવાજો લોક કરો, હવે ધીમે ધીમે એન્જિન થ્રોટલ આગળ તરફ લઈ જાઓ, સ્પીડ ૨૦૦થી આગળ જાય એટલે સ્માર્ટફોનને જરા નમાવો... અને તમારું હવે તરી રહ્યું છે હવામાં! તમે પોતે કોઈ પ્લેનના પાઇલટ છો અને તમારે એક ટાપુ પરથી પ્લેનને ટેક-ઓફ કરી, નજીકના બીજા ટાપુ...
સ્માર્ટફોનની વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સ પર વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનો દબદબો વધી રહ્યો છે. એપલની સિરી, ગૂગલી નાઉ અને વિન્ડોઝની કોર્ટના સર્વિસમાં, આપણી જરૂરિયાતો પારખી લેવાની રીતસર હરીફાઇ મચી છે. સિરી અને નાઉનો ઘણા સમયથી ભારતીય યૂઝર્સને લાભ મળી રહ્યો છે, પણ કોર્ટના માટે...
ગયા મહિને પેરિસ પર આતંકવાદી હુમલો થયો તેના થોડા સમયમાં, પેરિસમાંના લોકો ફેસબુક પર પીસી કે સ્માર્ટફોનમાં લોગ-ઇન થાય ત્યારે તેમે સ્ક્રીન પર એક મેસેજ દેખાવા લાગ્યો : "એવું લાગે છે કે તમે પેરિસમાં છો. તમે સલામત છો? જો હા, તો તમારા મિત્રોને જાણ કરો.'' આના જવાબમાં ૨૪...
ગૂગલ અને ફેસબુક પછી દુનિયાની ત્રીજા ક્રમની સૌથી લોકપ્રિય વેબસાઇટ, યુટ્યૂબને હવે ફક્ત મ્યુઝિક માટે અલગ એપ રજૂ કરી છે - અલબત્ત, હાલમાં ફ્ક્ત યુએસના યૂઝર્સ માટે. ભારતમાં યુટ્યૂબનો અનેક લોકો રેડિયોની જેમ ઉપયોગ કરી રહ્યા છે. પોતાનું કામ ચાલી રહ્યું હોય ત્યારે પીસી કે...
જેમ્સ બોન્ડની લેટેસ્ટ મૂવી જોઈ આવ્યા પછી તમને પણ બોન્ડની સ્ટાઇલમાં કાંડા ઘડિયાળ મોં પાસે લાવીને તેને કમાન્ડ આપવાની ઇચ્છા થઈ ગઈ હોય તો તમારા માટે ખુશખબર છે! સ્માર્ટ મોબાઇલ ડિવાઇસીઝમાં સ્માર્ટવોચ ધીરે ધીરે પોતાનું સ્થાન જમાવી રહી છે, પણ અત્યાર સુધી સ્માર્ટફોન પાસેથી ફોન...
તમને ક્યારેક તમારા કોઈ મિત્ર કે પરિચિતના ઈ-મેઇલ આઇડી પરથી, ખરેખર એમણે ન મોકલ્યો હોય એવો ઈ-મેઇલ આવી પડ્યો હશે. એ વ્યક્તિનું ઈ-મેઇલ એકાઉન્ટ કોઈ હેક કરી લે અને તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલી તમામ વ્યક્તિને ખોટા ઈ-મેઇલ મોકલવા લાગે ત્યારે આવું થતું હોય છે. હેકરે એ...
કમ્પ્યુટરના કી-બોર્ડમાં પાછળની બાજુએ બે નાના પાયા જેવી સગવડ હોય છે, જેના આધાર પર આપણે કી-બોર્ડને આગળની બાજુએ થોડું ઊંચું રાખી શકીએ છીએ, જેથી ટાઇપિંગ સરળ થઈ શકે. લાંબા ઉપયોગ પછી આમાંનો કોઈ પાયો તૂટી જાય તો આપણે કી-બોર્ડ પાછળ કોઈ આધાર મૂકવો પડે છે. એના બદલે, બીજો પાયો...
થોડા સમય પહેલાં, અમદાવાદમાં ટાટા કંપનીએ નેનો કારા પ્રચાર માટે એક ઓફર રજૂ કરી હતી - કારની ટેસ્ટ ડ્રાઈવ લો (કે ખરીદો - ચોક્કસ વિગતો યાદ નથી!) અને અમદાવાદ નજીક, સાણંદમાં આવેલી નેનો કારી ફેક્ટરીની મુલાકાત લો! આ ઓફરો કેટલા લોકોએ લાભ લીધો એ તો ખબર નથી, પણ આપણી રોજિંદી...
ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ કરવા માટે કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ટાઇપિંગની આપણી પોતાની સારી સ્પીડ હોવી જરૂરી છે. જાણી લઈએ, ફોર્મ ભરવાની આપણી સ્પીડ વધારવામાં મદદરૂપ થાય એવું એક ટૂલ! આ દિવાળી વેકેશનમાં કોઈ સ્થળે પ્રવાસે જવાનું તમે વિચાર્યું હશે તો ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ...
ક્યારેક એવું બનતું હશે કે તમે ઓફિસમાં કમ્પ્યુટર સામે હો, કોઈનો ફોન આવે અને તમારે વાતચીતના કેટલાક અગત્યના મુદ્દાઓ ટપકાવી લેવાની જરૂર ઊભી થાય. આવી સ્થિતિ માટે તમે હંમેશા એક જ ડાયરી અને પેન હાથવગાં રાખતા હો તો ઠીક છે, બાકી પેન અથવા કાગળ શોધવા ફાફાં મારવાં પડે અને જે હાથે...
સવાલ લખી મોકલનારઃ ફૈયાઝ શેખ, અમદાવાદ ફૈયાઝભાઈનો મૂળ સવાલ જરા લાંબો છે "મેં x@gmail.com નામે ગૂગલ એકાઉન્ટ ઓપન કર્યું. તેમાં લોગ-ઇન કરીને જીમેઇલ વગેરેનો ઉપયોગ કર્યો. તે પછી ફોન તથા પીસીમાં y@gmail.com નામે એકાઉન્ટ ઓપન કર્યું. તેમાં લોગ-ઇન કરતાં, x@gmail.com ઉપર લોગ-ઇન...
આ લેખના શીર્ષક માટે જેનો આધાર લીધો છે, એ કવિ શ્રી ઉમાશંકર જોશીની મૂળ પંક્તિઓ તો જુદી છે ને બહુ મજાની છે, "ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી... નેટ પર જરા સરખું સર્ચ કરશો તો આખું ગીત...
છેલ્લા થોડા સમયથી, તમે તમારા મોબાઇલમાં વેબસર્ફિંગ કરતા હો ત્યારે તેમાં તમને કોઈ ફેરફાર થયો હોય તેવું લાગ્યું છે? એટલે કે તમે કોઈ વેબપેજ ઓપન કરો ત્યારે અગાઉની સરખામણીમાં હવે એ ફટાફટ ઓપન થવા લાગ્યાં હોય એવું લાગે છે? ગૂગલ કહે છે કે એવું લાગવું જોઈએ! ચોક્કસ આંકડો કહીએ તો...
એવી કોઈ શાળા કે કોલેજની કલ્પના કરી જુઓ, જેમાં જઈને તમે જુદા જુદા અનેક વિષય પરના ત્રીસ હજારથી વધુ લેક્ચર્સ એટેન્ડ કરી શકો! અને વિષયની વિવિધતા પણ અપાર! એમ સમજો કે દુનિયાની સૌથી નામાંકિત યુનિવર્સિટીઓમાં તમે એક સાથે એડમિશન લઈ લીધું, એ પણ કોઈ પ્રવેશ પરીક્ષા આપ્યા વિના કે...
આગળ શું વાંચશો? જમ્પ કીપ લૂન મેપ્સ માય બિઝનેસ મકાની નેક્સસ ન્યૂઝ નાઉ જમ્પ આપણા માટે લગભગ અજાણ્યું એવું ગૂગલનું વધુ એક પાસું. ગૂગલે આ વર્ષે મે મહિનામાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી. સપ્ટેમ્બર ૨૦૧૫ અંકમાં આપણે જાયન્ટ ટેક કંપનીઓ વર્ચ્યુઅલ રીયાલિટી ક્ષેત્રે કેવી હરણફાળ ભરી...
શું તમને ખબર છે કે ઇન્ટરનેટ સર્ફ કરનારા દરેક લોકોના મોબાઇલ કે કમ્પ્યુટર દ્વારા દુનિયાભરમાં સૌથી વધુ ડાઉનલોડ કરાયેલી ઇમેજ ફાઇલ કઈ છે? એ ઇમેજ ફાઇલનું નામ __utm.gif. ઇન્ટરનેટ સર્ફિંગ જે પણ ડિવાઇસ દ્વારા થતું હશે એ ડિવાઇસ પર તમને આ ફાઇલ ડાઉનલોડ થયેલી મળી આવશે. પ્રચલિત...
રોજબરોજ જેનો ઉપયોગ કરતા હોઈએ, એની નાની નાની વિગતો કે ખૂબીઓથી આપણે અજાણ રહીએ, એવું તો જીવનમાં ઘણું બધું હોય છે, પણ એમાંનું એક એટલે પ્રિન્ટર. પ્રિન્ટર ખાસ્સાં સસ્તાં થયા પછી હવે ઓફિસ ઉપરાંત ઘર ઘરમાં કમ્પ્યુટર સાથે પ્રિન્ટર કનેક્ટ થવા લાગ્યાં છે, ખાસ કરીને સ્કૂલમાં...
ભારતના સૌથી મોટા જિલ્લા કચ્છનો જન્મ સાગરની કૂખમાંથી, ટેક્ટોનિક પ્રકારના ભૂકંપનોથી ઉભરી આવેલી જમીન સ્વરૂપે થયો છે અને પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કાચબાના આકારના પ્રાચીનતમ પ્રદેશ તરીકે થયો છે, એ કદાચ તમને ખબર હશે. કચ્છની જેમ આખી દુનિયામાં સાગર ત્યાં ભૂમિ અને ભૂમિ...
એક સમય એવો હતો, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના બાળકની આંગળી ઝાલીને બજારમાં ચાલી જતી હોય અને બાજુમાં બરફગોળાની લારી દેખાય તો પેલું બાળક ધીમેકથી પપ્પાનો હાથ ખેંચે અને ધ્યાન દોરે, "બરફગોળો ખાશુંને? એટલે પેલી વ્યક્તિ ખિસ્સાં ફંફોસે, પૈસા હોય તો બંને મોજથી બરફગોળાની મજા માણે...
આગળ શું વાંચશો? Carrom 3D Roll the Ball: slide puzzle Real Racing 3 Carrom 3D એક સમયે વેકેશનમાં મામાને ઘેર જઈએ ત્યારે આખી આખી બપોર કેરમ રમવાની મજા હતી. હવે કેરમ બોર્ડ હાથવગાં ન હોય તો સ્માર્ટફોન પર પણ રમી શકો છો. આ ગેમમાં, તમે મશીન સામે ત્રણ અલગ ડિફિકલ્ટી લેવલ મુજબ...
મુંબઈના એક વાચકમિત્ર શ્રી રાજેશભાઈ શાહે વોટ્સએપમાં આ મેસેજ ફોરવર્ડ કર્યો છે, જે શાંતિથી વાંચવા જેવો છે : "હમણાં મારે મારા એક વડીલ કાકા સાથે બેન્કમાં જવાનું થયું. એમણે કોઈને રૂપિયા મોકલવાના હતા. અમે એક નાનકડા ગામમાં બેન્કની નાની એવી શાખામાં લગભગ એક કલાક સુધી આ માટે...
અંગ્રેજી ભાષામાં, દૂરગામી અસર બતાવવા માટે એક સરસ શબ્દપ્રયોગ છે - બટરફ્લાય ઇફેક્ટ. એનો ભાવાર્થ એવો છે કે કોઈ સ્થળે કોઈ પતંગિયું પોતાની પાંખો ફફડાવે, તો તેની અસરથી લાંબા ગાળે, કોઈ દૂરના સ્થળે વાવાઝોડું આવી શકે છે! આ વાત સાચી માનીએ કે નહીં, બેન્કિંગ ક્ષેત્રમાં આવી...
આ નક્શો તમે પહેલી વાર જોશો તો કદાચ એવું લાગશે કે આપણા વડાપ્રધાન જે જે દેશોની મુલાકાત લઈ આવ્યા છે તેનો નક્શો હશે, પણ હકીકતમાં એવું નથી! આ નક્શો ગ્લોબલ ફ્રેન્ડશીપ ટ્રેન્ડ્સ દર્શાવે છે. ના સમજાયું? આ નક્શો છે જ એવો. એ રસપ્રદ છે, પણ જરા ઊંડા ઊતરીએ ત્યારે. અમેરિકાની જાણીતી...
એક સમય એવો હતો જ્યારે કમ્પ્યુટર ખરીદવાનું થાય ત્યારે ડેસ્કટોપ પીસી લેવું કે લેપટોપ તેની મૂંઝવણ થતી. હવે લેપટોપની ઓવરઓલ કેપેસિટી ડેસ્કટોપ જેટલી જ થઈ ગઈ છે અને લેપટોપમાં ગમે ત્યાંથી કામ કરવાની સગવડ છે એટલે પસંદગી થોડી સહેલી બની છે, તો વળી નવી મૂંઝવણ ઉમેરાઈ - લેપટોપ...
સવાલ લખી મોકલનારઃ મયુર પંચાલ સૌથી ટૂંકો જવાબ, નામ કહે છે તેમ, ટૂંકું યુઆરએલ! પણ, ચાર વર્ષ પહેલાં ઓક્ટોબર મહિનામાં જ જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી એ જગજિત સિંહની પેલી પ્રખ્યાત પંક્તિઓની જેમ, બાત નીકલી હૈ તો દૂ...ર... તલક જાએગી! લાંબો જવાબ જાણતાં પહેલાં જાણીએ યુઆરએલ...
આગળ શું વાંચશો? ક્યાંથી આવ્યો આ શબ્દ - સાયબર ટેરરિઝમ સૌથી મોટાં બે હથિયાર : કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાયબર એટેકના પ્રકારો સાયબર ટેરરિઝમનો ઈતિહાસ કઈ રીતે કરે છે સાયબર એટેક? ત્રણ મેથડ સાયબર ટેરરિઝમના મુખ્ય ટૂલ્સ કેટલા સક્ષમ છીએ આપણે? સાયબર ટેરરિઝમ ‘સાયબર ટેરરિઝમ’ શબ્દ...
ગુજરાતમાં વારંવાર મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાગતાં લોકો તેના ઉપાય શોધવા લાગ્યા છે. આવા પ્રતિબંધ કરતાં પણ, કુદરતી આફતના સંજોગમાં ઘણી મદદરૂપ થઈ શકે એવી એક કરામતી એપ જાણી લો. આગળ શું વાંચશો? ફાયરચેટમાં શું શું થઈ શકે? ગયા મહિને પૂરાં ૧૩ વર્ષ પછી ગુજરાતે અશાંતિ...
ફેસબુકે એવી ટેક્નોલોજી વિક્સાવી છે કે કોઈ ફોટોગ્રાફમાં આપણો સ્પષ્ટ ચહેરો ન દેખાતો તો પણ તે આપણને ઓળખી બતાવે છે. આ ટેક્નોલોજીને કામે લગાડીને તેણે બનાવી છે નવી ફોટોશેરિંગ એપ. ફોટો રેકગ્નિશન ક્ષેત્રે દુનિયાની અગ્રણી ટેક કંપનીઓ ઘણી આગળ વધી ગઈ છે. તમે પીસીમાં પિકાસા...
જો તમે એક્સેલનો પ્રમાણમાં ઠીકઠીક ઉપયોગ કરતા હશો તો તમે જાણતા જ હશો કે એક્સેલની ફાઇલને સામાન્ય રીતે ‘વર્કબુક’ કહેવામાં આવે છે અને એક વર્કબુકમાં એકથી વધુ ‘વર્કશીટ’ હોય છે (આપણે કોરી એક્સેલ ફાઇલ - વર્કબુક ઓપન કરીએ એટલે બાય ડિફોલ્ટ તેમાં ત્રણ કોરી વર્કશીટ જોવા મળે છે,...
તમારા ફોનમાં ગુજરાતી ફોન્ટ કેમ દેખાય એની ચિંતા છોડી દો! હવે વોટ્સએપ જેવી એપમાં પણ ગુજરાતી વાંચવાની સરસ સુવિધા ઉપલબ્ધ છે અને ફોનમાંનું બધું જ ગુજરાતી હોય એવા દિવસો પણ આવી ગયા છે. મોબાઇલમાં ગુજરાતી વંચાવું જોઈએ એ જરૂરિયાત એક છે, પણ આ જરૂરિયાત જે લોકોને છે એ બે પ્રકારના...
મુંબઈ હોય કે અમદાવાદ, ઘર બહાર ગયેલા સ્વજનની સલામતી વિશે પરિવારના અન્ય સભ્યો સતત ચિંતામાં રહે છે. સ્માર્ટફોનનની મદદથી, આપણે એકબીજાનું સચોટ લોકેશન જાણી શકીએ છીએ, સતત! મુંબઈ બ્લાસ્ટ્સ પર આધારિત ફિલ્મ ‘વેનસડે’ તમે જોઈ હતી? તેમાં, આતંકવાદીઓ સામે અકળાયેલા કોમનમેન...
ગયા અંકની કવરસ્ટોરીમાં આપણે આલ્ફાબેટના એ ટુ ઈ સુધીમાં પથરાયેલી ગૂગલ/આલ્ફાબેટની કંપની અને પ્રોજેક્ટ્સ વિશે જાણકારી મેળવી હતી. ગૂગલ/આલ્ફાબેટ કેટલી અલગ અલગ રીતે આપણા જીવન પર અસર કરે છે એ સમજવા આ અંકમાં આગળના આલ્ફાબેટમાં થોડા વધુ ઊંડા ઊતરીએ! આગળ શું વાંચશો? ફાઇબર ફાઇ...
તમારા અભ્યાસ, વ્યવસાય કે રસના વિષય કોઈ પણ હોય, તમે તેના ગ્લોબલ ટ્રેન્ડ્સથી સતત માહિતગાર રહેવા માગતા હો તો તમારા સ્માર્ટફોનમાં એક સારું આરએસએસ ફીડ રીડર હોવું અનિવાર્ય છે. આવી એક સર્વિસ છે ફીડલી. આગળ શું વાંચશો? આ સર્વિસ આપણા માટે કેમ જરૂરી છે? રીડિંગ પહેલાંનો તબક્કો...
લાંબા સમય સુધી, કમ્પ્યુટર આધારિત બિઝનેસના કામકાજમાં રાજ કરનારા માઇક્રોસોફ્ટના ઇજારા પર ગૂગલે તરાપ મારવાની શરૂઆત કરી છે અને હવે માઇક્રોસોફ્ટે ઓફિસના નવા વર્ઝનનથી વળતો હુમલો કર્યો છે. આગળ શું વાંચશો? આપણને કેવી રીતે મળી શકે? તમારો કમ્પ્યુટર સાથે પહેલવહેલો પરિચય થયો...
હું નાનો હતો ત્યારથી અમારા કાકાના સ્ટોર પર ‘દિવ્ય ભાસ્કર’ વાંચતો, જેમાં મને ‘કળશ’ પૂર્તિ ને ‘સાયબરસફર’ કોલમ વાંચવી બહુ ગમતી. મને કમ્પ્યુટરમાં કાંઈ પણ ગતાગમ પડે નહીં, પણ આ લેખો વાંચતો થયો ત્યારથી કોલમવાળું પેજ પહેલાં વાંચી જતો અને પછી તે કોલમને કાતરથી કાપીને મારી...
લોકોને ઉપયોગી એવા એક સાધનની નવી ડિઝાઇન વિક્સાવવા માટે એક સ્પર્ધા યોજાઈ. સ્પર્ધા હેઠળ પૂરા એક લાખ રૂપિયાનું ઇનામ જીતનારે નીચેની શરતો મુજબ એ સાધનની ડિઝાઇન વિક્સાવવી જરૂરી હતી... સાધન વજનમાં બિલકુલ હળવું હોવું જોઈએ, ફક્ત એક હાથ કે પગથી પણ ચલાવી શકાય તેવું હોવું જોઈએ. કોઈ...
માઇક્રોસોફ્ટ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટે એમએસ ઓફિસનું નવું વર્ઝનન લોન્ચ કરતાં લખ્યું છે કે ‘આપણી પાસે એપ્સ અને ડિવાઇસીઝ વધી પડ્યાં છે, પણ સમય ખૂટે છે.’ એ જ વાત જરા બીજા સંદર્ભમાં, આપણા સહલેખક અને આઇટી કંપનીના એચઆર મેનેજર રોશન રાવલ જુદા શબ્દોમાં કહે છે, ‘આપણી પાસે...
અમદાવાદના રીલિફ રોડ પર કંઈ કામ હોય તો કાર ધરાવતા મોટા ભાગના લોકો ત્યાં જવા માટે રીક્ષા પસંદ કરે છે, કારણ પાર્કિંગ પ્રોબ્લેમ! આપણાં શહેરોના આવા ભરચક વિસ્તારોની સ્થિતિ ક્યારે સુધરશે એ તો ખબર નહીં, પણ એરપોર્ટ, ફાઇવસ્ટાર હોટેલ કે મોલ જેવી જગ્યાએ, જ્યાં પ્રમાણમાં વ્યવસ્થિત...
વર્ડમાં ડોક્યુમેન્ટ બનાવતી વખતે કોઈને કોઈ તબક્કે તમારે ટેબલ્સનો ઉપયોગ કરવાનો થતો હશે. વર્ડમાં ટેબલ્સ ટૂલ એકદમ પાવરફૂલ છે, પણ તેને બરાબર સમજી લીધા પછી! માઇક્રોસોફ્ટ વર્ડના કોઈ ડોક્યુમેન્ટમાં કોષ્ટક એટલે કે ટેબલમાં જુદી જુદી માહિતી દર્શાવતી હોય તો એ માટેનાં ટૂલ જેટલાં...
જો તમે તમારા ફોટોગ્રાફ્સની ઓનલાઇન લાઇબ્રેરી બનાવવા ન ઇચ્છતા હો તો પીસીમાં, વિન્ડોઝની મદદથી પણ લાઇબ્રેરીને વધુ સઘન બનાવી શકો છો. અલબત્ત, એ માટે તમારે ઘણી મગજમારી કરવાની તૈયારી રાખવી પડશે. તમે તમારા ડિજિટલ ફોટોગ્રાફ્સ કેવી રીતે સાચવો છો? દુ:ખતી નસ દબાવી દીધી હોય તો...
ઘણાં બધાં કારણોસર, તમે વિન્ડોઝ ૧૦ ન અપનાવો તેવું બની શકે છે. તો જેનો ઉપયોગ અત્યારે ચાલુ છે એના જ માસ્ટર શા માટે ન બનવું? આખરે વિન્ડોઝ ૧૦ની પધરામણી થઈ ગઈ છે. કમ્પ્યુટર સાથે તમારે સામાન્ય કરતાં જરા વધુ ઘરોબો હશે તો તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જે ફેરફારો થઈ રહ્યા છે...
આખી દુનિયાને સ્માર્ટફોન તરફ વળતી જોઈને, માઇક્રોસોફ્ટે વિન્ડોઝના નવા વર્ઝનને તમામ પ્રકારના ડિવાઇસમાં એક સરખો અનુભવ આપે તેવું બનાવવાની કોશિશ કરી છે. જોકે અત્યારે તેની ખૂબીઓ કરતાં પ્રાઇવસીની ચિંતા વધુ ચર્ચાઈ રહી છે. લાંબો સમય રાહ જોવડાવ્યા પછી, ખાસ તો એ ‘બિલકુલ મફતમાં...
સફળ થવું હોય તો કંઈક અલગ વિચારતાં શીખવું પડે - આ વાત કહેવામાં જેટલી સહેલી છે, એટલી અમલમાં મૂકવી મુશ્કેલ છે. દિમાગને જુદી જુદી સમસ્યાના જુદા જુદા ઉકેલ શોધવાની ટેવ પાડવી હોય તો આ ગેમ રમવા જેવી છે. આગળ શું વાંચશો? શું છે આ ફ્લેક્સિબલ થીંકિંગ? ઘણાં મા-બાપ અવારનવાર પોતાના...
એક સજાગ વાચકમિત્રે મોકલાવેલા ઈ-મેઇલનાં બે ઉદાહરણ સ્પષ્ટ બતાવે છે કે આપણી માહિતી ચોરવા માટેના આ પ્રયાસ બહુ સહેલાઈથી પારખી શકાય છે, ફક્ત થોડી સાવધાની રાખવાની જરૂર જ હોય છે. આગળ શું વાંચશો? ‘યાહૂ’નો મેઇલ ‘આઇડીબીઆઇ’નો મેઇલ સવાલ થોડી સજાગતાનો ‘સાયબરસફર’ના એક વાચકમિત્ર,...
ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપની ભાષાંતર ક્ષેત્રે નવીન શોધો થકી, દુનિયાના અલગ અલગ ભાષા બોલતા લોકોને પરસ્પરની નજીક લાવી રહી છે. હવે સમય આવી પહોંચ્યો છે, ઇન્સ્ટન્ટ ઓટોમેટિક ટ્રાન્સલેશનનો! ગયા વર્ષે, જૂન મહિનામાં આપણે એક ખાસ પ્રકારની એપ વિશે વાત કરી ત્યારે લખ્યું હતું...
અણી ચૂક્યો માણસ કદાચ સો વર્ષ જીવતો હશે, પણ ક્ષણ ચૂકેલા ફોટોગ્રાફની કોઈ કિંમત નથી. વિચારના ઝબકારા સાથે જ તમે કોઈ ક્ષણ તસવીરમાં કેદ કરી લેવા માગતા હો તો બે ખાસ એપ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરવા જેવી છે. આગળ શું વાંચશો? સ્નેપશોટ ક્વિક કેમેરા સારી ફોટોગ્રાફીમાં જેટલું મહત્વ...
વિકિપીડિયાને તો આપણે બરાબર જાણીએ છીએ, પણ ઇન્ટરનેટ પર તેના જેવા બીજા, અલગ અલગ વિષયની માહિતીના અનોખા ભંડાર પણ છે. ડિસ્કવરી ચેનલે શાર્ક વિશે તૈયાર કરેલી સાઇટ નવી ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ જોવા જેવી છે. હમણાં આવેલી જુરાસિક વર્લ્ડ ફિલ્મ તમે જોઈ? જુરાસિક સીરિઝની આ ચોથી ફિલ્મ...
સવાલ લખી મોકલનારઃ સુનિલ મકવાણા આગળ શું વાંચશો? પાવરયુઝર શું છે? પાવરયુઝર કેવી રીતે બની શકાય? એકદમ ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે બુકમાર્કલેટ એટલે સામાન્ય રીતે જાવાસ્ક્રીપ્ટમાં લખાયેલા એકદમ ટચૂકડા પ્રોગ્રામ્સ, જેને આપણે આપણા બ્રાઉઝરના બુકમાર્ક બારમાં ઉમેરી શકીએ અને...
સવાલ લખી મોકલનારઃ જિતેન્દ્ર ચાવડા આ વિશે આ મેગેઝિન તેમ જ અખબારની કોલમમાં અવારનવાર લખાયું છે, તેમ છતાં અહીં થોડું પુનરાવર્તન કરી લઈએ કેમ કે આ સવાલમાં અનેક લોકોને હોય છે. આપણે જુદી જુદી વેબસાઇટ કે બ્લોગ પર જે જાહેરાતો જોઈએ છીએ તેમાંની ઘણી ખરી ગૂગલ દ્વારા આવેલી હોય છે....
આપણે રોજેરોજ ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ, પણ એ બધી સર્વિસમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી કઈ રીતે વિકસે છે તે જાણતા હોતા નથી. આવો જાણીએ, ગૂગલ - હવે આલ્ફાબેટ-ની વિવિધ કંપની અને પ્રોજેક્ટ વિશે. આગળ શું વાંચશો? એન્ડ્રોઇડ એડસેન્સ એનાલિટિક્સ એરા એડમોબ એલર્ટસ બ્લોગર...
સરસ કવરસ્ટોરી. હું વન્ડરલિસ્ટ ઘણા સમયથી ઉપયોગ કરું છું. હેષટેગનો ફિચર સારો છે તે હવે ટ્રાય કરવો પડશે. એક સારી સુવિધા ક્વિક લિસ્ટસની છે. આપણે જુદાં જુદાં લિસ્ટમાં ઘણા બધા કામની યાદી અને તારીખ નાખી હોય તો વન્ડરલિસ્ટ તેમાંથી ટાસ્ક ટુડેનું એક સ્માર્ટલિસ્ટ બનાવી આપે...
સામાન્ય રીતે ‘સાયબરસફર’નું ફોકસ હંમેશા એવી માહિતી પર હોય છે, જેના પર તમે તરત ને તરત અમલ કરી શકો, પછી વાત ઘેરબેઠાં કાંકરિયા પર પેરાગ્લાઇડિંગની મજા માણવાની હોય કે દુનિયાનાં અનોખાં સ્થળોના અનન્ય એરિયલ પેનોરમા જોવાની હોય કે જીમેઇલની ખૂબીઓ સમજવાની હોય કે પછી ટુ-ડુ લિસ્ટનો...
એક દિવસમાં લગભગ કેટલો સમય તમે કમ્પ્યુટરના સ્ક્રીન સામે પસાર કરો છો? તમારું કામ કે વ્યવસાય કેવો છે એની પર બધો આધાર છે, પણ સતત કમ્પ્યુટર સામે રહેવાની આડઅસરોથી બચવાનો એક ઉપાય એ છે કે વધુમાં વધુ ૨૦ મિનિટ સુધી કમ્પ્યુટર પર વ્યસ્ત રહ્યા પછી ઊભા થઈ જવું (ખરેખર તો હવે...
આગળ શું વાંચશો? આખું ઈ-પેપર કેવી રીતે ડાઉનલોડ થઈ શકે? સવાલ લખી મોકલનારઃ આયુષ શાહ, ભૂજ (કચ્છ) સૌથી પહેલાં તો, આ સવાલ માટે અભિનંદન! ‘સાયબરસફર’માં મુખ્યત્વે જે ત્રણ બાબત પર ભાર મૂકાય છે, તે છે ક્યુરિયોસિટી, ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી. તેમાંથી પહેલી બાબત આ પ્રશ્નમાં...
સવાલ લખી મોકલનારઃ વિનોદ અગ્રવાલ વિનોદભાઈનો આખો સવાલ કંઈક આવો છે, "મારી પાસે મોબાઇલમાં ઘણા ફોટા અને વીડિયો સંગ્રહ થયેલા છે. ફોનમાં અમુક કોલ રેકર્ડ છે અને એમએમએસ પણ છે, જે મારા માટે બહુ અગત્યના છે, પણ ફોનની મેમરી ફૂલ થઈ ગઈ છે, તો આ બધું મારે ક્યાં સંગ્રહ કરવું? ઘણી વખત...
ચોમાસામાં મસ્ત મજાનો વરસાદ વરસવાનો શરૂ થયો હોય એ આપણે ઓફિસેથી કે શાકભાજી લઈને ઘેર પાછા ફરી રહ્યા હોઈએ તો પછી વરસાદમાં એ...ઇને મોજથી પલળતાં ફક્ત એક જ ચીજ આપણને રોકી શકે - ના, છત્રી નહીં, આપણો મોબાઇલ! આજે વરસાદ નહીં પડે એવી હવામા ખાતાની આગાહી પર વિશ્વાસ રાખીને આપણે...
કરિયર સેન્ટ્રલમાં સામાન્ય રીતે આપણે આઇટી સંબંધિત માર્ગદર્શન મેળવીએ છીએ, આ વખતે જરા ઓફટ્રેક જઈને, પરદેશમાં અભ્યાસ વિશેની માહિતી મેળવીએ. આગળ શું વાંચશો? પરદેશમાં ભણવા જવાનાં કારણો એજ્યુકેશન અબ્રોડ માટે શું શું તૈયારી કરવી? પરદેશ જઈને ભણવું એ આજકાલનું નથી. ચીની પ્રવાસીઓ...
દીવા તળે અંધારું - એ આપણી જાણીતી કહેવત અમસ્તી નહીં પડી હોય! માઇક્રોસોફ્ટ વર્ડનો જ દાખલો લઈએ તો લગભગ રોજેરોજ આપણે આ પ્રોગ્રામ ઓપન કરીને તેમાં કરતા હોઈશું, તેની કેટલીક સ્માર્ટ ટેકનિક પણ બરાબર જાણી લીધી હશે, છતાં, તેના તળિયે રહેલા સ્ટેટસબારની ખૂબીઓ આપણાથી અજાણી રહી હોય...
આ કોઈ એન્જિનીયરિંગની નવી શાખા નથી, પણ કોઈ ટેક્નોલોજી વિના, ફક્ત ચાલબાજીથી લોકોને છેતરીને તેમની કમ્પ્યુટર સિસ્ટમ કે નેટ એકાઉન્ટમાંથી ખાનગી માહિતી ચોરવાની રીત છે, જેનો સામનો કરવા જરૂરી છે કોમન સેન્સ! આગળ શું વાંચશો? શું છે સોશિયલ એન્જિનીયરિંગ? કેવી રીતે થાય છે સોશિયલ...
રસ્તા પર નહીં પણ મોબાઇલમાં કાર રેસિંગનો તમને શોખ હોય તો આ અફલાતૂન ગેમને તમારી અડફેટમાં લીધા વિના છૂટકો નથી! એન્ડ્રોઇડ પર ટોપ ડેવલપર ગણાયેલ હીરોક્રાફ્ટ નામની કંપનીએ વિકસાવેલી આ રેસિંગ એપ ‘રેસ ઇલલિગલ: હાઇ સ્પીડ ૩ડી’ તેના જોરદાર ગ્રાફિક્સની મદદથી કારરેસિંગનો અનોખો અનુભવ...
તમારા મોબાઇલમાં મેમરી, રેમ અને નેટ કનેક્શનની સ્પીડ બધું ઓછું હોય અને ગુજરાતી ફોન્ટ હોય જ નહીં, તો તમારા માટે કામની છે ફેસબુકની નવી ‘લાઇટ’ એપ. એમાં નોર્મલ એપ જેવી મજા ને માભો નથી, પણ આપણી જરૂર ચોક્કસ સંતોષે છે. આગળ શું વાંચશો? શું છે આ ફેસબુક લાઇટ? ઓકે, તો લાઈટમાં કંઈ...
ડીગ્રી મેળવવા માટે હજી પણ કોલેજમાં એડમિશન લીધા વિના છૂટકો નથી, પણ જ્ઞાન વિસ્તારવું હોય તો ઓનલાઇન એજ્યુકેશનથી અનેક મફત સ્રોત વિકસી રહ્યા છે. જાણો બદલાતા શિક્ષણની તરેહ, એક રસપ્રદ ઇન્ફોગ્રાફિકમાં. ઇન્ટરનેટના લીધે શિક્ષણક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે. વિશ્વના કોઈ...
ઇન્ટરનેટ પર ફ્રી ઈ-બુક્સની ભરમાર છે, પણ લેટેસ્ટ અને જેન્યુઇન ફ્રી ઈ-બુકસ શોધવાનું કામ સહેલું નથી. આવી સ્થિતિમાં એક વેબસર્વિસ આપણી પસંદ અનુસાર, એમેઝોન, ગૂગલ પ્લે વગેરે પર ઉપલબ્ધ ફ્રી ઈ-બુક્સ તારવી બતાવે છે. ઓક્કે, તો તમને મૂવીઝ જોવાનો જબરો શોખ છે. ઇચ્છા તો એવી હોય છે...
આજે સૌના જીવનમાં તણાવ વધ્યો છે, તેનું મુખ્ય કારણ એ છે કે આપણે જ્યારે જે કામ કરવાનું હોય તેને બદલે બીજી ઓછી મહત્વની બાબતો પર ધ્યાન આપીએ છીએે. દૈનિક જીવનમાં શિસ્ત લાવવી હોય તો અપનાવી લો એક સિમ્પલ ટુ-ડુ લિસ્ટ! વર્ષો પહેલાં, અમદાવાદના એક વકીલની ચેમ્બરમાં, એમના ટેબલ પર એક...
કોઈ પણ ભાષા બોલતાં, લખતાં કે સમજતાં આવડવું એ એક વાત છે એ ભાષાના હાર્દ સુધી પહોંચવું એ બીજી વાત છે. ભાષાના હાર્દ સુધી પહોંચવું હોય તો આપણું એ ભાષાનું શબ્દભંડોળ વિસ્તારવું પડે. શબ્દભંડોળ વધારવાનો એક રસ્તો જેમ બને તેમ વધુ વાંચવાનો છે એ બીજો રસ્તો, મજાની ગેમ્સ રમવાનો છે!...
પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડતી પનામા નહેરમાં મહાકાય જહાજોને ‘પાણીનાં પગથિયાં’ની મદદથી ચઢ-ઉતર કરાવવામાં આવે છે - આ અજબગજબ નહેર સો વર્ષ પહેલાંની ટેક્નોલોજીથી બનેલી છે એ માનવું મુશ્કેલ છે. પંદરમી ઓગસ્ટ જેમ ભારત માટે ઐતિહાસિક દિવસ છે, એમ આ દિવસ વિશ્વભરના...
આવનારા સમયમાં કમ્પ્યુટર કેવાં હશે? આપણે એ આજે જાણી શકીએ છીએ. એટલું જ નહીં, તેને ખરીદી પણ શકીએ છીએ! બજારમાં આવી ગયેલાં પેનડ્રાઇવ જેવડાં સીપીયુ હજી પ્રાથમિક છે, પણ ભાવિનો અણસાર જરૂર આપે છે. કમ્પ્યુટર આ એક નાના અમથા શબ્દમાંથી, હજી નાનો અમથો, છેલ્લો ર કાઢી નાખીએ તો શું...
આગળ શું વાંચશો? સેલ્ફીથી ઓનલાઇન પેમેન્ટ! નેટ ન્યુટ્રલિટીમાં પછી શું થયું? મુંબઈમાં સાયબર ક્રાઇમમાં ધરખમ વધારો ડિજિટાઈઝીંગ ઇન્ડિયા : દરેક મહિલાને મળશે ‘ઈન્ટરનેટ સાથી’ સેલ્ફીથી ઓનલાઇન પેમેન્ટ! જો તમારી પાસે માસ્ટરકાર્ડ હોય તો નજીકના ભવિષ્યમાં, ઓનલાઇન પેમેન્ટની ખરાઈ...
જૂન ૨૦૧૫ની કવરસ્ટોરીમાં, વિકિપીડિયાના નવા જાદૂઈ સ્વરૂપ સમાન વિકિવેન્ડ વિશે વાંચીને મેં એ એક્સ્ટેન્સન ડાઉનલોડ કરી લીધું. ખરેખર બહુ સરસ અને બહુ ઉપયોગી સુવિધા છે. માહિતી આપવા બદલ આભાર. ‘સાયબરસફર’ મજાનું મેગેઝિન છે, આભાર! - ભાવુ ચવાણ, દીવ ‘સાયબરસફર’ મેગેઝિનથી હું ખરેખર...
પહેલાં નીચેનાં અવતરણો શાંતિથી વાંચી લો, પછી એ કયા મહાનુભાવનાં છે એની વાત કરીએ... તમારી નબળાઈઓ માટે જાતને દોષ દીધા કરો એના કરતાં જાત પર હસી લેશો, તો તમે વધુ સુખી જશો. પરફેક્ટ તો કોઈ નથી! તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો. કશુંક જુદું કરશો કે અનુભવશો જ નહીં તો ક્યારેય કંઈ...
તમને તમારા નજીકના મિત્રનો મોબાઇલ નંબર યાદ છે? કદાચ નહીં હોય. કારણ દેખીતું છે, આપણે એ યાદ રાખવાની જરૂર પણ નથી, સ્માર્ટફોનની એડ્રેસબુકમાં એ સચવાયેલો છે. આપણે કોઈ મુશ્કેલ સ્થિતિમાં મૂકાયા હોઈએ અને પોતાનો સ્માર્ટફોન હાથવગો ન હોય ત્યારે મિત્રનો નંબર યાદ હોવો જરૂરી છે એ વાત...
તમારા સ્માર્ટફોનમાંની વોટ્સએપ એપમાં કેટલીક નવી અને ઉપયોગી સાબિત થાય એવી સુવિધાઓ ઉમેરાઈ છે. એપ અપડેટ થાય તે પહેલાં જાણી લો આ નવી ખાસિયતો. જુદી જુદી વેબસર્વિસ પોતાની સર્વિસ અપડેટ કરતી રહે, તેમાં નવી સુવિધાઓ ઉમેરે કે કેટલીક ખામીઓ સુધારી લે એમાં કોઈ નવાઈ નથી, ગયા મહિને -...
ઉપરની નીચેની ધ્યાનથી જુઓ. કંઈ જુદું લાગે છે? ઇમારતનો એક તરફનો ભાગ તદ્દન ભાંગેલ-તૂટેલ છે, જયારે બીજી તરફનો ભાગ નવોનક્કોર છે! આ તસવીર લંડન શહેરના સેવન સિસ્ટર્સ રોડ પર એક ખૂણે આવેલા ઇગલેટ પબ્લિક હાઉસની છે. આ તસવીર ક્યારે લેવામાં આવી એ કહેવું મુશ્કેલ છે કેમ કે આ ખરેખર એક...
ભીના મજાના દિવસોમાં માણો કલ્પના અને કમ્પ્યુટરની કરામત, આ તસવીરોને કોઈ શબ્દોની જરુર છે? (તમામ તસવીરો: www.pinterest.com પરથી સંકલિત, પિન્ટરેસ્ટ વિશે વધુ જાણો ‘સાયબરસફર’નામાર્ચ ૨૦૧૨...
મોંઘવારી વધતી જાય છે એવી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી, જરૂર છે ખિસ્સામાંથી જતા દરેક રૂપિયાનું પગેરું દબાવીને ખર્ચમાં શક્ય એટલી બચત કરવાની. આ કામ સહેલું બનાવે છે એક સ્માર્ટ એપ. આગળ શું વાંચશો? પહેલાં સમજીએ મુખ્ય સેટિંગ્સ અને સલામતીની બાબતો એપનો હોમ સ્ક્રીન તપાસીએ...
તમે નવો નવો સ્માર્ટફોન લીધો, અખતરા માટે તેમાં સંખ્યાબંધ એપ્સ ઇન્સ્ટોલ કરી લીધી અને હવે એપ્સની ભરમારમાં તમને સારી લાગેલી એપ્સ શોધવામાં મુશ્કેલી થાય છે? આગળ શું વાંચશો? સ્માર્ટફોન ચાલુ થતો નથી? સ્માર્ટફોનમાં સ્માર્ટ સર્ચ જેમ આપણે કમ્પ્યુટરમાં ફોલ્ડર બનાવીને તેમાં અન્ય...
ક્યા વિષયમાં, ક્યા ક્ષેત્રમાં જવું એ વિશે મૂંઝવણ અનુભવો છો? અહીં તમારા મનમાં ઘોળાતા કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે આગળ શું વાંચશો? કારકિર્દીનું તબક્કાવાર આયોજન કેટલાક કોમન પ્રશ્નો કેટલાંક ખાસ યાદ રાખવા જેવાં સૂચનો મિત્રો, જૂન-જુલાઈ એ એડમિશન ક્યાં લેવું અને...
છેલ્લા થોડા સમયમાં થયેલા અલગ અલગ સંશોધનોમાં બહાર આવ્યું છે કે સ્માર્ટફોનને ફેક્ટરી રીસેટ કર્યા પછી, એટલે કે તેમાંનો તમામ ડેટા ડિલીટ કર્યા પછી પણ તેમાં ડેટા રહી જતો હોય છે, જે બીજા રીકવર કરી શકે છે. જાણો વધુ. આગળ શું વાંચશો? થોડું રિસર્ચ વિશે શું ઉપાયો થઈ શકે? હવે...
ઇન્ટરનેટ પર કામકાજનો તમારો ઘણો ખરો સમય ક્રોમ બ્રાઉઝરમાં જતો હોય તો તેના કેટલાક શોર્ટકટ્સ જાણી રાખવાથી તમારું બ્રાઉઝિંગ ઘણું વધુ ઝડપી બની શકે છે. દુનિયાનું ફેવરિટ બ્રાઉઝર કયું? આ સવાલના જવાબમાં પાછો બીજો સવાલ પૂછાઈ શકે છે કમ્પ્યુટરની વાત કરો છો કે મોબાઇલની? આમ...
બિઝનેસ માટે કંઈક નવો આઇડિયા, કરવાનાં કામનું લિસ્ટ, ખરીદીની યાદી, અખબારમાં જોયેલી કોઈ એડ જેના પર ફોલોઅપ કરવું છે... આ બધું તરત ને તરત સાચવી લેવું હોય અને ભવિષ્યમાં સહેલાઈથી શોધવું હોય તો કામની છે આ એપ. કલ્પના કરો કે તમે (પતિ-પત્ની બંને) એક બીઝી, વર્કિંગ પર્સન છો....
સ્ક્રીન પર આંગળીના હળવા લસરકા કરતાં સ્ક્રીન પર ટાઇપ થવા લાગે તો? તો તો પછી કહેવું જ શું? હમણાં ગૂગલે આવી એક સુવિધા આપી છે. ગૂગલ હેન્ડરાઇટિંગ ઇનપૂટ ટૂલ. આમ તો સ્માર્ટફોન પર ટચ કરીને લખી શકાય તેવી પેન પણ મળે છે. જેને સ્ટાઇલસ પેન કહેવામાં આવે છે. અમૂક કંપનીના મોબાઇલમાં...
જાહેરાતનાં મોટાં હોર્ડિંગમાં આપણે જે શાર્પ પિક્ચર્સ જોઈએ છીએ એ સામાન્ય રીતે ૧૦૦ કે ૧૫૦ ડીપીઆઇમાં પ્રિન્ટ કરેલાં હોય છે. હોર્ડિંગ આપણે દૂરથી જોવાનાં હોય એટલે તેમાં પિક્ચરનું રેઝોલ્યુશન થોડું ઓછું હોય તો ચાલે. મેગેઝિનમાં કે અખબારમાં પ્રિન્ટ થયેલા ફોટોગ્રાફ ૩૦૦ ડીપીઆઇના...
સવાલ લખી મોકલનાર - હરીશભાઈ વસાવા, વડોદરા માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સ વર્ષોથી લોકપ્રિય રહ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે આ પ્રોગ્રામ્સની પાર વગરની ખૂબીઓનો ઉપયોગ વધુ ને વધુ સરળ બનાવવામાં આવી રહ્યો છે. પરિણામે, વર્ડ કે એક્સેલ કે પાવરપોઇન્ટ જેવા પ્રોગ્રામમાં આપણે કંઈ પણ...
નવા સમયમાં, આપણા જીવનની અસીમ ક્ષણો અનંત સંખ્યામાં ફોટોઝ અને વીડિયોઝમાં કેપ્ચર થતી રહે છે. એને કાયમ માટે સાચવી રાખવાનું અત્યાર સુધી મુશ્કેલ હતું. હવે આ કામ તદ્દન સરળ બન્યું છે, જોઈશે ફક્ત સારું ઇન્ટરનેટ કનેક્શન. આગળ શું વાંચશો? સૌથી પહેલાં, ગૂગલ ફોટોઝની પ્રાથમિક વાતો...
પ્લે સ્ટોરમાં એપની સંખ્યા લાખોમાં પહોંચી છે ત્યારે તેમાંથી આખા પરિવારને ઉપયોગી એપ્સ શોધવી વધુ ને વધુ મુશ્કેલ બનતી જાય છે. સદભાગ્યે, આ કામ હવે થોડું સહેલું બન્યું છે. આગળ શું વાંચશો? વિન્ડોઝ એપ સ્ટોરમાં પણ ફેરફાર તમે હમણાં હમણાં ગૂગલ પ્લે સ્ટોરની મુલાકાત લીધી છે? મોટા...
‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ કહીને સૌના હાથમાં મોબાઇલ પહોંચાડી દેનારી કંપનીએ હવે સ્માર્ટફોન ક્ષેત્રે પણ વિરાટ પાયે ભારતને સર કરી લેવાની તૈયારીઓ કરી છે. આગળ શું વાંચશો? રિલાયન્સની ૪-જી મોબાઈલ સેવાઓમાં મુખ્યત્વે નીચેની સેવાઓનો સમાવેશ થાય છે ગયા મહિને યોજાયેલી રિલાયન્સ...
પર્સનલ કમ્પ્યુટરમાં આખી દુનિયા પર રાજ કરનારી માઇક્રોસોફ્ટ કંપની સ્માર્ટફોનની રેસમાં ઘણી પાછળ રહી ગઈ છે, પરંતુ આગામી વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમથી તેની સ્થિતિ સુધરે તેવી શક્યતા છે વિન્ડોઝ ફોનનો ઉપયોગ કરનારા લોકોને એક ફરિયાદ હંમેશા હોય છે, તેમના ફોન માટે ઉપલબ્ધ એપ્સની...
ફેસબુકમાં આપણા અસંખ્ય મિત્રો હોય, આપણે સંખ્યાબંધ પેજીસ લાઇક કર્યાં હોય, તે બધા પોતપોતાની રીતે ફેસબુક પર કંઈને કંઈ નવું મૂકી રહ્યા હોય, એ બધું ફેસબુક આપણને ન્યૂઝ ફીડમાં બતાવે છે. આગળ શું વાંચશો? ટ્વીટરમાં ૧૪૦ કેરેકટરની મર્યાદા નહીં રહે ફેસબુકે ફેસ રેકગ્નિશન ટેકનોલોજી...
આપણે આપણો વધુ ને વધુ ડેટા ઈન્ટરનેટ કંપનીઓને સોંપી રહ્યા છીએ ત્યારે આ કંપનીઓ આપણા ડેટાને કેટલો સલામત રાખે છે એ તપાસવું પણ જરૂરી બને છે. આગળ શું વાંચશો? હવે આવે છે ડેકાકોર પ્રોસેસર આવી રહી છે મહાકાય બેટરી મોટો-ઈ-૪જી ફોનમાં ડિસ્કાઉન્ટ ઈલેકટ્રોનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશન...
ગયા મહિને, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદના એન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેમણે ૨૦૩૦ સુધીમાં વિશ્વના દેશો કેવા હોવા જોઈએ તેનું ચિત્ર રજૂ કર્યું હતું : એવું વિશ્વ, જેમાં ગામડાં અને શહેરો, અમીરો અને ગરીબો, વિકસિત...
ટેક્નોલોજીથી આપણું જીવન સહેલું થવું જોઈએ, પણ ઘણી વાર થાય છે તેનાથી ઉલટું! જીવનની મનગમતી ક્ષણોને હંમેશા માટે સાચવી રાખવાનું કામ સ્માર્ટફોન થકી કેમેરા હંમેશા હાથવગા બનતાં તદ્દન સહેલું બન્યું, પરંતુ એ જ કારણે આપણે લીધેલા ફોટોગ્રાફ્સની સંખ્યા એટલી બધી વધી પડી કે તેમને...
તમારી પાસે સ્માર્ટફોન છે? આ સવાલનો જવાબ હા કે ના હોઈ શકે છે, પણ ‘સ્માર્ટફોન હોય તો સેલ્ફી લો છો?’ એ સવાલનો જવાબ અચૂક હા જ હોવાનો! પોતાની જાતને કોણ પ્રેમ કરતું નથી? સેલ્ફી આ પ્રેમની જ એક અલગ પ્રકારની અભિવ્યક્તિ છે! પણ હવે ધીમે ધીમે લોકો સેલ્ફીથી બોર થવા લાગ્યા છે. જો...
કમ્પ્યુટરનો રોજબરોજ ઠીકઠીક ઉપયોગ કરવા છતાં મોટા ભાગે આપણે ઝડપી ટાઇપિંગ શીખવા પર ખાસ ધ્યાન આપતા નથી. અહીં આપેલી એક વેબસાઇટ તમને આ કામમાં ઘણી ઉપયોગી થઈ શકે છે. જેમને કમ્પ્યુટર પર થોડું ઘણું પણ કામ કરવાનું રહે છે એવા મોટા ભાગના લોકો, કમ્પ્યુટર પરની સફરના પહેલા કદમ જેવા...
તમે કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ સેવ કરી હતી, પણ પછી એ ક્યાંક ગાયબ થઈ ગઈ! હકીકતમાં તો આપણે એ ક્યાં સેવ કરી એ ભૂલાઈ ગયું હોય. આવી સ્થિતિ ઊભી થાય ત્યારે, કમ્પ્યુટરની અંદર સર્ચ કરવાની કેટલીક રીત જાણી રાખવા જેવી છે. હમણાં એક વાચકમિત્રના પ્રશ્નને, આજના હિસાબ પ્રમાણે બહુ જૂના ગણાય...
એક્સેલનો પ્રાથમિક પરિચય મેળવવાની આપણી પ્રવૃત્તિને આગળ વધારીને આ વખતે ફોકસ કરીને ફંક્શન કીનાં ફંક્શન્સ પર. કમ્પ્યુટરના કી-બોર્ડમાં સૌથી ઉપર જોવા મળતી એફ૧થી એફ૧૨ સુધીની ફંક્શન કી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને બીજા કેટલાક પ્રોગ્રામમાં કઈ રીતે કામની છે એ વાત તો આપણે અગાઉ...
માઇક્રોસોફ્ટ વર્ડમાં કોપી-પેસ્ટ કરતાં તો આપણને સૌને આવડે છે અને વારંવાર કોપી-પેસ્ટ કરતી વખતે ખૂબ કામ લાગતી ક્લિપબોર્ડની સુવિધા વિશે પણ આપણે અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ. હવે વાત કરીએ, જરા જુદી રીતે થતા કોપી-પેસ્ટની. આ સુવિધાનું નામ છે સ્પાઇક. જૂના જમાનાની જેમ હજી પણ...
તમારા ઇનબોક્સમાં અનેક પ્રકારના ઈ-મેઇલને સતત ઉમેરો થતો હોય તો તમે વિવિધ રંગના સ્ટારનો ઉપયોગ કરીને મેઇલ્સનું તમારી જરુરિયાત અનુસાર સોર્ટિંગ કરી શકો છો, આ રીતે... આજકાલ જીમેઇલ આપણા સૌના કામકાજનું કેન્દ્ર બની રહેલ છે. મિત્રો કે સ્વજનો તરફથી આવતી ‘ટપાલ’, ઓફિસના કામ સંબંધિત...
આપણે સૌને પીડીએફ ફાઇલ સાથે અવારનવાર પનારો પડે છે. ક્યારેક એવું પણ બને કે સંખ્યાબંધ પાનાં ધરાવતી એક પીડીએફનાં અમુક પાનાંની જુદી પીડીએફ બનાવવી પડે. આ કામ કોઈ ખાસ સોફ્ટવેર વિના સહેલાઈથી થઈ શકે છે. તમારે પીડીએફ ડોક્યુમેન્ટ્સ સાથે ઝાઝો પનારો રહેતો હોય તો ક્યારેક તમારે વધુ...
કોલેજમાં યોજાતા રોબોફેસ્ટિવલ્સની વાતો વાંચીને તમને પણ કંઈક નવીન મોડેલ્સ બનાવવાનું મન થાય છે? તો તમારી મનપસંદ રેસિંગ બાઈકના પેપર મોડેલ બનાવીને શરુઆત કરી શકો. પણ યાદ રહે, આ બચ્ચાંના ખેલ નથી! ગયા મહિને નેપાળના ભૂકંપની સાથોસાથ દિલ બે-ચાર ધબકારા ચૂકી જાય એવા પણ એક સમાચાર...
ક્ષણે ક્ષણે આપણી પૃથ્વી પર બધું જ બદલાતું રહે છે અને જાણે-અજાણે આપણે સૌ આ પરિવર્તનને અસંખ્ય ફોટોગ્રાફ્સમાં કેપ્ચર કરીએ છીએ. હવે આ પબ્લિક ફોટોગ્રાફ્સને એકઠા કરવાની રોમાંચક કવાયત શરુ થઈ છે.અગાઉ પરિવારમાં લગ્નપ્રસંગ હોય તો એક ફોટોગ્રાફર રોકવામાં આવે અને એ આખા પ્રસંગના...
ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પરથી નવો મોબાઇલ ખરીદવાનું વિચારી રહ્યા છો? જરા વધુ વિચાર કરજો. આગળ જતાં મોબાઇલમાં કંઈ પ્રોબ્લેમ થાય તો કંપની તમને વોરંટીનો લાભ આપશે જ એની કોઈ ખાતરી નથી. સાયબરસફર’ના અમદાવાદના એક વાચક હાર્દિકભાઈ જોશીએ એક મોબાઇલ ઓનલાઇન સાઇટ પરથી ખરીદ્યો. નવ મહિના...
રોજબરોજના જીવનની તણાવભરી સ્થિતિ અને ઉકળાટભર્યા વાતાવરણમાં રાત્રે શાંત ઊંઘ માણવી હોય તો મંદ મધુર સંગીત ઘણું મદદરુપ થઈ શકે. પણ એમાં એક તકલીફ હોય છે. આપણે આપણી પસંદગીનાં ગીતો કે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકની સરસ સીડી તૈયાર કરી હોય પણ મ્યુઝિક પ્લેયરમાં એ મૂકીને ઊંઘી જઈએ તો...
ભૂકંપ, ત્સુનામી કે મહાપૂર જેવી આફતો પછી સામાન્ય રીતે અખબારો એ ટીવીમાં આફતથી થયેલી તારાજીની માહિતી આપવામાં આવે છે, પણ કુદરતી આફતો પાછળના વૈજ્ઞાનિક કારણોની સરળ સમજ આપવાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ઇન્ટરેટ પર આ માહિતી શોધવા જઈએ તો અહીં માહિતી વધુ પડતા પ્રમાણ, ઓવરલોડનો...
વિકિવેન્ડના સહસ્થાપક અને સીઇઓ લાયોર ગ્રોસમેન સાથે ‘સાયબરસફર’ની વાતચીતના અંશો : વિકિપીડિયાનો ઇન્ટરફેસ બદલવાનું કેમ વિચાર્યું? અમે લાંબા સમયથી વિકિપીડિયાનો ઉપયોગ કરીએ છીએ, પણ છેલ્લાં દસેક વર્ષમાં તેમાં કોઈ પરિવર્તન ન થયાની અમને અકળામણ હતી. તેની સરખામણીમાં યુઝર્સ માટે...
વિકિપીડિયાનો જૂનોપુરાણો લેઆઉટ જોઈને કંટાળ્યા છો? એક મજાના એક્સ્ટેન્શનની મદદથી તમે પલકવારમાં વિકિપીડિયાનું સ્વરુપ બિલકુલ બદલી શકો છો, પણ આ વાતમાં ડિઝાઇન ઉપરાંત પણ ઘણું જાણવા જેવું છે! આગળ શું વાંચશો વિકિપીડિયાની શરૂઆત કેવી રીતે થઈ? કહાની મેં જાદુઈ ટ્વીસ્ટ વિકિવેન્ડનો...
આખી દુનિયા સ્માર્ટફોનથી કોન્ટેક્ટલેસ પેમેન્ટના મામલે ઘણી આગળ વધી ગઈ છે, ત્યારે આપણે પણ હવે અગ્રણી બેન્ક્સ દ્વારા કોન્ટેક્ટલેસ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની શરુઆત સાથે એ દિશામાં કદમ માંડ્યા છે આગળ શું વાંચશો સ્માર્ટફોનમાં એનએફસીથી પેમેન્ટ સિસ્ટમ હવે ટૂંક સમયમાં, આપણે...
એન્ડ્રોઇડનું હાલનું (એટલે કે આ લખાય છે ત્યારનું, તમે આ વાંચતા હશો ત્યારે કદાચ નવા વર્ઝનની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી હશે!) વર્ઝન એન્ડ્રોઇડ ૫, લોલિપોપ હજી માંડ ૧૦ ટકા સ્માર્ટફોન સુધી પહોંચ્યું હોવાના અંદાજ છે ત્યાં તો એન્ડ્રોઇડ ‘એમ’ની ચર્ચા શરુ થઈ ગઈ છે. આગળ શું વાંચશો?...
‘સાયબરસફર’ દ્વારા તમે જે ટેક્નોજ્ઞાનની ગંગા વહાવી છે એ આજના ટેક્નોલોજીના યુગમાં પર્સનલ અને પ્રોફેશનલ બંને રીતે મને અને મારા આખા પરિવારને ખૂબ જ ઉપયોગી નીવડે છે. ડિસેમ્બર અંકમાં ઓનલાઇન શોપિંગના અનુભવો અંગેનો લેખ વાંચ્યો ત્યારે મને બિલકુલ ખબર નહોતી કે મારી સાથે પણ...
વર્તમાન કેન્દ્ર સરકારે એક વર્ષ પૂરું કર્યું. ભારતીય સંસદની ઇમારતમાં સુશાસન અને સારા શાસકો વિશે કેટલાંક સુવાક્યો અંકિત છે, જે આપણે આશા રાખીએ કે અહીં એક વર્ષથી હાજરી આપી રહેલા આપણા નવા પ્રતિનિધિઓએ જરુર વાંચ્યાં હશે! દ્વાર ખોલી નાખો, લોકોના હિતની કરાવી દો ઝાંખી, જેથી...
‘સાયબરસફર’માં નવી ટેક્નોલોજી કરતાં પણ નવા વિચારને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. નવા વિચાર હશે તો તેની પાછળ પાછળ બધું જ ધીમે ધીમે સાકાર થશે. આ વખતના અંકની કવરસ્ટોરી આવા નવા વિચાર પર કેન્દ્રિત છે. વિકિપીડિયા આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ, કોઈ પણ વિષયની પ્રાથમિકથી લઈને...
આ પણને સૌને હવે ટાઇમલેપ્સ વીડિયોનો પરિચય તો છે જ. આકાશમાં ઝડપભેર ઊંચે ચઢતો સૂર્ય, ઝપાટાભેર ચઢી આવતાં ચોમાસાંનાં વાદળો, ફટાફટ ખીલી જતું ફૂલ વગેરે વીડિયો આપણે જોઈએ છીએ તે ટાઇમલેપ્સની કરામત છે. લાંબો સમય લેતી પ્રક્રિયાના સળંગ ફોટોગ્રાફ્સ લઈને તે બધાની ફ્રેમસ્પીડ વધારીને...
ઓફિસમાંના દરેક પ્રોગ્રામ ખૂબીઓની ખાણ છે, પણ એ બધામાં શિરમોર હશે એક્સેલ. આ એક જ પ્રોગ્રામમાં એટલી બધી ખાસિયતો છે કે આપણે ધારીએ તો રોજેરોજ કંઈક નવું જાણી શકીએ. આગળ શું વાંચશો? ઓફિસ બટન /એક્સેલ બંધ કરવાના લોગો પર ડબલ ક્લિક સેપરેટર્સ પર ડબલ ક્લિક કરીને કોલમની પહોળાઈને...
સવાલ લખી મોકલનારઃ ગોવિંદભાઈ પનારા, મોડાસા ચોક્કસ થઈ શકે. ક્રોમ ઓપન કરી, ઉપર જમણે છેડે આપેલ ત્રણ લાઇન પર ક્લિક કરી ‘સેટિંગ્સ’ લિંક પર ક્લિક કરી, સેટિંગ્સ પેજ ઓપન કરો. અહીં, ‘ઓન સ્ટાર્ટઅપ’ શીર્ષક હેઠળ ક્રોમ ઓપન કરતાં શું થવું જોઈએ તેના જુદા જુદા વિકલ્પો મળશે. પહેલો...
સવાલ લખી મોકલનારઃ અજ્ઞાત રહેવા ઇચ્છતા એક વાચક પહેલાં, આ સવાલના સંદર્ભમાં એક આડવાત કરી લઈએ. ભારતમાં ઇન્ટરનેટ પર ખાસ્સા એક્ટિવ લોકોએ ‘નેટ ન્યુટ્રલિટી’ જાળવી રાખવા માટે, એક જ છત્ર નીચે એકઠા થઈને મોટા પાયે ઝુંબેશ ચલાવ્યા પછી, પોતાપોતાની રીતે આ ઝુંબેશનો લાભ લેવાની...
પ્રશ્ન લખી મોકલનારઃ અભિષેક જોશી, અમરેલી સામાન્ય રીતે કંઈ પણ નવું શીખવા માટે સારા શિક્ષકની મદદ જરૂરી છે, પણ ઇન્ટરનેટને કારણે કોઈ પણ વિષયની પ્રાથમિક માહિતી મેળવવી હવે ઘણી સરળ બની ગઈ છે. તમારા શહેરમાં એચટીએમએલ કોડિંગ શીખવતા કોઈ સારા કોચિંગ ક્લાસમાં જોડાઈને તમે એ શીખી શકો...
જો તમે તમે સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરીને પછી કંટાળતા હો, તો તેને મેનેજ કરવાની સહેલી રીતો જાણી લો આગળ શું વાંચશો? કી-બોર્ડ શોર્ટકટ્સનો ઉપયોગ કરો ટેબ યાદ રાખવાનું કામ બ્રાઉઝરને સોંપી દો ટેબ્સ સેવ કરો ટેબ્સને પિન કરી દો મલ્ટિપલ બ્રાઉઝર વિન્ડોમાં તમારી ટેબ્સને સ્પિલ્ટ કરો એક...
એક સમયે જીમેઇલની સ્ટોરેજ કેપેસિટી ‘અધધધ’ ગણાતી હતી, પણ હવે ૧૫ જીબી પણ આપણને ઓછી પડે છે. તમારા જીમેઇલમાં મેઇલ્સનો ભરાવો થવા લાગ્યો હોય તો જાણી લો સફાઈની સ્માર્ટ રીતો. આપણને જીમેઇલની ભેટ મળી એ વાતને ૧૧ વર્ષ અને માથે ૧ મહિનો થઈ ગયો છે. આટલાં વર્ષોમાં જીમેઇલની લોકપ્રિયતા...
તમે નાના પાયે બિઝનેસ શરૂ કર્યો હોય કે પછી તમે પ્રોફેશનલ હો, ખર્ચ વધાર્યા વિના તમારું એકાઉન્ટિંગ તમે જાતે કરવા માગતા હો તો આ ફ્રી વેબસર્વિસ ખરેખર ખૂબ ઉપયોગી થાય તેમ છે જેમ બેસતા વર્ષે કે પહેલી જાન્યુઆરીએ આપણને ફિટનેસ સંબંધિત નવી નવી ટેવ પાડવાનો ઉત્સાહ જાગતો હોય છે તેમ...
ગૂગલ મેપથી આપણે શહેર, વિસ્તાર અને આપણા મકાન સુધી ઝૂમ કરી શકીએ છીએ. એરપોર્ટ કે મોલની તો અંદર પણ જઈ શકીએ છીએ. એ જ ટેક્નોલોજીથી તબીબો હવે શરીરની પણ અંદર ડોકિયાં કરી શકે છે! સાતેક વર્ષ પહેલાં અખબારમાં શરૂ થયેલી ‘સાયબરસફર’ કોલમનું નામકરણ કર્યું ત્યારે કોલમનો મૂળ વિષય...
આપણા જન્મ પછી આપણે કેટલા બદલાયા અને વિશ્વનાં કેવાં કેવાં પરિવર્તનોમાં આપણે નિમિત્ત બન્યા,એ બતાવે છે આ ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક આગળ શું વાંચશો? તપાસીએ આ ઈન્ફોગ્રાફિક આપણો પૃથ્વી ગ્રહ ૪.૫ અબજ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે અને તેના પર આપણું જીવન?નસીબમાં હોય તો જ બદલાતી સદી...
સમય સાથે નવાં કલેવર ધારણ કરતી ભાષામાં નવા ઉમેરાતા શબ્દો કાળક્રમે ડિક્શનરીમાં પણ સ્થાન પામે છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના પ્રતાપે, ભાષામાં નવા શબ્દો ઉમેરાવાનું પ્રમાણ વધ્યું છે. આવો જાણીએ આવા કેટલાક ‘નવા’ શબ્દો. બાર ગાઉએ બોલી બદલાય’ એવું એક સમયે કહેવાતું હતું, પણ...
ફોટોગ્રાફીના આઉટપૂટમાં મહત્ત્વનો ભાગ ભજવતું એક પરિબળ છે રો ફાઇલ ફોર્મેટ. જેના કારણે પ્રોફેશનલ ફોટોગ્રાફર્સની તસવીર અને આપણે લીધેલી તસવીરમાં આસમાન-જમીનનો તફાવત વર્તાય છે એવા આ પરિબળમાં એવી તે શી ખૂબી છે તે સમજાવતો આ લેખનો વિષય જરા ટેકનિકલ છે, પણ સમજવાની મજા આવશે. આગળ...
હમણાં હમણાં સોશિયલ મીડિયામાં અને અખબારોમાં નેટ ન્યુટ્રલિટીનો મુદ્દો હોટ ટોપિક બની રહ્યો. આ વિશે ઘણું લખાયું હોવા છતાં નવાઈજનક રીતે ‘નેટ ન્યુટ્રલિટી’ ખરેખર શું છે તેની સમજ ઓછી છે. આવો સમજીએ. આગળ શું વાંચશો? નેટ ન્યુટ્રલિટી શું છે? નેટ ન્યુટ્રલિટીના મૂળ નેટ...
વર્ષોવર્ષ આપણા ઇનબોક્સમાં બિનજરૂરી ઈ-મેઇલ્સનો પ્રવાહ વધતો જ જાય છે. સ્પામ મેઇલ્સનો સામનો કરવા માટે ટેકનોલોજી તો તેનું કામ કરે છે, આપણે પણ કેટલાય સરળ ઉપાય કરી શકીએ છીએ. ત્રીજી મે, ૧૯૭૮. ઈ-મેઇલના ઇતિહાસમાં આ તારીખ કાળા દિવસ તરીકે નોંધાઈ હશે એમ કહી શકાય. કેમ? કેમ એ દિવસે...
વેકેશનમાં પણ મોબાઇલ પર કામકાજ? આ વેકેશનમાં તમે રજાઓ માણવા માટે કોઈ પ્રવાસે જાઓ, તો ત્યાંથી પણ મોબાઇલ પર તમારું ઓફિસનું કામકાજ ચાલુ રાખશો? ટ્રાવેલ સાઇટ યાત્રા.કોમે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કરેલા એક સર્વે મુજબ, પ્રવાસે જતા ૫૫ ટકા ભારતીયો પોતે વેકેશન પર હોવા છતાં...
ગૂગલ ઇન્ટરનેટ પર વિવિધ સર્વિસ પૂરી પાડે છે, એન્ડ્રોઇડ થકી મોબાઇલ ફોનના માર્કેટ પર પણ તેણે પકડ જમાવી છે અને હવે મોબાઇલ ફોન નેટવર્કમાં પણ તેણે ઝુકાવ્યું છે! અત્યારે ફક્ત અમેરિકા પૂરતી લોન્ચ થયેલી આ સર્વિસમાં, ગૂગલ બે વર્તમાન મોબાઇલ નેટવર્ક ઓપરેટર્સ - સ્પ્રિન્ટ અને...
તમે વોટ્સએપનો ઉપયોગ કરતા હો તો મોટા ભાગે તમે પણ બેન્કમાંના તમારા ખાતાનું બેલેન્સ જાણવા માટે માટે જુદી જુદી બેન્કના ફોન નંબર્સ જણાવતી એક એપ ડેવલપ કરવામાં આવી હોવાનો મેસેજ મેળવ્યો હશે. ‘ઓલ બેન્ક બેલેન્સ ઇન્ક્વાયરી નંબર’ એવું શીર્ષક ધરાવતા આ મેસેજમાં રીઝર્વ બેન્ક ઓફ...
વોટ્સએપની નવી હરીફ એક તરફ ટેલિકોમ કંપનીઓ, ઇન્ટરનેટની મદદથી યુઝર્સને બિલકુલ મફતમાં મેસેજિંગ અને કોલિંગની સગવડ આપતી વોટ્સએપ અને સ્કાઇપ જેવી ‘ઓવર ધ ટોપ’ સર્વિસીઝથી નારાજ છે, તો બીજી તરફ આ જ કંપનીઓ મોડેમોડેથી પોતે પણ આવી એપ ડેવલપ કરી રહી છે. ભારતમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગના...
દિલ્હી મેટ્રોએ તેનાં તમામ સ્ટેશનો પર તેમ જ ચાલુ ટ્રેનમાં તમામ પેસેન્જર્સને વાઇફાઇ સુવિધા આપવાનું નક્કી કર્યું છે. આ માટે દિલ્હી નેશનલ કેપિટલ રીજિયનમાં કાર્યરત તમામ મોબાઇલ ઓપરેટર્સ પાસેથી બીડ્સ મંગાવવામાં આવી છે. અત્યારે દિલ્હી નજીકના ગુરગાંવમાંની રેપિડ મેટ્રોરેઇલ...
ડબ્બાવાલાઓ ઓનલાઇન શોપિંગનો ભાગ બનશે ઓનલાઇન રીટેઇલર્સ વધુ ને વધુ લોકોને ઓનલાઇન શોપિંગ તરફ વાળવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કરી રહ્યા છે. ઓનલાઇન શોપિંગ કર્યા પછી, ઓર્ડર મુજબની ચીજવસ્તુઓ ખરીદનાર સુધી પહોંચાડવી એ મોટી લોજિસ્ટિક્સ વ્યવસ્થા માગી લેતું કામ છે અને...
થોડા સમય પહેલાં, રેલવેમાં મુસાફરી કરવી હોય તો આપણે રેલવે સ્ટેશને જઈને રિઝર્વેશન માટે લાંબી લાઇનમાં તપ કરવું પડતું અથવા એજન્ટને સાધવા પડતા. ઓનલાઇન રિઝર્વેશનની સગવડ મળ્યા પછી એ દિવસો હવે ભૂતકાળ બની ગયા છે. હવે તો પેપરલેસ ટિકિટિંગની પહેલને આગળ ધપાવતાં ભારતીય રેલવેએ...
નવા મોબાઇલ આવી રહ્યા છે. તેમાંથી કેટલાક નોંધપાત્ર મોડેલની અહીં સરખામણી આપી છે. સ્પેસિફિકેશન, બ્રાન્ડનેમ અને કિંમત આ ત્રણેયનો સંબંધ પણ તપાસવા જેવો છે! મોડેલ એસસ ઝેડફોન ZE550ML સેમસંગ ગેલેક્સી J14G કિંમત રૂા. ૧૨૯૯૯/- રૂા. ૯૯૦૦/- ક્યારે લોન્ચ થયો માર્ચ ૨૦૧૫ ફેબ્રુઆરી...
"આકાશમાં સાંજે આઇએસએસનાં દર્શન થયાં ત્યારે આખું ગામ કીકીયારીથી જાણે ગુંજી ઊઠ્યું... છેલ્લા ઘણા સમયથી અમુક યા તમુક કારણોસર વાતર્લિાપ થઈ શક્યો નથી... પણ માર્ચ ૨૦૧૫નો અંક વાંચ્યા પછી રહી શકાયું નહીં. છેલ્લા ઘણા સમયથી ‘સાયબરસફર’ પર એક્સક્લુઝિવ લેખ વાંચવામાં આવ્યો નહોતો,...
આજે વાચન વિશે થોડું, શ્રી પુરુષોત્તમ ગ. માવળંકરની કલમે... માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે, પણ તેથી કંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. વિચાર કરવામાં વાચન સહાયક નીવડે છે. પણ વિચારશીલ માણસ માટે વાચન અનિવાર્ય જ છે, એવું યે નથી. અનેક સ્ત્રી-પુરુષો વાંચી નથી શકતાં, છતાં...
છેલ્લાં થોડાં વર્ષથી આપણને સૌને ઇન્ટરનેટની ગજબની આદત પડવા લાગી છે. ઇન્ટરનેટથી આપણા સૌની જિંદગી ઘણી બધી રીતે બદલાઈ રહી છે, પણ હવે ઇન્ટરનેટ પોતે બદલાય એવી શક્યતાઓ ઊભી થઈ છે. અત્યાર સુધી આપણે ઇન્ટરનેટને માહિતીની શોધ અને વિચારોના આદાન-પ્રદાન માટેના મુક્ત, કોઈ અંતરાય...
સ્ટેપ-૧ આપણે આટલી વસ્તુઓ જોઈશે ત્રણ રીંગ આકારના ચુંબકો ઇન્સ્યુલેટેડ વાયર (ચારેક ફૂટનો હોય તો સારું) વાયરના છેડા સલામત રીતે છોલી શકાય તેવું સાધન એક મોટો પાવર સેલ બે મોટી પેપરક્લિપ (યુપિન) ચોંટાડવાની ટેપ સ્ટેપ-૨ વાયરને ત્રણ ટુકડા થાય એમ કાપો. જેમાં એક ટુકડો ૧૮ ઈંચનો અને...
તમારી ઘડિયાળ સમયસર છે કે નહીં? આ સવાલનો સાચો જવાબ સામાન્ય રીતે બહુ મુશ્કેલ ગણાય કેમ કે ઘરમાં પાંચ છ ઘડિયાળ હોય તો કઈ ઘડિયાળને સાચી ગણવી અને આપણી ઘડિયાળને કોની સાથે સરખાવીને નક્કી કરવું તે સમયસર છે કે નહીં? આ સવાલનો સાચો જવાબ માત્ર એક જ રીતે મળી શકે - આપણી ઘડિયાળને...
જુદાં જુદાં બ્રાઉઝર આપણું બ્રાઉઝિંગ ઝડપી બનાવવા માટે જે તે વેબપેજની સામગ્રી કામચલાઉ ધોરણે સાચવી રાખે છે. આપણે કમ્પ્યુટરની સફાઇના ઉત્સાહમાં તેને ઉડાડી દઈએ તો ગમતી સાઇટ્સ ધીમે લોડ થાય. વિગતવાર સમજીએ આખી વાત. આગળ શું વાંચશો? પહેલાં સમજીએ બ્રાઉઝર કેશ તો પછી કરવું શું?...
આ વખતે ‘ફાઇનલ ક્લિક’માં એક રમત રમીએ. ઉપરની તસવીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ શોધી બતાવો! આ (http://shaheeilyas.comflags/) વેબપેજ પર કુલ ૨૨૪ પાઈચાર્ટ આપેલા છે. દરેક પાઈચાર્ટ વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજમાં ઉપયોગમાં લેવાયેલા રંગોનુ પ્રમાણ દર્શાવે છે. આ વેબપેજ પર તમે આપણો...
માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ પણ પ્રકારનું લખાણ - પછી તે નાનો પત્ર હોય કે લાંબો રીપોર્ટ - તૈયાર કરતી વખતે વારંવાર એવું તો બનવાનું જ કે આપણે લખાણમાંના કોઈ શબ્દ ડિલીટ કરવાના થાય. તમે જાણતા જ હશો કે કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામમાં આપણે ટાઇપ કરેલું કંઈ પણ ડિલીટ કરવા માટે બે...
પરિવારના કોઈ સ્વજનનું આકસ્મિક મૃત્યુ આમેય આંચકાજનક અને દુ:ખદ હોય, તેમાં તેમના વિવિધ ઓનલાઇન એકાઉન્ટને સંભાળવાની જવાબદારી કુટુંબીઓ માટે બહુ મુશ્કેલ બની જાય. ફેસબુક પર આ કામ થોડું સહેલું બનશે. જીવન અનિશ્ચિત છે, ક્યારેય પણ કોઈપણ વ્યક્તિ સાથે કંઈ પણ થઈ શકે છે. કોઈ...
વોટ્સએપમાં વોઇસ કોલિંગ સુવિધા આખરે શરુ થઈ ગઈ છે. તમને એ કેટલી ઉપયોગી થશે કે તમે એનો ખરેખર કેટલો ઉપયોગ કરશો એ તો સમય કહેશે, પણ અત્યારે તેની વિગતો સમજી લઈએ આગળ શું વાંચશો? વોઈસ કોલિંગ શું છે વોટ્સએપ વોઈસ કોલિંગમાં ખર્ચ કેટલો? આ સુવિધા બધાને ઉપલબ્ધ છે? વોઈસ કોલિંગ કેવી...
સવાલ લખી મોકલનાર - મહેન્દ્રકુમાર જોશી, કોંઢ ‘શેડ્યુલ્ડ પાવર ઓન એન્ડ ઓફ’ સેટિંગ તેના નામ મુજબ, નિશ્ચિત સમયે ફોનને ઓફ અને ફરી નિશ્ચિત સમયે આપોઆપ ઓન કરવા માટેની સુવિધા આપે છે. આપણે ઓફિસની કોઈ અગત્યની મીટિંગ એટેન્ડ કરવાની હોય કે મૂવી જોવા ગયા હોઈએ ત્યારે સામાન્ય રીતે આપણે...
સવાલ લખી મોકલનાર - પરેશ ગણાત્રા, રાજકોટ આપણે ઇન્ટરનેટ પરથી કોઈ પણ વેબસાઇટમાંથી કોઈ પણ ફાઈલ ડાઉનલોડ કરીએ તો એનો અર્થ એ થયો કે એ ફાઈલ એ વેબસાઇટ જે સર્વર પર હોસ્ટ થયેલી હશે તે સર્વરમાંથી ટ્રાન્સફર થઈને આપણા કમ્પ્યુટરમાં આવે છે. હવે જ્યારે આપણે ડાઉનલોડની લિન્ક પર ક્લિક...
સવાલ લખી મોકલનાર - પિંકલ પટેલ, અમદાવાદ ગૂગલ એકાઉન્ટ કોઈપણ વ્યક્તિ માટે છે, જે આપણે બિલકુલ મફતમાં ખોલાવી શકીએ છીએ અને પછી ગૂગલની એક ફ્રી સર્વિસનો લાભ લઈ શકીએ છીએ. ગૂગલ એપ્સ (આખું નામ : ગૂગલ એપ્સ ફોર વર્ક) તેના નામ પ્રમાણે બિઝનેસ (કે અન્ય પ્રકારની સંસ્થાઓ) માટે છે....
ઇન્ટરનેટ પર આપણા રસના વિષયો વિશેની વાંચનસામગ્રીનો પાર નથી, તેમ અલગ અલગ સાઇટ પરના લખાણને એક જ વેબપેજ પર સહેલાઈથી વાંચવાની સગવડ આપતી સર્વિસ પણ સતત વધી રહી છે. જાણો આવી એક લોકપ્રિય સર્વિસ વિશે. આગળ શું વાંચશો? ગમતી સાઈટ્સ ઝડપથી લોડ કરવી છે? પહેલાં સમજીએ બ્રાઉઝર્સ કેશ તો...
આ ગેમ પણ તમે કદાચ પીસી પર રમ્યા જ હશો. આખા સ્ક્રીન પર આપણને જુદા જુદા આકારના પાઈપના ટુકડા મળે, જેે આંગળીના ઇશારે આપણે ફેરવી શકીએ. સ્ક્રીનના કોઈ એક છેડેથી પાઈપમાં પાણી વહેવાનું ચાલુ થાય અને પાઈપના બીજા છેડેથી એ બહાર ઢોળાય તે પહેલાં આપણે કોઈ પાઈપને યોગ્ય રીતે ફેરવીને...
ગૂગલની વિવિધ સર્વિસ સતત અપડેટ થાય છે, પણ એ દરેકના પાયામાં જે છે એ કોન્ટેક્ટ્સની સર્વિસ લાંબા સમયથી જેમની તેમ હતી. હવે તેમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યાં છે. સૌથી મોટી ખાણ, ઓળખાણ - આપણા વડીલો ઓળખાણના મહત્ત્વ વિશે આ વાત કહી ગયા છે, પણ ત્યારે જમાનો પોસ્ટકાર્ડનો હતો,...
ગૂગલનો તમે કેટલો ઉપયોગ કરો છે તેની વિગતોથી માંડીને ગૂગલની વિવિધ સર્વિસનાં મહત્ત્વનાં સેટિંગ્સ પર એક સાથે નજર રાખવી હોય તો એ માટે તમારે તપાસવું પડે તમારું ગૂગલ ડેશબોર્ડ - આ રીતે... આગળ શું વાંચશો? સમજીએ ગૂગલનું આપણું ડેશબોર્ડ ગૂગલના આપણા એકાઉન્ટની વિગતો ગૂગલની વિવિધ...
નવો ફોન ખરીદવા માગતા હો, એ પણ ઓછા બજેટમાં વધુ સુવિધાવાળો - તો તમારા માટે મીઠી મૂંઝવણના દિવસો આવ્યા છે. ભારતમાં ખાસ સફળ રહેલા મોટો ઇના નવા વર્ઝન અને ઝિયોમીના રેડએમઆઇ વચ્ચે મોટી સ્પર્ધા છે. આગળ શું વાંચશો? કેમેરા ઓપરેટિંગ સિસ્ટમ પ્રોસેસર ૪જી તો સરવાળે ચુકાદો શો છે?...
આગળ શું વાંચશો? ઝિયોમીનો ઓનલાઈન સ્ટોર હવે વિન્ડોઝ ૧૦ યુટ્યૂબફોર કિડ્સ સૌથી સસ્તો નોકિયા લૂમિયા ફોન માઇક્રોસોફ્ટ કંપનીએ નોકિયા કંપની હસ્તગત કર્યા પછી, સ્માર્ટફોન માર્કેટ પર પકડ જમાવવાની કોશિશ વધુ તેજ કરી છે. એના ભાગરુપે, એપ્રિલ મહિનામાં માંડ રૂા. ૪૪૦૦માં નોકિયા લૂમિયા...
એપ કેવી રીતે સેટેલાઇટ ટ્રેક કરી શકે? ‘સાયબરસફર’ના માર્ચ અંકમાં ‘હથેળીમાં તારા બતાવતી એ’ શીર્ષકની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને ઇરિડિયમ સેટેલાઇટસે ટ્રેક કરતી આઇએસએસ ડિટેક્ટર એ વિશેના લેખ સંદર્ભે સંખ્યાબંધ વાચકોને કૂતુહલ છે કે આ એપ ઓફલાઇન રહીને પણ કેવી રીતે સચોટ સ્થાન...
નોકરી/કામકાજ અને પરિવાર - આ બંને વચ્ચે સંતુલન સાધવું હંમેશા મુશ્કેલ હોય છે. ગૂગલના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર પેટ્રિક પાઇશેટે હમણાં આ જ કારણસર, ગૂગલમાં સાત વર્ષની નોકરી પછી રાજીનામું આપ્યું. પેટ્રિકે પોતે શા માટે રાજીનામું આપ્યું એ પણ ગૂગલ+ પર શેર કર્યું. ગૂગલના સહસ્થાપક...
આપણા જ્ઞાન કરતાં અજ્ઞાનનું પ્રમાણ ઘણું વધુ હોય એ તો સ્વાભાવિક છે, પણ જે નથી જાણતા, અને નથી જાણતા એવી ખબર પણ નથી, એવું તો અસીમ છે. આ વખતની કવરસ્ટોરી કંઈક એવી છે. ગૂગલનો ખૂબ ઉપયોગ કરતા હોવા છતાં, પોતાના ઉપયોગ વિશે અને ગૂગલ આપણા વિશે કેટલું જાણે છે એની પણ આપણને ખબર હોતી...
અમેરિકાના લાસ-વેગાસમાં વર્ષના આરંભે યોજાતા ક્ઝ્યુમર ઇલેકટ્રોનિક શો (સીએસઈ)નું ટેક-રસિયાઓમાં અનેરું આકર્ષણ છે. આ શોમાં ટેક્નોલોજીમાં ટોપ રહેતી કંપનીઓ પોતાનો દબદબો જાળવી નવાં-નવાં મોડલ રજૂ કરે છે, તો ક્ષેત્રમાં નવી પ્રવેશેલી કંપનીઓ પોતાની હાજરીની નોંધ લેવાય તે માટે મથે...
સવાલ મોકલનારઃ મહેશ સોલંકી, ધ્રાંગધ્રા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં બાય ડિફોલ્ટ મહત્ત્વની ફાઇલ્સ હીડન રાખવામાં આવે છે, જેથી ભૂલથી એ ડિલીટ કે મૂવ ન થાય. સિસ્ટમ ફાઇલ્સ ઉપરાંત, આપણે આપણા કામનું કોઈ ફોલ્ડર કે ફાઇલ બીજા લોકોથી છુપાવવા માગતા હોઈએ તો તે વિન્ડોઝ એક્સપ્લોરરમાં તે...
ઇન્ટરનેટ કનેક્શન વગર વાઇ-ફાઇનો ઉપયોગ કરી શકાય ખરો? સવાલ મોકલનારઃ કૌમિલ ભટ્ટ, ભાવનગર એન્ડ્રોઇડ કે બીજા કોઈ પણ પ્રકારના સ્માર્ટફોન કે ટેબલેટમાં આપણે મુખ્યત્વે બે રીતે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકીએ : એક, આપણે જે બીએસએનએલ, આઇડિયા, એરટેલ કે વોડાફોન જેવી જે ફોન કંપનીનું...
ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રે વિશ્વસ્તરે ભારતનો દબદબો છે. ભારતીય આઇટી કંપનીઓએ આખી દુનિયામાં પોતાની ધાક જમાવી છે અને દુનિયાની મહાકાય ટેક કંપનીઓમાં પણ ટોચના સ્થાને ભારતીયો જોવા મળે છે. તેમ છતાં, ભારતની ‘સરકારી’ વેબસાઇટ્સ જોઈએ તો ભારતની બિલકુલ જુદી જ છાપ ઉપસે! તદ્દન...
માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફને ઉપર-નીચે કરવા હોય કે જુદા-જુદા પેરેગ્રાફના ક્રમ બદલવા હોય તો આ સહેલું બની શકે છે, આ રીતે... વર્ડમાં પેરેગ્રાફ ઉપર-નીચે કરવા હોય તો... ઘણી વાર આપણે વર્ડમાં કોઈ રીપોર્ટ કે ડોક્યુમેન્ટ તૈયાર કરીએ ત્યાર પછી આખું લખાણ ફરી વાર તપાસી રહ્યા...
પાવરપોઇન્ટમાં લાંબી લાંબી ટેક્સ્ટ મૂકવાને બદલે યોગ્ય ઈમેજીસથી સજાવવામાં આવે તો પ્રેઝન્ટેશનને પ્રોફેશનલ ટચ આપી શકાય. અલબત્ત, આમાં કેટલાક અવરોધ આવી શકે છે. જાણીએ તેના ઉપાય. ઓફિસમાં કોઈ નવા પ્રોજેક્ટ માટે પ્રેઝન્ટેશન બનાવવાની જવાબદારી માથે આવી? અથવા, સ્કૂલમાં ભણતી...
એક એવી ડિક્શનરીની કલ્પના કરો, જે એક સાથે એક હજારથી વધુ ડિક્શનરી ફંફોસીને આપણે આપેલા શબ્દનો અર્થ શોધી બતાવે અને આપણા હૈયે હોય, પણ હોઠે આવતો ન હોય એવો શબ્દ પણ શોધી બતાવે. શબ્દ સાથે તમારે કેવોક પનારો? તમે કવિ કે સાહિત્યકાર હશો તો કદાચ કંઈક આવો જવાબ આપશો, "જનમજનમનો આપણો...
અભ્યાસમાં ઉપયોગી વીડિયો યુટ્યૂબ પર છે તો પાર વિનાના, પણ શોધવા મુશ્કેલ હોય છે. હવે ભારતના કેટલાક શિક્ષકોએ, ભારતની શાળાઓના અભ્યાસક્રમ મુજબ આવા વીડિયોને અલગ તારવ્યા છે. હમણાં ટીવી પર વારંવાર જોવા મળતી પેલી આઇ એમ લર્નિંગ ફ્રોમ આઇઆઇએન રાજસ્થાન કે તમિલનાડુ જાહેરાતમાં આમ...
સવાલ મોકલનારઃ એચ. એન. જોશી, વડોદરા આ સવાલના જવાબનો આધાર, ફોનનો આપણો ઉપયોગ કેવો છે તેના પર છે. જો ફોનનો મુખ્યત્વે ફોન તરીકે અને ઇન્ટરનેટ સર્ફિંગ માટે જ કરવાનો હોય તો બંને પ્રકારના ફોન લગભગ સરખા જ છે. જો આ બંને ઉપયોગ ઉપરાંત, ફોન પર તમે માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ્સ પણ...
ઓપન સોર્સ ક્ષેત્રે ગુજરાતમાં રહીને જેમણે નામ કાઢ્યું છે એવા કેટલાક લોકો સાથે આ ક્ષેત્રમાં કારકિર્દી વિશેની વાતચીત મિત્રો ગયા અંકમાં આપણે ઓપન સોર્સ શું છે એ અંગે ચર્ચાઓ કરી અને એ નોધ્યું કે ઓપન સોર્સ લગભગ દરેક ક્ષેત્રે છે, જોકે આપણે આપણી ચર્ચા ફક્ત સોફ્ટવેર અને આઇ.ટી....
વિન્ડોઝમાં જુદા જુદા યુઝર એકાઉન્ટ ક્રિએટ કરીને અને આપણા એકાઉન્ટ માટે પાસવર્ડ પસંદ કરીને આપણે કમ્પ્યુટરને ઠીક ઠીક રીતે સલામત બનાવી શકીએ છીએ. આ અંકમાં આગળ આપણે મિત્રો કમ્પ્યુટરને શિકાર બનાવવાની જે હળવી રીતો જોઈ, એનો ભોગ તમે અને તમારું કમ્પ્યુટર પણ બની શકે છે! તમે...
આખરે ધારણા મુજબ, ફેસબુકે આપણા ભારતમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સ સાથે જોડાણ કર્યું છે એ ભારતમાં તેની પહેલ ઇન્ટરનેટ.ઓર્ગ લોન્ચ કરી છે. આ પહેલ મુજબ હાલમાં ભારતાં ગુજરાત સહિત છ રાજ્યોમાં રિલાયન્સનું ફોન કનેકશન લેનારા લોકો પોતાના મોબાઇલ પર બેઝિક ઇન્ટરનેટ સર્વિસ મફતમાં એક્સેસ...
લાંબા સમયથી આપણે જેના આડાઅવળા રસ્તા શોધતા હતા તે કામ - યુટ્યૂબના વીડિયો ડાઉનલોડ કરવાનું કામ - હવે કાયદેસર રીતે થઈ શકે છે, અલબત્ત કેટલીક શરતો સાથે. આગળ શું વાંચશો? વીડિયો ડાઉનલોડ રીતે કરશો? યુ ટ્યૂબની શરતો હોટસ્હોટાર એપઃ હોટ વિચાર, ઠંડી કામગીરી તમે પીકે ફિલ્મું છેલ્લું...
તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ ન હોય તો હવે સાવ નાસીપાસ થવાની જરૂર નથી, ફાયરફોક્સ અને યુસી બ્રાઉઝરમાં હવે સહેલાઈથી ગુજરાતી સાઇટ્સ જોઈ શકાય છે. તમને ઇન્ટરનેટ પર ગુજરાતી સાઇટ્સ સર્ફ કરવાનો શોખ હોય, ગુજરાતીમાં સોશિયલ શેરિંગ કરવું પણ ગમતું હોય, એ કામ ગમે ત્યારે,...
આજે પહેલી એપ્રિલે તમારા મિત્ર કે સ્વજનના કમ્પ્યુટરને નિશાન બનાવીને તમે કેટલીક હળવી મજાક-મસ્તી કરતાં કરતાં કમ્પ્યુટર સાથે વધુ દોસ્તી કેળવી શકો છો, આ રીતે... આગળ શું વાંચશો કીબોર્ડમાં ગરબડ-સરબડ, સાથે જાણો વિન્ડોઝમાં વિવિધ ભાષાના લે-આઉટની સમજ માઉસ સાથે મગજમારી, સાથે...
હવે સંખ્યાબંધ વેબસાઇટ્સ પર વીડિયો એડનું ચલણ શરુ થયું છે. આપણે એ વેબપેજ પર પહોંચીએ એટલે પેલી વીડિયો એપ આપોઆપ પ્લે થવાનું શરુ થાય. જો આપણે ક્રોમ (કે કોઈ પણ બ્રાઉઝર)માં જુદી જુદી સંખ્યાબંધ ટેબમાં અલગ અલગ સાઇટ જોઈ રહ્યા હોઈએ તો તેમાંની ફક્ત ત્રણ-ચાર સાઇટ પર વીડિયો એડ પ્લે...
આગામી કયા દિવસે, કેટલા વાગ્યે અને આકાશમાં કઈ દિશામાં સ્પેસ સ્ટેશન કે સેટેલાઇટ જોવા મળશે એ એકદમ સચોટ રીતે જાણવું હોય તો ઉપયોગી થશે આ એપ : આઇએએસ ડીટેક્ટર આગળ શું વાંચશો? એપનો મેઈન સ્ક્રીન સમજીએ એપનો રડાર સ્ક્રીન સમજીએ એપનો ડીટેઈલ્સ સ્ક્રીન સમજીએ આ એપના ડેવલપર ગૂગલ...
અમદાવાદના ડ્રાઇવ-ઇન થિયેટરમાં ચાઇનીઝ ભેળની મોજ માણતાં માણતાં તમે કોઈ કંટાળાજનક ફિલ્મ જોઈ રહ્યા હો કે રાતના સમયે મુસાફરી કરતી વખતે કોઈ હાઇવે હોટલ પર ઊભા રહ્યા હો કે પછી ગામડામાં ખેતરમાં રાત ગાળવાનો મોકો મળ્યો હોય તો તમારી સાથે ક્યારેક એવું બન્યું હશે કે આકાશમાં એકદમ...
વર્ષ ૧૯૯૪માં નેટસ્કેપ બ્રાઉઝરના લોન્ચ સાથે બ્રાઉઝરયુગની શરુઆત થઇ. માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ-૯૫ જ્યારે ૧૯૯૫માં જ્યારે લોન્ચ થઇ ત્યારે તેની સાથે ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઇ) બ્રાઉઝર પણ લોન્ચ થયું અને એ ગજબનું લોકપ્રિય થયું. વર્ષ ૨૦૦૨-૨૦૦૩માં આ બ્રાઉઝરનો...
ગયા મહિને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટર પર એક સંદેશો વહેતો મુક્યો અને આખી દુનિયાને જાણ કરી કે કોલક્તા ભારતનું પ્રથમ વાઇ-ફાઇ મેટ્રો સિટી બની ગયું છે. આગળ શું વાચશો માયંત્રા વેબસાઇટને તાળું મારશે? રિલાયન્સ જીયો નેટવર્કની સુવિધા ધરાવતા કોલકતામાં આખા...
આપણે આગળ વધી શકીએ છીએ, નવા દરવાજા ખોલી શકીએ છીએ અને નવું કરી શકીએ છીએ, કેમ કે આપણામાં જિજ્ઞાસા છે. - વોલ્ટ ડિઝની કોઈ પણ રાષ્ટ્રની સાચી સંપત્તિ તેની પાસે રહેલુ સોનું નહીં, પણ તેના લોકોની બુદ્ધિમતા અને શારીરિક શક્તિમાં સમાયેલી છે. - ડો. સી. વી. રામન કેટલીક સલાહ આપુ :...
રાતના આકાશમાં કંઈક અસામાન્ય દેખાય તો આપણું રીએક્શન બે પ્રકારનું હોઈ શકે - એક, ‘ઠીક છે, હશે કંઈક!’ અને બીજું, આપણને એ શું હશે એની ચટપટી જાગે, આપણે ઇન્ટરનેટ પર ખાંખાંખોળાં કરીએ અને કેટકેટલુંય નવું જાણીએ! આ અંકની કવર સ્ટોરી કંઈક એવી જ છે. પહેલી નજરે વાત સાવ ટૂંકી અને...
૧૩ ફેબ્રુઆરી એટલે વર્લ્ડ રેડિયો ડે. યુનેસ્કોએ જ્યારે ૧૩ ફેબ્રુઆરીને વર્લ્ડે રેડિયો તરીકે જાહેર કર્યો ત્યારે તેનાં કેટલાંક મજબૂત કારણ આપ્યાં હતાં. સંસ્થાના મતે રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું મીડિયમ છે. એટલું જ નહીં તે શક્તિશાળી અને સસ્તું પણ છે. રેડિયોનો અવાજ...
‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૧૩ અંકની કવરસ્ટોરીમાં આપણે સ્માર્ટફોનમાં નેવિગેશનની વિગતવાર વાત કરી ગયા છીએ. આ સુવિધાથી સ્માર્ટફોનમાં આપણે ઘણી અસરકારક રીતે લાઇવ નેવિગેશન એટલે કે ધાર્યા સ્થળે પહોંચવા માટે નક્શા પર જીવંત માર્ગદર્શનની સુવિધા મેળવી શકીએ છીએ. જેમ કે તમે...
આ મહિનાથી ભારત અને ક્રિકેટ રમતા દુનિયાના તમામ દેશોમાં સૌથી હોટ ટોપિક એક જ રહેશે - ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૫. ૪૦ દિવસ માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારા આ વર્લ્ડકપમાં ભારત પોતાનો વર્લ્ડકપ જાળવા રાખવા માટે રમશે ત્યારે જો તમે ટીવીથી દૂર હો ત્યારે પણ સતત અપડેટેડ...
માઇક્રોસોફ્ટ વર્ડમાં તૈયાર કરેલા પત્ર જેવા કોઈ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢતી વખતે છેલ્લા પેજમાં બહુ થોડું લખાણ હોય, તો થોડી બાંધછોડ કરીને એ પેજનું લખાણ આગલા પેજમાં સમાવી શકાય. આગળ શું વાંચશો શ્રીંક વન પેજ સુવિધાનો ઉપયોગ કરીને પેરેગ્રાફ એન્ડ લાઈન સ્પેસિંગનો ઉપયોગ કરીને...
અખબારમાં આપણે વારંવાર કોઈ વ્યક્તિએ ૩-ડી પ્રિન્ટ કરીને ગન બનાવી કે આખી કાર બનાવી કે પછી આખેઆખું બિલ્ડિંગ બનાવ્યું એવા સમાચાર વારંવાર વાંચીએ છીએ. કમનસીબે આ સમાચારોમાં ૩-ડી પ્રિન્ટિંગ ખરેખર શું છે એ વિશે ખાસ સ્પષ્ટતા હોતી નથી. સાદા શબ્દોમાં કહીએ તો ડિજિટલ ડિઝાઇનમાંથી...
કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! આગળ શું વાંચશો ઈન્ટરનેટ પરથી પીડીએફ ફાઈલ ડાઉનલોડ નહીં પણ સીધી ઓપન કરવી હોય તો? વોટ્સઅેપમાં પ્રોફાઈલ પિકચર અે સ્ટેટ્સ કેવી...
સરસ! તમે ઓનલાઇન ઓર્ડર આપીને ખરીદી કરી હોય કે લોકલ સ્ટોરમાંથી તમારો મોબાઇલ સરસ મજાના બોક્સમાં પેક થઈને તમે મળ્યો હશે. પહેલી નજરેે આકર્ષક લાગતા આ બોક્સ ખોલ્યા પછી આપણે તે ઉપયોગી રહેતા નથી એ આપણે વહેલી તકે તેેને ડસ્ટબીનના હવાલે કરીએ છીએ, પરંતુ એવી ઉતાવળ કરતાં પહેલાં...
ઓપન સોર્સને એક સમાંતર બ્રહ્માંડ કહી શકાય, જેમાં દરેક પદાર્થની સામે પ્રતિ-પદાર્થ હોય છે. ઓપન સોર્સમાં કાંઈક એવું જ છે. લગભગ દરેક પ્રોપરાઇટરી સોફ્ટવેર કે ટેક્નોલોજીની સામે એક ઓપન સોર્સ સોફ્ટવેર કે ટેક્નોલોજી હોય છે આગળ શું વાંચશો? ઓપન સોર્સ એટલે શું ? ઓપન સોર્સ અને...
ચિંતા ના કરશો, તાબડતોબ નવો ફોન લેવાની વાત નથી, પરંતુ વિજેટ્સ અને લોન્ચર જેવી સગવડની મદદથી સ્માર્ટફોનનો દેખાવ તદ્દન બદલવાની કે તેને વધુ સ્માર્ટ બનાવી દેવાની વાત જાણી લો અહીં. આગળ શું વાંચશો વિજેટ્સનો ઉપયોગ હોમસ્ક્રીન પર ફોનનાં ફંકશન્સ સરળ બનાવતાં વિજેટ્સ લોન્ચરનો ઉપયોગ...
ઝિપડાયલ કંપનીએ સાવ સાદા વિચારમાંથી એટલો મોટો બિઝનેસ ઊભો કર્યો કે તેની ક્લાયન્ટ કંપનીએ તેને ખરીદી લીધી. શું છે આ ઝિપડાયલ અને ટવીટરે શા માટે તેને ખરીદી? ભારતમાં ‘મિસ્ડ કોલ’ શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. મિસ્ડકોલની ગુજરાતીમાં વ્યાખ્યા કરવી હોય તો એવી થાય કે "મોબાઇલ પર...
ભારતની સૌથી મોટી ખાનગી બેંક - આઈસીઆઈસીઆઈ ટ્વીટર પર બેન્કિંગ વ્યવહારો શરૂ કર્યા છે. આ સેવા આઇસીઆઇસીઆઇબેન્કપે નામે ઓળખાશે. આ સેવાથી ગ્રાહકો પૈસા ટ્રાન્સફર કરી શકશે, પ્રીપેઇડ મોબાઇલ રીચાર્જ કરાવી શકશે, બેંક એકાઉન્ટ ચેક કરી શકશે અને છેલ્લા ત્રણ બેન્કિંગ વ્યવહારો પણ ચકાસી...
વિશ્વના-પ્રવાસીઓ આનંદો. તમે પ્રવાસ પણ કરતા રહો અને ઘર-ઓફિસ સાથે સતત સંપર્કમાં પણ રહો. કહેવાનો મતલબ એવો નથી કે તમે અત્યાર સુધી સંપર્કમાં નહીં રહેતા હો, પણ સંપર્ક જરા મોંઘો પડતો. હવે તમે સસ્તામાં સંપર્ક કરી શકશો. ઈટાલીની કંપની ઝીરો-મોબાઇલે વોટ્સ-સીમનો આવિષ્કાર કર્યો છે,...
યુએસની સ્પેસ અવકાશ સંસ્થા નાસા નિયમિત રીતે સૂર્યની તસવીરો લે છે અને ગયા મહિને ૧૯મી જાન્યુઆરીએ આ તસવીરોની સંખ્યા દસ કરોડના આંકને વટાવી ગઈ! નાસાની સ્પેસ બેઝ્ડ સન વોચીંગ ઓબ્ઝર્વેટરીંગ ચાર ટેલિસ્કોપની મદદથી દર ૧૨ સેક્ધડે સૂર્યની આઠ તસવીરો લે છે. આ ઓબ્ઝર્વેટરી દરરોજ...
મહાસાગરોના તળિયે પથરાયેલા કેબલ્સે આખી દુનિયાના લોકોને ખરેખરા અર્થમાં એકમેક સાથે જોડીને દુનિયાને બહુ નાની બનાવી દીધી છે. એટલી નાની કે દુનિયા માટે ‘ગ્લોબલ વિલેજ’ શબ્દ વપરાવા લાગ્યો છે! આ વિશે કેટલાક મહાનુભાવોના વિચારો... દુનિયા ગામડું બની ગઈ. ઇન્ટરનેટ તેનો ચોરો. - બિલ...
‘સાયબરસફર’ને સાત વર્ષ પૂરાં થયાં! મેગેઝિનનો આ ૩૬મો અંક છે, એટલે મેગેઝિન સ્વરૂપને ત્રણ વર્ષ થયાં, પણ ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિમાંની સફરને સાત વર્ષ થઈ ગયાં. ‘સફરની સાચી મજા મંજિલે પહોંચી જવામાં નથી, સફરમાં જ છે’ - આ શબ્દોનો સાચો મર્મ આટલાં વર્ષ પછી બરાબર સમજાય છે! કોઈ...
જો તમે તમારા બાળકો યુટ્યૂબનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવું ઈચ્છતા હો તો યુટ્યૂબમાં પેરેન્ટલ ક્ન્ટ્રોલ્સ અને સેફ્ટી મોડ જાણી લેવા જોઈએ... ઇન્ટરનેટ પર યુટ્યૂબ એક રીતે જોઈએ તો આપણી દુનિયાનો અરીસો છે. અહીં ઘણું બધું જાણવા જેવું, સર્જનાત્મકતા ખીલવે તેવું તથા ઘણું નવું શીખવે...
યુટ્યૂબમાં વીડિયો અને વીડિયો જોનારા બંનેની સંખ્યા જબરદસ્ત વધી રહી છે ત્યારે આપણે માટે કામના વીડિયો શોધવા વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું છે. જાણી લો આ કામ સહેલું બનાવતાં કેટલાંક ફિલ્ટર્સ. આપણે સૌ જાણીએ છીએ કે યુટ્યૂબ પર આપણા મનગમતા દરેક વિષય પર અસંખ્ય વીડિયો હાજર છે....
આજના સમયમાં સાદી ગણતરીઓ કરવા માટે આપણને કેલ્ક્યુલેટર વિના ચાલતું નથી, પરંતુ તેના વારંવારના ઉપયોગ છતાં, તેની ઘણી ખાસિયતો આપણી નજર બહાર રહે છે. જાણી લો કેલ્ક્યુલેટરમાં તારીખોની ગણતરી કરવાની રીત! આગળ શું વાંચશો? તો હવે ઝંપલાવીએ કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરમાં બે તારીખ...
આગળ શું વાંચશો? પીસીમાં પેનડ્રાઇવ ચાલતી નથી, શું થઈ શકે? ફેસબુકમાં એક સાથે અનેક લોકોને અનફ્રેન્ડ કેવી રીતે કરવા? સ્માર્ટફોન, કમ્પ્યુટરમાં સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરવા વિશે... બુકમાર્કિંગ શું છે? સવાલ મોકલનારઃ પરિમલ વૈશ્નવ, અમદાવાદ એરપ્લેન મોડ દરમિયાન આપણો સ્માર્ટફોન કે...
આઇટી ક્ષેત્રે નવી કારકિર્દી શરૂ કરવા ઇચ્છતા લોકોમાં આ ચોક્કસ ક્ષેત્ર વિશે ઘણી ગેર સમજ છે. આવો સમજીએ હકીકત. ગયા અંકમાં આપણે બીપીઓ/કેપીઓ વિષે પ્રાથમિક માહિતી તપાસી અને આ ક્ષેત્રે કામ કરવાનાં કેટલાંક આકર્ષણોની ચર્ચા હતી. જોકે કેટલીક માન્યતાઓને લીધે અનેક લોકો આ...
ગયા વર્ષે સ્માર્ટફોન્સની કિંમત સતત ઘટી અને ફિચર્સ સતત વધતા ગયાં એ ટ્રેન્ડ આ વર્ષે પણ ચાલુ રહેવાનો છે. મોટાભાગના સ્માર્ટફોનમાં જે કવોલકોમ સ્નેપ ડ્રેગન પ્રોસેસર હોય છે તેમાં આ વર્ષે હજી વધુ નવી ખાસિયતો ઉમેરાય તેવી શક્યતા છે. અલબત્ત શરૂઆતમાં આ ખૂબીઓ હાઇ-એન્ડ મોડેલ્સમાં...
બની શકે કે તમારા સ્માર્ટફોનમાં તમે સંખ્યાબંધ એપ્સ ડાઉનલોડ કરી હોય. એ બધી એપનું તમારા પોતાના માટે કે તમારા પરિવારજનને ભલામણ કરવા માટે લિસ્ટ બનાવવું હોય તો આ વધુ એક એપ ડાઉનલોડ કરી લો! આવું તમારી સાથે ઘણીવાર બન્યું હશે. તમે પોતે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરતા હો અને...
તમને દિવસમાં કેટલાક ઈ-મેઇલ આવે છે? મોટા ભાગે જવાબ ‘ગણવા મુશ્કેલ!’ એવો હશે, પણ એમાંથી તમારે જવાબ આપવા જરૂરી હોય કે જેના પર કામ કરવું જરુરી હોય એવા ઈ-મેઇલની સંખ્યા કેટલી? હવે કહો કે તમારા પર આવતા આવા ખરેખર કામના ઈ-મેઇલની સંખ્યા રોજના ૪-૫ છે કે પછી ૪૦૦-૫૦૦? આગળ શું...
આ મહિનાની ૮મી તારીખે જેમનો જન્મદિન છે, એ ૭૩ વર્ષના બ્રિટનના જગવિખ્યાત ભૌતિક-શાસ્ત્રી સ્ટીફન હોકિંગ હમણાં વધુ એક વાર સમાચારોમાં ચમક્યા છે. બીબીસીને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું કે "આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ જો પૂરેપૂરી વિકસશે તો તે માનવજાતનો અંત લાવી શકે છે. આગળ શું...
જે સતત વિકસે અને સતત વિસ્તરે એ જ ખરેખર ઉપયોગી ટેક્નોલોજી. આપણાં અખબારોમાં ટેક્નોલોજી સંબંધિત સમાચારો ઓછા પ્રસિદ્ધ થાય છે, પણ ઇન્ટરનેટ પર કેટલીક સાઇટ્સની નિયમિત મુલાકાત લઈએ તો સમજાય કે માનવજાતને વર્ષોથી પજવતા કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે ટેક્નોલોજી ક્ષેત્રે બહુ ઝડપથી...
આપણે ભલે પેપરલેસ ઓફિસની વાતો કરતા હોઈએ અને ઈ-મેઇલમાં છેડે ‘પયર્વિરણના વિચાર કરજો, આ ઈ-મેઇલની પ્રિન્ટ કાઢશો નહીં’ એવી સૂચનાઓ લખતા હોઈએ, હજી પણ દુનિયાભરના મોટા ભાગના બિઝનેસની માહિતી કાગળ પર સ્ટોર થતી રહે છે. આગળ શું વાંચશો? આવે છે આઈમેક્સનો હરીફ ભારતીયોને સ્માર્ટફોનનું...
આજનાં સ્માર્ટ સાધનો (ને ઇનબોક્સ જેવી એપ્સ!) આપણને વહેતી પળમાં એક સાથે એકથી વધુ કામ કરી લેવા પ્રોત્સાહન આપે છે, જીવનની ઝડપ પર અંકુશ પણ જરૂરી છે. જાણીતા વિચારક એકનાથ ઈશ્વરનના એક સુંદર પુસ્તક ‘ટેક યોર ટાઈમ - ફાઈન્ડિંગ બેલેન્સ ઈન અ હરીડ વર્લ્ડ’ના કેટલાક વિચારપ્રેરક...
નવું વર્ષ હંમેશા નવા વિચારો અને નવો ઉત્સાહ લઈને આવતું હોય છે. આ વખતની કવરસ્ટોરી એ દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. સામાન્ય રીતે જે સફળ થાય, ટોચ પર પહોંચી જાય, એમાં કોઈ પ્રકારના ફેરફાર કરવાનું જોખમ કોઈ ઊઠાવતું નથી. બોલિવૂડ કે ક્રિકેટ બધએ એક સરખી ફોર્મ્યુલા પકડી રાખવાનો મહિમા...
કમ્પ્યુટરમાં શોર્ટકટની તો હવે લગભગ સૌને આદત પડી ગઈ છે, સ્માર્ટફોનમાં પણ એવું કરી શકાય છે. તમે કમ્પ્યુટર કે મોબાઈલના પાવર યુઝર છો? વિન્ડોઝ સાથે પનારો પાડતી વખતે, માઈક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલ જેવા પ્રોગ્રામમાં કામ કરતી વખતે કે પછી ક્રોમ કે ફાયરફોક્સ જેવા બ્રાઉઝરમાં...