સ્માર્ટફોનની ખરી ઉપયોગિતા ત્યારે જ છે જ્યારે તે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય. પરંતુ કોઈ કારણસર તમારા ફોનમાં ડેટા પ્લાન ન હોય કે વાઇ-ફાઇ સિગ્નલ મળી ન રહ્યાં હોય ત્યારે ફોનમાં નેટ કનેકશન મેળવવાનો એક જ ઉપાય રહે છે – નેટ કનેકશન ધરાવતા બીજા ફોનને વાઇ-ફાઇ હોટસ્પોટ બનાવીને તેમાંથી પહેલા ફોન માટે વાઇ-ફાઇ સિગ્નલ મેળવવાં.