એક વાતે લગભગ આખી દુનિયા સંમત થાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો પરંપરાગત રીતે લડાશે નહીં. મોટા ભાગે એ સાયબરવોર હશે.
પરંપરાગત યુદ્ધ, જેમાં જીવતાજાગતા સૈનિકો રણમેદાનમાં એકમેકની સામે આવી જાય અને સાયબરવોર, જેમાં બે દુશ્મન દેશની સાયબરઆર્મી ફક્ત કમ્પ્યુટર પર એકમેકની સામે લડે – આ બે છેડા વચ્ચેની એક શક્યતા પણ વિકસી રહી છે.