સવાલ મોકલનાર : ઇબ્રાહિમ યૂનુસ, જૂનાગઢ
વેકેશનના દિવસોમાં તમારો હંમેશનો અનુભવ હશે કે રેલવેમાં કન્ફર્મ્ડ રિઝર્વેશન મેળવવું કાયમ મુશ્કેલ હોય છે. પરંતુ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે કોઈ ચોક્કસ ટ્રેનમાં આપણે બુકિંગ મેળવવાનો પ્રયાસ કરીએ અને નિષ્ફળતા મળે પરંતુ એ ચોક્કસ દિવસ કે ટ્રેન સિવાયના દિવસ કે ટ્રેનમાં આપણને રિઝર્વેશન મળી પણ જાય. પરિણામે ક્યારેક એવું પણ બનતું હોય છે કે કોઈ ટ્રેન અત્યંત ભરચક હોય અને અમુક ટ્રેન થોડી ખાલી પણ દોડે.
ભારતીય રેલવેએ આવી સ્થિતિ ટાળવા, મુસાફરોની હાલાકી ઓછી કરવા અને પોતાની આવક વધારવા માટે ‘વિકલ્પ’ નામે એક નવી યોજના જાહેર કરી છે (આવી યોજના આવી રહી હોવાની વાત આપણે સાયબર સફરમાં અગાઉ કરી ગયા છીએ).
આવો જાણીએ આ યોજના કેવી રીતે કામ કરે છે…