વધુ એક મોબાઇલ પેમેન્ટ પદ્ધતિનું આગમન

x
Bookmark

આખરે ભારતમાં ‘સેમસંગ પે’ ભારતમાં લોન્ચ થઈ ગઈ છે અને તેના પગલે, તેના જેવી જ એપલ પે અને એન્ડ્રોઇડ પે પણ આવશે. જરા જુદા પ્રકારની આ પદ્ધતિ અત્યારથી સમજી લેવા જેવી છે.

આપણા દેશમાં છેલ્લા ચાર-પાંચ મહિનામાં ડિજિટલ પેમેન્ટની પદ્ધતિઓમાં રીતસર ઉછાળો આવ્યો છે. અગાઉ આપણે કોઈ દુકાન, રેસ્ટોરાં કે હોટેલમાં ડિજિટલ પદ્ધતિથી પેમેન્ટ કરવું હોય તો ફક્ત એક જ રસ્તો હતો – બેન્ક તરફથી મળેલ એટીએમ કમ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ. હવે આપણે ઇચ્છીએ (અને દુકાનદાર પણ એ માટે તૈયાર અને સજ્જ હોય!) તો મોબાઇલ વોલેટ, યુપીઆઇ, ક્યુઆર કોડનો ઉપયોગ કરીને કે ફક્ત આધાર કાર્ડ નંબર આપીને, પોતાની ફિંગર પ્રિન્ટથી ઓળખ સાબિત કરીને વગેરે જુદી જુદી ઘણી રીતે પેમેન્ટ કરી શકીએ છીએ.

આટલા વિકલ્પો ઓછા હોય તેમ હવે, ‘સેમસંગ પે’ સર્વિસ ભારતમાં આવી પહોંચી છે. તેને પગલે ‘એપલ પે’ અને ‘એન્ડ્રોઇડ પે’ સર્વિસ પણ થોડા સમયમાં આપણે ત્યાં આવી જ પહોંચશે.

અત્યારની પદ્ધતિઓથી આ પદ્ધતિ જુદી કઈ રીતે છે? બહુ મોટા ફેરફાર નથી, પણ ફાયદો એ છે કે જે જે જગ્યાએ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ સ્વીકારાતાં હોય ત્યાં આપણે તેનો ઉપયોગ કરી શકીશું અને ખિસ્સામાં કાર્ડ રાખીને ફરવાની જરૂર રહેશે નહીં.

અહીં સેમસંગ પે કેવી રીતે કામ કરે છે તેની વાત કરી છે, પણ ટૂંકમાં આવનાર એપલ પે અને એન્ડ્રોઇડ પે લગભગ આ જ રીતે કામ કરશે એટલે તમારી પાસે સેમસંગ સ્માર્ટફોન ન હોય તો પણ આ જાણકારી તમને ઉપયોગી થશે.

આગળ શું વાંચશો?

  • સેમસંગ પે કયા ફોનમાં ચાલશે?
  • આ સર્વિસનો ઉપયોગ કરવા શું શું જોઈશે?
  • કઈ કઈ બેન્કનાં કાર્ડ ચાલશે?
  • આ સર્વિસમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો?
  • સેમસંગ પેનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં ક્યાં કરી શકાશે?
  • સેમસંગ પેનો ઉપયોગ કરવા ઇન્ટરનેટ કનેક્શન જોઈશે?
  • આ સલામત પદ્ધતિ છે?
  • સ્માર્ટફોનમાંની વિગતો કાર્ડ મશીનમાં કેવી રીતે પહોંચે છે?
  • આ રીતે ઓનલાઇન શોપિંગ થઈ શકે?
  • સાંભળ્યું છે કે સેમસંગ પેમાં પેટીએમનો પણ ઉપયોગ થઈ શકે છે. ખરેખર?

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here