સવાલ મોકલનાર : જયસન પીઠવા, રાજકોટ
વેબ હોસ્ટિંગનાં જુદાં જુદાં ઘણાં પાસાં છે. આપણી વેબસાઇટને ઘર સાથે સરખાવીએ, તો ડોમેઇન નેમ (જેમ કે cybersafar.com) એ ફક્ત ઘરની નેમપ્લેટ થઈ અને ઘરનો સામાન મૂકવા માટે આપણે આખું ઘર ભાડે લેવું પડે, એ થયું વેબ હોસ્ટિંગ.
જુદી જુદી ઘણી કંપની આપણને ડોમેઇન નેમ બુક કરવાની અને પછી સાઇટની ઘરવખરી (ફાઇલ્સ!) મૂકવા માટે જગ્યા ખરીદવાની સગવડ આપે છે (બંને કામ અલગ અલગ કંપની પાસે પણ થઈ શકે).
આપણે હોસ્ટિંગનાં આ વિવિધ પાસાં સમજીએ.