સવાલ મોકલનાર : હેમંત દેકિવાડિયા, ગારિયાધાર
એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કોઈ પણ સ્ક્રીન પર આપણે ઉપરથી નીચે તરફ આંગળી લસરાવીએ એ સાથે નોટિફિકેશન શટર ઓપન થાય અને આપણાં ફોનમાંની વિવિધ એપ્સમાં ઉમેરાયેલી નવી બાબતોની આપણને જાણ થાય – આટલું તો આપણે સૌ જાણીએ છીએ.
પરંતુ આ સવાલ મુજબ, જો આપણે નોટિફિકેશન્સનો ભરાવો થયા પછી તેને એક પછી એક અથવા એક સાથે નોટિફિકેશન શટરમાંથી દૂર કર્યા હોય અને પછી કોઇ મહત્ત્વનું નોટિફિકેશન ભૂલથી દૂર કર્યાનું ધ્યાનમાં આવે તો?