મેડિકલ રિપોર્ટ્સ ક્લાઉડમાં સેવ કરો

 રિલાયન્સ જિઓ સ્માર્ટફોન ક્ષેત્રે પોતાની આગવી ઇકોસિસ્ટમ ઊભી કરી રહી છે. કંપનીએ હમણાં જિઓહેલ્થહબ નામે એક એપ લોન્ચ કરી છે જેમાં આપણે આપણા સ્વાસ્થ્ય સંબંધિત તમામ ડેટા જેમ કે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન્સ, લેબ રિપોર્ટસ વગેરે અપલોડ કરી શકીએ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે ડોકટર કે પરિવાર સાથે સલામત રીતે શેર કરી શકીએ છીએ.

કંપની વિવિધ હોસ્પિટલ્સ અને પેથોલોજી લેબ્સ સાથે પાર્ટનરશીપ કરી રહી છે જેથી એ તમામ તરફથી આપણા જે રિપોર્ટસ જનરેટ થાય તે આપણી એપમાં આપોઆપ અપલોડ થાય અને આપણે તેને તરત જ ડોકટર સાથે શેર કરી શકીએ. એપમાં મેડિકલ પ્રોફાઇલ તૈયાર કરવાની અને એક્સ-રે, એમઆરઆઇ, સીટી સ્કેન વગેરે મેડિકલ ઇમેજીસ ફોન પર જોવાની સુવિધા મળશે અને તેને બીજા ડોક્ટર સાથે શેર કરી, ડોક્ટરને મળ્યા વિના તેમનો સેકન્ડ ઓપિનિયન મેળવી શકાશે.

આ એપ પ્લે સ્ટોર પર લિસ્ટ થઈ ગઈ છે, પણ ઓફિશિયલી હજી લોન્ચ થઈ નથી. આવી બીજી કંપનીઓની ક્લાઉડ સર્વિસ પણ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here