બેંગલુરુ એરપોર્ટ પર ઉતરીને તમે કોઈ એપ કેબ બુક કરાવો તો ખરેખર ભારતની સિલિકોન વેલીમાં આવ્યાનો અનુભવ થાય. અહીં આવી એપ કેબમાં બેસવા માટે એક અલગ વિસ્તાર ફાળવવામાં આવ્યો છે, જ્યાં આ કંપનીઝના એક્ઝિક્યુટિવ્સ તમારી મદદ માટે હાજર પણ હોય. દેશનાં બીજાં એરપોર્ટ પર આવી વ્યવસ્થા ન હોવાને કારણે તમારું લોકેશન કેબના ડ્રાઇવરને સમજાવવા તમારે માથાકૂટ કરવી પડે.