દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં આપણે સૌ વીતેલા નાણાકીય વર્ષ માટે ઇન્કમટેક્સ બચાવવા અને રીટર્ન ભરવાની પળોજણમાં પડીએ છીએ અને સાથોસાથ નવા નાણાકીય વર્ષમાં આવક કેમ વધારવી તેની ચિંતામાં ડૂબીએ છીએ. પરંતુ ભાગ્યે જ કોઈને એવો વિચાર આવે છે કે આપણા દેશમાં કેલેન્ડર વર્ષ (એટલે કે ૧ જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર) અને નાણાકીય નાણાકીય વર્ષ (એટલે કે ૧ એપ્રિલથી ૩૧ માર્ચ) અલગ અલગ કેમ છે?