રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઈની સુવિધા મળી ગઈ છે, પણ ચાલતી ટ્રેનમાં કોલિંગ માટે પણ નેટવર્ક મળવું ક્યારેક મુશ્કેલ હોય છે. હવે આખા રુટ પર કેવું નેટવર્ક મળશે એ તમે જાણી શકશો.
રેલવેયાત્રા પોતે તો આનંદદાયક છે જ, એમાં હવે મેપ અને વિવિધ એપ્સ ઉમેરાતાં એ આનંદનો ગુણાકાર થયો છે! એક અંદાજ પ્રમાણે, ભારતીય રેલવેની રોજેરોજ ૧૩-૧૪ હજાર ટ્રેન દોડે છે અને તેમાં રોજેરોજ બે કરોડ ત્રીસ લાખ લોકો મુસાફરી કરે છે.
માની લો કે તમે પણ આ મુસાફરોમાંના એક છો અને કોઈ ટ્રેન – ધારો કે કેરળથી ઉપડતી એર્નાકૂલમ-ઓખા ટ્રેનમાં વળતી મુસાફરી કરી છો. ‘સાયબરસફર’ના માર્ચ ૨૦૧૭ અંકમાં આપણે જાણ્યું તેમ કેરળના એર્નાકૂલમ સ્ટેશન પર તો તમને સારી એવી સ્પીડ સાથે ફ્રી વાઇ-ફાઇની મજા માણવા મળી, પણ ટ્રેન ઉપડ્યા પછી તો મોબાઇલ કંપનીના નેટવર્કનો જ સહારો છે. ટ્રેન ઉપ્યા પછી ઇન્ટરનેટ તો પછીની વાત છે, સાદો કોલ કરવા મળશે કે કેમ એની પણ ચિંતા હોય છે.