પેટીએમ દ્વારા તેના તમામ યુઝર્સના વોલેટમાં જમા રકમને વીમાનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. તેને સંબંધિત કેટલીક મહત્વની બાબતો આપણે જાણી લઈએ…
છેલ્લા થોડા મહિનાથી ભારતમાં કેશલેસ ટ્રાન્ઝેકશનને મળી રહેલા પ્રોત્સાહનને પગલે જો તમે પણ કોઈ મોબાઇલ વોલેટ કે ભીમ કે અન્ય કોઈ યુપીઆઈ એપનો ઉપયોગ શરૂ કર્યો હોય તો એક વાતની ચિંતા તમને ચોક્કસ રહેતી હશે – તમારાં નાણાંની સલામતની ચિંતા.
ખાસ કરીને મોબાઇલ વોલેટમાં આપણે રૂપિયા જમા કરી રાખ્યા હોય અને આપણી જાણ બહાર તેમાં કોઈ ટ્રાન્ઝેકશન થાય અને આપણની રકમ કોઈ બીજાના ખાતામાં ચાલી જાય અથવા તો આપણો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તેવા કિસ્સામાં મોબાઇલ વોલેટમાં જમા આપણી રકમ પરત મળવા સામે પ્રશ્નાર્થ ઊભા થઈ જાય છે.
જોકે ભારતમાં સૌથી વધુ પ્રચલિત મોબાઇલ વોલેટ પેટીએમ દ્વારા આ સંજોગમાં એક નવી પહેલ કરવામાં આવી છે. પેટીએમ દ્વારા તેના તમામ યૂઝર્સના વોલેટમાં જમા રકમને વીમાનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. જાણી લઈએ આ સંબંધિત કેટલીક મહત્વની બાબતો.
આગળ શું વાંચશો?
- વીમાનો લાભ લેવા માટે શું કરવું પડશે
- વીમા યોજનામાં કઈ કઈ બાબતો આવરી લેવાઈ છે?
- વીમાનો લાભ લેવા શું કરવું?