સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
વાત વીજળીની હોય કે કેશલેસ ટ્રાન્ઝેક્શનની, કોઈ પણ નવી ટેક્નોલોજીને સામાન્ય બનતાં વાર તો લાગતી હોય છે. ફક્ત, આપણે તેનું મહત્વ પારખવામાં મોડું કરતા હોઈએ છીએ! આ સંદર્ભે, ‘સાયબરસફર’ના એક વાચકમિત્ર શ્રી તપન મારુએ પૂણેથી વોટ્સએપ પર એક મજાની ઇમેજ મોકલી છે.