સવાલ લખી મોકલનારઃ માધવ ધ્રૂવ, જામનગર
આ સવાલનો પૂરો જવાબ જાણવા માટે આપણે બેન્ક કાર્ડનો પૂરો પરિચય મેળવવો પડે. આઠમી નવેમ્બર પછી, રોકડ નાણાંની અછત સર્જાતાં, ઇચ્છાથી કે અનિચ્છાથી લોકો કેશલેસ લેવડદેવડ તરફ વળવા લાગ્યા છે. કેશલેસ લેવડદેવડની ઘણી રીતો છે અને તેમાંની એક છે બેન્ક કાર્ડ્સ.
બેન્ક કાર્ડ્સના મુખ્ય ત્રણ પ્રકાર છે – ક્રેડિટ કાર્ડ, એટીએમ કમ ડેબિટ કાર્ડ અને પ્રી-પેઇડ કાર્ડ. રૂપે કાર્ડ એક પ્રકારનું એટીએમ કમ ડેબિટ કાર્ડ જ છે.