ફેસબુક આપણા દરેક ફોટોગ્રાફનું પોતાની રીતે, આપોઆપ ટેગિંગ કરે છે, પરિણામે આપણા ફોટોગ્રાફમાં વૃક્ષ હોય અને કોઈ વ્યક્તિ ‘ટ્રી’ સર્ચ કરે તો તેને આપણો ફોટો દેખાઈ શકે છે!
તમે કદાચ જાણતા હશો કે, એપ્રિલ ૨૦૧૬થી ફેસબુકે આપણે અપલોડ કરેલા તમામ ફોટોગ્રાફમાં આપોઆપ અલગ અલગ ટેગ ઉમેરવાનું શરૂ કર્યું છે.
ફેસબુકના દાવા મુજબ અંધ વ્યક્તિઓ જ્યારે ફેસબુક એક્સેસ કરી રહી હોય અને મશીન રીડરથી ફેસબુકની પોસ્ટમાંનું વિવિધ કન્ટેન્ટ સાંભળી રહી હોય ત્યારે જે તે પોસ્ટ સાથેના ફોટોગ્રાફમાં શું છે તે દર્શાવવા માટે ફેસબુકે આ રીતે લેબલિંગ શરૂ કર્યું છે.
આ રીતે ફોટોઝ સો ટેગિંગ કે જુદાં જુદાં કેપ્શન ઉમેરવાનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા થતું હોય છે. આને કમ્પ્યુટર વિઝ ટેગ્સ પણ કહે છે.
આપણે જે ફોટોગ્રાફ અપલોડ કરીએ એને ફેસબુક કઈ રીતે જુએ છે. એ જાણવામાં તમને રસ હોય તો તેના બે સહેલા રસ્તા છે.