fbpx

કમ્પ્યુટરમાંની ફાઇલ્સ અને ફોટોઝનો બેકઅપ હવે જરા વધુ સરળ બન્યો

By Content Editor

3

ગયા મહિને ભારતના રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે એનડીએ દ્વારા રામનાથ કોવિંદની પોતાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે રામનાથ કોવિંદના પારિવારિક પ્રસંગમાં હાજરી આપી હતી એ ૨૦ વર્ષ જૂનો ફોટોગ્રાફ શોધી કાઢીને ટવીટર પર મૂક્યો!

આજની સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં નરેન્દ્ર મોદી અને તેમની ટીમ તો જબરદસ્ત પાવરધી છે. પરંતુ તમે વિચાર કરી જુઓ કે તમારે આવી રીતે કોઈ ચોક્કસ વ્યક્તિ સાથેની તમારી ૨૦ વર્ષ જૂની તસવીર શોધવી હોય તો ધડાક કરતા તમે શોધી શકો ખરા?!

વાત માત્ર ફોટોગ્રાફની નથી. આપણા રોજિંદા કામકાજની કેટલાય પ્રકારની ફાઇલ્સ બહુ ચોકસાઇપૂર્વક અને વ્યવસ્થિત રીતે ગોઠવવી, એ વર્ષોવર્ષ જળવાય એ રીતે તેનો નિયમિત બેક-અપ જાળવવો તથા જ્યારે જરૂ‚ર પડે ત્યારે આંખના પલકારામાં એ ફાઇલ શોધવી એ સહેલું કામ નથી.

આજની ડિજિટલ લાઇફમાં આપણે મુખ્યત્વે ચાર પ્રકારની ફાઇલ્સ સાથે કામ પાર પાડવાનું હોય છે.

એક છે આપણા કામકાજની ફાઇલ (જેમાં ઓફિસ પ્રોગ્રામ્સ ફાઇલ્સથી લઇને એકાઉન્ટિંગ અને અન્ય સોફ્ટવેરની બધી ફાઇલ્સનો સમાવેશ થઇ જાય), બાકીના ત્રણ પ્રકારની ફાઇલમાં આપણા ફોટોગ્રાફ્સ, મ્યુઝિક અને વીડિયો ફાઇલ્સનો સમાવેશ થાય.

આમાંથી મ્યુઝિક માટે એક સમય એવો હતો જ્યારે આપણે ગમતાં ગીતોની એમપી૩ ફાઇલ્સ ભેગી કરીને કમ્ય્પુટરમાં સાચવતા પરંતુ હવે સ્માર્ટફોન અને પાર વગરના ડેટાના સમયમાં યુટ્યૂબ અને બીજી સંખ્યાબંધ મ્યુઝિક એપ્સમાં આપણે ઇચ્છીએ તે મ્યુઝિક સહેલાઇથી સાંભળી શકીએ છીએ એટલે મ્યુઝિકની ફાઇલ્સ સાચવવાની હવે કડાકૂટ રહી નથી.

રહ્યો સવાલ બાકીના બે પ્રકારની ફાઇલ્સ સાચવવાનો. અત્યાર સુધી આપણે આ બધું જ આપણા કમ્પ્યુટરમાં સારી રીતે સાચવવાની મથામણ કરતા આવ્યા છીએ. પરંતુ અનુભવે તમને સમજાયું હશે કે, આપણા કામની કે રસની દરેક ફાઇલ યોગ્ય રીતે સાચવવી અને એ ક્યારેય ગુમાવવાનો વારો ન આવે તેવી રીતે તેનો સચોટ બેકઅપ લેવો એ બહુ મુશ્કેલ કામ છે.

એટલે જ હવે કલાઉડ સ્ટોરેજનો ઉપયોગ વધવા લાગ્યો છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop