સવાલ લખી મોકલનારઃ ચંદ્રકાન્તભાઈ એન. દોશી, મુંબઈ
આજના સમયમાં રોજિંદા કમ્યુનિકેશન માટે ઈ-મેઇલનું સ્થાન ઇન્સ્ટન્ટ મેસેજિંગે લઇ લીધું છે તેમ છતાં બિઝનેસ સંબંધી કામકાજ માટે અને પ્રમાણમાં મોટી ફાઇલ્સની આપ-લે માટે હજી પણ ઇ-મેઇલનો ઉપયોગ અનિવાર્ય છે. ઉપરાંત, વોટ્સએ જેવી સર્વિસની સરખામણીમાં ઈ-મેઇલમાં આપણા કમ્યુનિકેશનનો રેકોર્ડ વધુ વ્યવસ્થિત રીતે સચવાઈ શકે છે.
જો તમે જી-મેઇલનો ઉપયોગ કરતા હો તો તેમાં ૧૫ જીબી જેટલી સ્પેસ મળે છે પરંતુ આ સ્પેસ આપણા જી-મેઇલ, ગૂગલ ડ્રાઇવ તથા ગૂગલ ફોટોસ વચ્ચે વહેંચાયેલી છે.
થોડા વર્ષ પહેલાં ૧૫ જીબી પૂરતી સ્પેસ ગણાતી હતી અને આપણે ક્યારેય કોઇ મેઇલ ડિલીટ કરવા ન પડે તેવું લાગતું હતું પરંતુ હવે ઇન્ટરનેટ કનેકશનની ઝડપ ખાસ્સી વધી હોવાના કારણે આપણે બહુ સહેલાઇથી મોટી ફાઇલ્સની આપલે ઇ-મેઇલ દ્વારા કરી શકીએ છીએ અને એ જ કારણે જીમેઇલની ૧૫ જીબીની અગાઉ તોતિંગ લાગતી કેપેસિટી હવે ઓછી પડે તેવું બની શકે છે.
જીમેઇલમાં જગ્યા કરવી હોય, પણ તેમાંના ઘણા મેઇલ્સ અગત્યના હોવાથી તમે તેને કાયમ માટે ડિલીટ કરી શકો. આ અને બીજાં કારણોસર, જીમેઇલના તમારા એકાઉન્ટમાંના બધા જ ઈ-મેઇલનો બેકઅપ રાખવાની જરૂર ઊભી થઈ શકે છે.
આ એવો બેકઅપ હોય, જેને આપણે વેબ પરના જીમેઇલમાંથી આપણા પીસીમાં ડાઉનલોડ કરી લઈએ અને પછી જીમેઇલમાંના બધા મેઇલ ડિલીટ કરી, તેનો નવેસરથી ઉપયોગ કરી શકીએ!
પરંતુ આ કામ ધારીએ એટલું સહેલું નથી, થોડું કડાકૂટભર્યું છે. અલબત્ત, આપણે સ્ટેપ-બાય-સ્ટેપ સમજીએ તો કશું મુશ્કેલ નથી!
જીમેઇલનો બેક-અપ લેવા માટે, આપણે પહેલાં તો ઈ-મેઇલ સર્વિસીઝ કેવી રીતે ચાલે છે તેની થોડી પ્રાથમિક સમજ મેળવી લેવી જોઈએ.
આગળ શું વાંચશો?
- ઈ-મેઇલ સર્વિસનો કેવી રીતે ઉપયોગ થઈ શકે?
- જીમેઇલના બેકઅપનો મૂળ કન્સેપ્ટ
- જીમેઇલના ડેટાનો બેકઅપ લેવા માટે
- જીમેઇલનો બેકઅપ ડેટાના પીસીમાં ઓપન કરવા માટે
- થંડરબર્ડના લોકલ ફોલ્ડર સુધી પહોંચવા માટે