આગળ શું વાંચશો?
- એમપી૩ ફોર્મેટ કેમ આટલું ચાલ્યું?
- એમપી૩ કેવી રીતે કામ કરે છે?
તમે ગીત-સંગીતના શોખીન હો અને એમપી૩ શબ્દ તમારા કાને પહોંચ્યો ન હોય એવું બની જ ન શકે. હા, આ શબ્દનો ખરો અર્થ શો છે એ તમને ન સમજાયું હોય એવું બની શકે ખરું! તમારું પીસી હોય કે મોબાઇલ, બંનેમાં અચૂકપણે ઢગલાબંધ એમપી૩ ફાઇલ્સ હોવાની. એટલે જ હમણાં આવેલા એમપી૩ વિશેના સમાચાર તરફ કદાચ તમારું ધ્યાન ગયું હશે.
આ સમાચાર મુજબ, એમપી૩ ફાઇલ્સનો ઓફિશિયલી અંત આવ્યો છે, સંગીતની ફાઇલ્સ માટેના વિશ્વના આ સૌથી લોકપ્રિય ફાઇલ ફોર્મેટનો આખરે મૃત્યુઘંટ વાગી ગયો છે.