સામાન્ય રીતે મોટા ભાગના લોકો ફેસબુક પર તેમને જે કોઈ વ્યક્તિ તરફથી ફ્રેન્ડ રીકવેસ્ટ મળે તેને તાબડતોબ સ્વીકારી લેતા હોય છે. કારણ કે મોટા ભાગના લોકો ફેસબુક પર મિત્રોની સંખ્યાને મહત્વની માનતા હોય છે, ખરેખરા મિત્રો સાથે અંગત શેરિંગને નહીં!
જો તમે આવા મોટા ભાગના લોકોની કક્ષામાં ન આવતા હોત અને તમે ફેસબુક પરની તમારી પ્રવૃત્તિ તમારા સાચા મિત્ર વર્તુળ કે સ્નેહી સ્વજનો પૂરતી સીમિત રાખવા માગતા હો તો એ માટે તમારે ફેસબુકના કેટલાક પ્રાઇવસીસ સેટિંગ સમજી લેવા જરૂરી છે.
તમે ઇચ્છો તો ફેસબુક પર ગમે તે વ્યક્તિ તમને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી જ ન શકે એવું સેટિંગ્સ પણ થઇ શકે છે.
આ માટે…