થોડા સમય પહેલાં આપણે વાત કરી ગયા એ મુજબ ઇન્સટન્ટ મેસેજિંગ એપ્સ અને મોબાઇલ વોલેટ્સ વચ્ચે ઘમાસાણની શરૂઆત થઈ ગઈ છે. હાઇક જેવી ઇન્સટન્ટ મેસેજિંગ એપમાં યસ બેંકના સહયોગમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી ગઈ છે તો રિલાયન્સ જિઓની ચેટ એપમાં મોબાઇલ વોલેટ જેવી પેમેન્ટ સુવિધા આવી ગઈ છે. જિઓ કંપની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે મળીને પેમેન્ટ બેંક શરૂ કરવાની તૈયારીમાં છે જે પૂરેપૂરી મોબાઇલ આધારિત હશે.
ભારતમાં સૌથી વધુ લોકપ્રિય વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ સુવિધા આવવાની ઘડીઓ ગણાઈ રહી છે (તમે આ વાંચતા હો ત્યારે કદાચ તે આવી પણ ગઈ હોય!) તો ગૂગલ તેઝમાં આપણા કોન્ટેક્ટ લિસ્ટમાંની વ્યક્તિ સાથે ચેટિંગમાં મેસેજની આપ-લે કરતા હોઇએ એ રીતે પેમેન્ટ કરવાની સુવિધા આવી ગઈ છે.
સામે પક્ષે ગયા મહિને, ભારતના સૌથી વધુ લોકપ્રિય મોબાઇલ વોલેટ પેટીએમમાં રૂપિયાની આપ-લે કરવાની સાથોસાથ વોટ્સએપની જેમ મેસેજિસની આપ-લે થઈ શકે એવી સુવિધા ઉમેરાઈ ગઈ છે.
આગળ શું વાંચશો?
- પેટીએમ ઇનબોક્સનો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ
- પેટીએમ ઇનબોક્સ દૂર રહેતી વ્યક્તિ પાસેથી પેમેન્ટ ઇચ્છતા બિઝનેસીઝ માટે વધુ ઉપયોગી
- ઇનબોક્સમાં રકમ મેળવવા કે મોકલવા માટે ફક્ત એક ક્લિક કાફી છે