તમને ખ્યાલ હશે કે, ગયા મહિને ભારત સરકારે સંખ્યાબંધ, મુખ્યત્વે ચાઇનીઝ મોબાઇલ કંપનીઝને તેઓ યૂઝર્સનો ડેટા કેવી રીતે સંભાળે છે અને ક્યાં સ્ટોર કરે છે તેની વિગતો માગી હતી.
આ સંદર્ભમાં એ ખાસ યાદ રાખવા જેવું છે કે ભારતમાં વેચાતા સ્માર્ટફોનમાં ચાઇનીઝ ફોન કંપનીઝનો હિસ્સો પચાસ ટકા કરતાં પણ વધી ગયો છે.
કોઈ પણ મોબાઇલ હેન્ડસેટમાંનો યૂઝરનો ડેટા કે તેમાંની વિવિધ એપનો ડેટા એ હેન્ડસેટ કે એપ્સ જ્યાં ડેવલપ થયેલ હોય તે કંપનીના સર્વર્સમાં સામાન્ય રીતે સ્ટોર થતો હોય છે. એ જ રીતે ચાઇનીઝ હેન્ડસેટ કે ચીનમાં મૂળ ધરાવતી એપ્સમાંનો આપણો ડેટા એ કંપનીના ચીનમાંના સર્વરમાં સ્ટોર થાય એ દેખીતું છે.